SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ બાદરનિગોદવ્યવહારિત્વ વિચાર <s स्तु स्यात्, तत्राभव्यस्य व्यावहारिकत्वानुरोधेन निगोदत्वेन तिर्यक्त्वनपुंसकत्वादिना च कायस्थितिप्रतिपादकानां सूत्राणां व्यावहारिकविशेषविषयत्वं वा कल्पनीयम्, अन्यो वा कश्चित् सूत्राभिप्राय इत्यत्र बहुश्रुता एव प्रमाणम् । अवश्यं च सूत्राभिप्रायः कोऽपि मृग्यः, अन्यथा बहवो भव्यास्तावदेतावतः कालात्सिध्यन्ति, अन्ये तु स्वल्पात्, अपरे तु स्वल्पतरात् यावत्केचिन्मरुदेवीस्वामिनीवत् स्वल्पेनैव कालेन सिध्यन्ति, अभव्यास्तु कदाचिदपि न सिध्यन्तीति भवभावनावृत्त्यादिवचनादभव्यानां भव्यानां च यदुक्ताधिकसंसारभेदभणनं तत्रोपपद्येत । यत्तु परेणोक्तं- 'यत्तु क्वचिदाधुनिकप्रकरणादौ प्रज्ञापनाद्यागमविरुद्धानि वचनानि भवन्ति, तत्र तीर्थान्तर्वर्त्तिनामसद्ग्रहाभावादनाभोग एव कारणम्।' ૬૯ સ્થિતિ આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય જેટલા પુદ્ગલપરાવર્ત્ત કહી છે અને કોઈ પણ વ્યાવહારિકજીવ પાછો અવ્યાવહારિક તો બનતો નથી. તેથી વધુમાં વધુ એટલા કાલે તો અવશ્ય કોઈપણ વ્યાવહારિકજીવ સિદ્ધ થઈ જવાનો હોઈ દરેક વ્યાવહારિકજીવ મોક્ષમાં જશે એવું સિદ્ધ થઈ જાય, જે સીધેસીધું સ્વીકારી લેવામાં અનંતાનંતકાળ સંસારમાં જ રહેનારા અભવ્યોને અવ્યવહા૨ી જ હોવા માનવા પડે. પણ તેઓ પણ વ્યાવહારિક તો છે જ તે ઉક્ત ચર્ચાથી સિદ્ધ થઈ ગયું છે. તેથી વ્યાવહારિકજીવની નિગોદરૂપે, તિર્યંચરૂપે, નપુંસક વગેરે રૂપે રહેવાની કાયસ્થિતિ જણાવનાર સૂત્રો બધા વ્યાવહારિકજીવોને લક્ષમાં રાખીને કહેવાયાં નથી. કિન્તુ અમુક ચોક્કસ પ્રકારના વ્યાવહારિકજીવોને લક્ષમાં રાખીને કહેવાયાં છે એવું કલ્પવું જોઈએ. (જેથી વ્યવહારી એવા પણ અભવ્યો તેવા પ્રકારવાળા ન હોઈ, ઉક્તસ્થિતિથી વધુ કાળ માટે સંસારમાં રહે તો પણ કોઈ સૂત્રવિરોધ ન થાય) અથવા તો આ સૂત્રોમાં બીજો જ કોઈ વિશેષ અભિપ્રાય રહેલો છે (જે સામાન્યતઃ ખ્યાલમાં આવે એવો નથી) એવું સ્વીકારવું જોઈએ. આ બેમાંથી વાસ્તવિકતા શું છે ? એમાં તો બહુશ્રુતો જ પ્રમાણભૂત છે. છતાં જો કોઈ વિશેષ સૂત્રાભિપ્રાય હોય તો એ શોધી કાઢવો તો જોઈએ જ, નહીંતર “ઘણા ભવ્યો આટલા કાળમાં મુક્ત થાય છે, કેટલાક એના કરતાં અલ્પકાળમાં, કેટલાક એના કરતાં પણ ઘણા અલ્પતર કાલમાં અને યાવત્ મરુદેવીમાતાની જેમ કેટલાક તો અત્યંત અલ્પકાળમાં જ મુક્ત થાય છે, જ્યારે અભવ્યો તો ક્યારેય મુક્ત થતા જ નથી” ઇત્યાદિ તથા ભવભાવનાવૃત્તિ વગેરેના વચનથી અભવ્યો તથા કેટલાક ભવ્યોનો ઉક્તકાલ કરતાં પણ અધિક સંસાર હોવો જે કહ્યો છે તે સંગત થશે નહિ. (પરપક્ષીની અન્ય માન્યતાઓ) વળી આ અંગે પ૨૫ક્ષીએ કહ્યું છે કે ‘(૧) પ્રજ્ઞાપના વગેરે આગમમાં વ્યાવહારિક જીવની સ્થિતિ ઉક્ત અસંખ્ય પુદ્ગલપરાવર્ત્ત કહી છે. ભવભાવનાવૃત્તિ વગેરે આધુનિક પ્રકરણાદિમાં આવા આગમનો વિરોધ કરનાર જે વચનો મળતા હોય તેમાં તે પ્રક૨ણકારોનો અનાભોગ જ કારણ છે, કેમ કે તે પ્રકરણકારો તીર્થમાં (સંઘમાં) અન્તર્ભૂત હોઈ આગમ વિરુદ્ધ બોલવાના અસદ્ગહવાળા તો ન હોય. અર્થાત્ તેઓના
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy