SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૩ O અનુમોદના-પ્રશંસા વિચાર सम्यक्त्वाभिमुखगतं जैनाभिमतमेव, तच्च सम्यग्दृष्टिगतानुष्ठानान्न पार्थक्येन गणयितुं शक्यम् इत्याशङ्कायामाह-तन्मार्गानुसारिकृत्यं शिवमार्गस्य ज्ञानदर्शनचारित्रलक्षणस्य कारणं धीरैः निश्चितागमतत्त्वैः, लिङ्गः='पावं ण तिव्वभावा कुणइ' इत्याद्यपुनर्बन्धकादिलक्षणैर्गम्यम् । अयं भावः-सम्यग्दृष्टिकृत्यं यथा वस्तुतश्चारित्रानुकूलमेवानुमोदनीयं तथा मार्गानुसारिकृत्यमपि सम्यक्त्वानुकूलमेव, स्वल्पकालप्राप्तव्यफलज्ञानं च तत्रानुमोदनीयतायां न तन्त्रं, किन्तु स्वलक्षणज्ञानमेव । तथा च यत्र भवाभिनन्दिदोषप्रतिपक्षगुणानामपुनर्बन्धकादिलक्षणानां निश्चयस्तत्र मार्गानुसारिकृत्यानुमोदनायां न बाधकं, विविच्याग्रिमकालभाविफलज्ञानस्य प्रवर्तकत्वे तु छद्मस्थस्य प्रवृत्तिमात्रोच्छेदप्रसङ्ग इति । अत एव मार्गानुयायिकृत्यं लक्षणशुद्धं जिनभवनकारणाद्येवोक्तं, तस्यैव માર્ગાનુસારી કૃત્યરૂપ નથી, કિન્તુ સમ્યકત્વને અભિમુખ થયેલ જીવના સાધુ-દાનાદિરૂપ જૈન અભિમત કૃત્યો જ તેવા છે. અને તે અનુષ્ઠાનોને તો સમ્યકત્વીના અનુષ્ઠાનમાં જ અંતર્ગત ગણી લેવાના છે. માટે મિથ્યાત્વીના તો કોઈ (તે સિવાયના) અનુષ્ઠાનો અનુમોદનીય નથી.” એવી શંકાને મનમાં રાખીને ગ્રન્થકાર શ્લોકના ઉત્તરાર્ધમાં કહે છે તે માર્ગાનુસારી કૃત્યને આગમતત્ત્વનો નિશ્ચય પામેલા ધીરપુરુષોએ અપુનબંધકાદિના “તીવ્રભાવે પાપ ન કરવું' ઇત્યાદિ લક્ષણોથી જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગના કારણ તરીકે જાણવા. અર્થાત્ અપુનબંધકાદિના લક્ષણો દ્વારા મોક્ષમાર્ગના કારણ તરીકે જે ક્ષમાદિનો નિશ્ચય થાય તે પણ માર્ગાનુસારી કૃત્ય જ છે અને તેથી અનુમોદનીય છે. (ભાવિ ફળના નિશ્ચયને પ્રવર્તક માનવામાં દોષ) અહીં આ રહસ્ય છે-સમ્યગ્દષ્ટિનું જે કૃત્ય ચારિત્રને અનુકૂળ હોય તે જ જેમ વસ્તુતઃ અનુમોદનીય છે તેમ માર્ગાનુસારીનું પણ તે જ કૃત્ય અનુમોદનીય છે જે સમ્યકત્વને અનુકૂળ હોય. વળી “જે કૃત્ય અલ્પકાળમાં ચારિત્રાદિરૂપ કે સમ્યકત્વાદિરૂપ સ્વફળ લાવી આપતું દેખાય તે જ અનુમોદનીય બને છે' એવો નિયમ નથી, કિન્તુ “જે કૃત્યની સાથે “પાપનું તીવ્રભાવે અકરણ' વગેરે રૂપ અપુનર્બધનપણાંના (એમ સમ્યત્વાદિના) લક્ષણો જણાતા હોય તે સઘળું કૃત્ય અનુમોદનીય બને છે” (પછી ભલે ને એ કૃત્ય પછીના નજીકના ભવિષ્યમાં સમ્યકત્વ (કે ચારિત્ર) વગેરે રૂપ તેના ફળની પ્રાપ્તિ થવાની ન પણ હોય !) એવો નિયમ છે. માટે જે જીવમાં ભવાભિનંદી-દોષોના વિરોધી એવા અપુનબંધકપણાંના લક્ષણોનો નિશ્ચય થાય છે તેના માર્ગાનુસારી કૃત્યોની અનુમોદનાને કોઈ અટકાવી શકતું નથી. બાકી, માત્ર અનુમોદના માટે જ નહિ, સામાન્યથી કોઈપણ પ્રવૃત્તિ માટે જો અગ્રિમકાળભાવી ફળના જ્ઞાનને જ પ્રવર્તક માનવાનું હોય (એટલે કે “ભવિષ્યમાં જે ફળવિશેષ મળવાનું હોય તેનો પહેલેથી જ નિશ્ચય થાય તો જ પ્રવૃત્તિ થાય' એવું જો માનવાનું હોય) તો છબસ્થની પ્રવૃત્તિમાત્રનો ઉચ્છેદ જ થઈ જશે, કેમકે • १. पापं न तीव्रभावात् करोति । f = == - - - - - - - - - - - ~ -
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy