SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩૭ मोक्षमार्गकारणत्वाद्, मोक्षमार्गो हि भावाज्ञा सम्यग्दर्शनादिरूपा, तत्कारणं चापुनर्बन्धकचेष्टा द्रव्याज्ञा, तत्र भावाज्ञा मोक्षं प्रति कारणत्वेनानुमोदनीया, द्रव्याज्ञा तु कारणकारणत्वेनेति न कश्चिद्दोष इति । तदिदमुक्तं व्यक्त्यैवाराधनापताकायां - अह दुक्कडगरहानलज्झामियकम्मिंधणो पुणो भणइ । सुकडाणुमोअणं तिव्वसुद्धपुलयंचियसरीरो ।। चउतीसबुद्धअइसअअट्ठमहापाडिहेरधम्मकहा । तित्थपवत्तणपभिई अणुमोएमि जिणिंदाणं ।। सिद्धत्तमणंताणं वरदंसणनाणसुक्खविरिआइ । इगतीसं सिद्धगुणे अणुमन्ने सव्वसिद्धाणं ।। पंचविहं आयारं देसकुलाई गुणे य छत्तीसं । सिस्सेसु अत्थभासणपमुहं सूरीण अणुमोए ।। अंगाणं उवंगाणं पइण्णसुअछेअमूलगंथाणं । उवज्झायाणं अज्झावणाइ सव्वं समणुमन्ने ।। સામાન્ય છદ્મસ્થોને ભાવિફળવિશેષનો એ ફળ મળે નહિ ત્યાં સુધી (પૂર્વના પ્રવૃત્તિકાળમાં) નિશ્ચય થતો જ નથી. તેથી એ તો માત્ર ફળ લાવી આપનાર કારણોના સ્વરૂપ (લક્ષણ) ને જ જુએ છે. અને એ જોવા મળે તો પ્રવૃત્તિ કરવા માંડે છે. તેથી પ્રસ્તુત અનુમોદનાની બાબતમાં પણ એવું જ જાણવું. તેથી જ લક્ષણયુક્ત હોવાના કારણે શુદ્ધ એવા જિનમંદિર બંધાવવા વગેરે રૂપ કાર્યોને જ માગનુસારી કૃત્ય તરીકે કહ્યા છે, કેમ કે તેઓ જ મોક્ષમાર્ગના કારણભૂત છે. એમાં સમ્યગદર્શનાદિરૂપ ભાવઆજ્ઞા એ મોક્ષમાર્ગ છે અને અપુનબંધકના કૃત્યરૂપ દ્રવ્યઆજ્ઞા એ તેનું કારણ છે. તેમાં ભાવઆજ્ઞા એ મોક્ષનું કારણ હોવાથી અનુમોદનીય છે જ્યારે દ્રવ્યાજ્ઞા એ મોક્ષના કારણનું કારણ હોવાથી અનુમોદનીય છે. તેથી માર્ગનુસારી કૃત્યોને અનુમોદનીય માનવામાં કોઈ દોષ નથી. આ વાત આરાધનાપતાકામાં વ્યક્તપણે આ રીતે કહી (સુકૃત અનુમોદના) “દુષ્કૃતગહરૂપ અગ્નિથી જેનું કર્મરૂપ ઇંધન બની ગયું છે, જે તીવ્ર-શુદ્ધિવાળો તેમજ પુલકિત શરીરવાળો બન્યો છે, એવો તે હવે સુકૃતની અનુમોદના કરે છે. શ્રી જિનેશ્વર ભગવંતોના ચોત્રીસ અતિશય, જ્ઞાન, આઠ પ્રાતિહાર્યો, ધર્મદશના, તીર્થપ્રવર્તન વગેરે સુકૃતોને અનુમોદું છું. અનંતા સર્વ સિદ્ધ ભગવંતોના શ્રેષ્ઠ દર્શન-જ્ઞાન-સુખ-વીર્યને તેમજ એકત્રીશ સિદ્ધગુણોને હું અનુમોદું છું. આચાર્ય ભગવંતોના જ્ઞાનાચારાદિ પાંચ આચાર, દેશ-કુલાદિ છત્રીશ ગુણો તેમજ શિષ્યોને અર્થવાચના આપવી વગેરે રૂપ સુકૃતોને અનુમોદું છું. ઉપાધ્યાયોના અંગ-ઉપાંગ-પ્રકીર્ણકહ્યુત-છેદગ્રંથ-મૂલગ્રંથ આ બધાના १. अथ दुष्कृतगर्हानलध्मातकर्मेन्धनः पुनर्भणति । सुकृतानुमोदनं तीव्रशुद्धपुलकाञ्चितशरीरः ।। चतुस्त्रिशबुद्ध्यतिशयाष्टमहाप्रातिहार्यधर्मकथाः । तीर्थप्रवर्तनप्रभृतीरनुमोदयामि जिनेन्द्राणाम् ।। सिद्धत्वमनन्तानां वरदर्शनज्ञानसुखवीर्याणि । एकत्रिंशतं सिद्धगुणान् अनुमन्ये सर्वसिद्धानाम् ॥ पञ्चविधमाचारं देशकुलादीन्गुणांश्च षट्त्रिंशतम्। शिष्येष्वर्थभाषणप्रमुखं सूरीणामनुमोदे । अङ्गानामुपाङ्गानां प्रकीर्णकश्रुतच्छेदमूलग्रन्थानाम् । उपाध्यायानामध्यापनादि सर्व समनुमन्ये ॥
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy