SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ - ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૯ तथा ‘अभव्या न व्यवहारिणो नाप्यव्यवहारिणः, किन्तु व्यवहारित्वादिव्यपदेशबाह्या इति ते व्यावहारिकमध्ये न विवक्षितास्तेषां सम्यक्त्वप्रतिपतितानामनन्तभागवर्त्तित्वेनाल्पत्वादि ति तदतिसाहसविजृम्भितम्, अभिप्रायमज्ञात्वा प्राचीनप्रकरणविलोपे महाऽऽशातनाप्रसङ्गात् । अभव्यानामपि व्यावहारिकबहिर्भावे नियतकायस्थितिरूपसंसारपरिभ्रमणानुपपत्तेर्यादृच्छिककल्पनयाऽसमञ्जसत्वप्रसंगात्, नोव्यव हारित्वनोअव्यवहारित्वपरिभाषामात्रस्य चाभव्येष्विवोक्ताधिकसंसारिजीवेष्वपि कल्पयितुं वा शक्यत्वाच्च न किंचिदेतदिति दिग् ।।९।। ૭૦ તે વચનો જ વસ્તુતઃ અપ્રમાણ છે અને તેથી એને સંગત કરવા કોઈ નવી કલ્પના કે ગૂઢ સૂત્રાભિપ્રાય શોધવાની જરૂર નથી. તેઓ વડે આવા અપ્રમાણભૂત વચનો જે કહેવાયાં છે એ કદાગ્રહથી નહિ પણ અનાભોગથી જ કહેવાયાં છે એ ધ્યાનમાં રાખવું. તથા (૨) અભવ્યો વ્યવહારી પણ નથી, અવ્યવહારી પણ નથી, કિન્તુ આ બન્ને ઉલ્લેખથી પર છે. તેથી તેઓની વ્યાવહારિક જીવોમાં વિવક્ષા કરી નથી. તાત્પર્ય એ છે કે તેઓ ત્રસાદિપણું પામતા હોઈ અવ્યવહા૨ી તો નથી. વળી વ્યવહા૨ી જીવોનો પણ જે બહુ નાનો ભાગ સમ્યક્ત્વ પામીને ભ્રષ્ટ થયો છે તેના કરતાં પણ અભવ્યો અનંતમા ભાગે જ હોઈ વ્યવહા૨ીજીવો કરતાં તો બહુ જ અલ્પ સંખ્યામાં છે. તેથી તેઓની વ્યાવહારિકજીવોમાં પણ વિવક્ષા કરી નથી. તેથી તેઓની ગણતરી કાઢી નાખીને જ પન્નવણા વગેરેમાં વ્યવહારીજીવોની ઉક્તસ્થિતિ કહી છે. માટે જ અભવ્યો એ સ્થિતિ કરતાં પણ વધુ કાળ સંસારમાં રહેવા છતાં એ આગમવચન અંગે કોઈ નવી કલ્પના કરવાની કે અભિપ્રાય શોધવાની જરૂર નથી. (તે માન્યતાઓનું નિરાકરણ) પરપક્ષીની આ બન્ને વાતો અનંતસંસારવૃદ્ધિ વગેરે ભયની ઉપેક્ષા કરવાના તેના સાહસને જ જણાવે છે. તે આ રીતે – સૂત્રનો ગૂઢ અભિપ્રાય જાણવો નહિ અને ભવભાવનાવૃત્તિ વગેરે જેવા પ્રાચીન પ્રકરણને અપ્રમાણ જાહેર કરી દેવા, એમાં જે મહાભયંકર આશાતના થાય છે તેની પહેલું વાક્ય કહે તો તે ઉપેક્ષા કરે છે. બીજું વાક્ય પણ આ રીતે જ ઉપેક્ષાથી બોલી શકાય તેવું છે એ નીચેના કારણોથી જણાય છે : (અ) અભવ્યો પણ આ રીતે જો વ્યાવહારિક ન હોય તો અનાદિસૂક્ષ્મનિગોદની જેમ તેઓ પણ અનંતાનંત પુદ્ગલપરાવર્ત્ત સુધી સૂક્ષ્મનિગોદમાં જ રહેવા જોઈએ. અને તો તેઓ તે તે નિયતકાયસ્થિતિ જેટલો કાળ જે જે સૂક્ષ્મનિગોદ-બાદરનિગોદ-પૃથ્વીકાય વગેરે રૂપે સંસારમાં પરિભ્રમણ કરે છે, તે અનુપપન્ન થઈ જાય. અને તેથી પછી કરવી પડતી યાદૈચ્છિક કલ્પનાથી મોટું અસમંજસ થઈ જાય. અને (બ) નોવ્યવહારી-નોઅવ્યવહા૨ીની પરિભાષા જેમ અભવ્યોમાં કલ્પો છો તેમ ઉક્ત સંસાર કરતાં અધિક સંસારવાળા બીજા ભવ્યજીવો વિશે પણ કલ્પી શકાતી હોઈ તેઓનો પણ અધિક સંસાર હોવો સંગત થઈ જાય છે. આમ પરપક્ષીએ કહેલી આ બે વાતોમાં કોઈ માલ નથી એ જાણવું. Ieી
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy