________________
અનુમોદના-પ્રશંસા વિચાર
O
૨૧૫
समिईगुत्तीमहव्वयसंजमजइधम्मगुरुकुलणिवासं । उज्जुअविहारपमुहं अणुमोए समणसमणीणं ।। सामाइअपोसहाइं अणुव्वयाइं जिणिंदविहिपूयं । एक्कारपडिमप्पभिई अणुमन्ने सङ्घसड्डीणं ।। जिणजम्माइसु ऊसवकरणं तह महरिसीणं पारणए । जिणसासणंमि भत्तीपमुहं देवाण अणुमन्त्रे ।। तिरियाण देसविरइं पज्जंताराहणं च अणुमोए । सम्मद्दंसणलंभं अणुमन्ने नारयाणंपि ।। सेसाणं जीवाणं दाणरुइत्तं सहावविणिअत्तं । तह पयणुकसायत्तं परोवयारित्तं भव्वत्तं ।। दक्खिन्नदयालुत्तं पियभासित्ताइ विविहगुणणिवहं । सिवमग्गकारणं जं तं सव्वं अणुमयं मज्झ ।। पञ्चसूत्रावप्युक्तं–‘अणुमोएमि सव्वेसिं अरिहंताणमणुट्ठाणं, सव्वेसिं सिद्धाणं सिद्धभावं, सव्वेसिं आयरियाणं आयारं, सव्वेसिं उवज्झायाणं सुत्तप्पयाणं, सव्वेसिं साहूणं साहुकिरियं सव्वेसिं सावगाणं मुक्खसाहणजोए, सव्वेसिं देवयाणं सव्वेसिं जीवाणं होउकामाणं कल्लाणासयाणं मग्गसाहणजोए । होउ मे एसा अणुमोअणा ।। '
एतद्वृत्तिर्यथा-'अनुमोदेऽहमिति प्रक्रमः । सर्वेषामर्हतामनुष्ठानं धर्मकथादि, सर्वेषां सिद्धानां सिद्धभावमव्याबाधादिरूपं, एवं सर्वेषामाचार्याणामाचारं ज्ञानाचारादिलक्षणं, एवं सर्वेषामुपाध्यायानां सूत्रप्रदानं सद्विधिवद्,
અધ્યાપનાદિ સર્વ સુકૃતને અનુમોદું છું. સાધુ-સાધ્વીજીઓના સમિતિ-ગુપ્તિ-મહાવ્રતસંયમ-યતિધર્મગુરુકુલવાસ-ઉદ્યતવિહાર વગેરે સુકૃતોને અનુમોદું છું. શ્રાવક શ્રાવિકાઓના સામાયિક – પૌષધ-અણુવ્રતોવિધિયુક્ત જિનપૂજા-અગ્યાર પ્રતિમાવહન વગેરે સુકૃતોને અનુમોદું છું. જિનજન્મકલ્યાણકાદિ વખતે તેમજ મહર્ષિઓના પારણા વખતે મહોત્સવ કરવો, જિનશાસનની ભક્તિ કરવી વગેરે રૂપ દેવોના સુકૃતોને અનુમોદું છું. તિર્યંચોની દેશવિરતિ-અંતકાલીન આરાધના વગેરેની તેમજ ના૨કોને થયેલ સમ્યક્ત્વપ્રાપ્તિની અનુમોદના કરું છું. શેષજીવોના પણ દાનરુચિ, સ્વાભાવિક વિનય, કષાયોની મંદતા, પરોપકારીપણું, દાક્ષિણ્ય, દયાળુતા, પ્રિયભાષિત્વ વગેરે વિવિધ ગુણોનો સમૂહ-ટૂંકમાં જે કાંઈ મોક્ષમાર્ગના કારણરૂપ હોય તે બધું મને અનુમત છે, અર્થાત્ તે બધાની હું અનુમોદના કરું છું.
પંચસૂત્રમાં પણ કહ્યું છે કે-“હું અનુમોદના કરું છું એ અધિકાર છે. શેની શેની? નીચેની બાબતોનીસર્વ-અરિહંત ભગવંતોના ધર્મદેશના વગેરે અનુષ્ઠાનો, સર્વ સિદ્ધ ભગવંતોના અવ્યાબાધાદિ રૂપ સિદ્ધભાવ, એમ સર્વ આચાર્ય ભગવંતોના જ્ઞાનાચારાદિરૂપ આચાર, સર્વ ઉપાધ્યાય ભગવંતોનું વિધિયુક્ત
१. समितिगुप्तिमहाव्रतसंयमयतिधर्मगुरुकुलनिवासम् । उद्युक्तविहारप्रमुखमनुमोदे श्रमणश्रमणीनाम् ॥ सामायिकपौषधादि अणुव्रतानि जिनेन्द्रविधिपूजाम्। एकादशप्रतिमाप्रभृतीरनुमन्ये श्राद्ध श्राद्धीनाम् ॥ जिनजन्मादिषूत्सवकरणं तथा महर्षीणां पारणके। जिनशासने भक्तिप्रमुखं देवानामनुमन्ये ॥ तिरश्चां देशविरतिं पर्यन्ताराधनां चानुमोदे । सम्यग्दर्शनलाभमनुमन्ये नारकाणामपि ॥ शेषाणां जीवानां दानरुचित्वं स्वभावविनीतत्वम् । तथा प्रतनुकषायत्वं परोपकारित्वं भव्यत्वम् ॥ दाक्षिण्यदयालुत्वप्रियभाषित्वादि विविधगुणनिवहम् । शिवमार्गकारणं यत्तत्सर्वमनुमतं मम ॥