SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮. ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૯ परोक्ता युक्तिरेकावतिष्ठते, तत्र 'सिझंति जत्तिया किर' इत्यादिना व्यवहारराशितः सिद्धानामनन्तगुणत्वं व्यवस्थाप्य तदनन्तगुणत्वेन बादरनिगोदजीवानामव्यावहारिकत्वं च व्यवस्थापितम्, तदसत्, ततः सिद्ध्यवच्छिन्नव्यवहारराश्यपेक्षया सिद्धानामनन्तगुणसिद्धावपि सामान्यापेक्षया तदसिद्धेः, व्यवहारित्वभवनसिद्धिगमनयोरपर्यवसितत्वं चानादिसूक्ष्मनिगोदानियतव्यवहारित्वाभिमुखजीवानां निर्गमानानुपनम् । आवलिकाऽसंख्येयभागपुद्गलपरावर्त्तमानत्वेन व्यावहारिकाणां सर्वेषां सिद्ध्यापत्ति જીવો વ્યાવહારિક છે.” એવું નિશ્ચિત થવાથી હવે પૂર્વપક્ષની એક જ યુક્તિ નિરાકરણ કર્યા વગરની બાકી રહે છે. એમાં પૂર્વપક્ષીએ ત્રણ અનુમાનો આપ્યાં છે. તેના પ્રથમ અનુમાનમાં “સિન્હેતિ નત્તિયા રિ.' ઇત્યાદિ ગાથાના બળ પર પૂર્વપક્ષીએ એવો નિર્ણય કર્યો કે “વ્યવહારરાશિ કરતાં સિદ્ધના જીવો અનંતગુણા છે.” આ નિર્ણયને પાયા તરીકે લઈને તેણે એવી દલીલ કરી કે “વળી સિદ્ધના જીવો કરતાં બાદરનિગોદના જીવો તો અનંત ગુણા છે જ, તેથી નક્કી થાય છે કે બાદરનિગોદના જીવો વ્યાવહારિક નથી, અર્થાત્ અવ્યાવહારિક છે પરંતુ તેની આ માન્યતા બરાબર નથી. અલબત્ત ઉક્ત ગાથાના બળે તેમ જરૂર કહી શકાય છે કે સિદ્ધયવચ્છિન્નવ્યવહારરાશિ (જેટલા જીવો સિદ્ધ થયા છે તેટલા જ જે જીવો અવ્યવહારરાશિમાંથી વ્યવહારરાશિમાં આવેલાં છે, અને તેમાંથી વિવક્ષિતકાળે પણ સિદ્ધાવસ્થા પામ્યા વિના જેઓ હજુ વ્યવહારરાશિમાં જ છે તે જીવોનો રાશિ) કરતાં સિદ્ધો અનંતગુણા છે.” તેમ છતાં વ્યવહારરાશિસામાન્યની અપેક્ષાએ કાંઈ તેવું સિદ્ધ થતું નથી. તેથી ઉક્તગાથાના બળે પૂર્વપક્ષીએ તારવેલો પાયાભૂત નિર્ણય જ ખોટો હોઈ એ અનુમાન પણ ખોટું કરે છે. વળી પૂર્વપક્ષીએ બીજા અનુમાનપ્રયોગમાં વ્યવહારિત્વભવન અને સિદ્ધિગમન ક્યારેય અટકવાના નથી એ આગમસિદ્ધ હકીકતની અન્યથા અનુપપત્તિ દેખાડીને બાદરનિગોદને પણ અવ્યવહારરાશિમાં હોવી જે સિદ્ધ કરી તે પણ બરાબર નથી. કેમ કે બાદરનિગોદ વ્યવહાર રાશિમાં હોય તો પણ આ બેનું નહિ અટકવાપણું સંગત રહે જ છે, કેમકે અનાદિસૂક્ષ્મનિગોદમાંથી (અવ્યવહારરાશિમાંથી) વ્યવહારી બનવાને અભિમુખ થયેલાં નિયત પ્રમાણવાળા જ જીવો નીકળ્યા કરે છે. આ નિયત પ્રમાણ એટલી બધી નાની સંખ્યા છે કે જેથી અનંતકાળે એ નિયત સંખ્યા પ્રમાણે બહાર નીકળેલા અને નીકળનારાં અનંતા જીવો પણ અનાદિસૂક્ષ્મનિગોદરાશિની અપેક્ષાએ સાવ નગણ્ય (ગણતરીમાં ન લેવાય એટલા) હોય છે. અને તેથી માત્ર અનાદિસૂક્ષ્મનિગોદ રૂપ અવ્યવહારરાશિ ક્યારેય ખાલી તો નથી જ થવાની, પણ તેમાં નોંધપાત્ર ઘટાડો પણ થવાનો નથી. તેથી બાદરનિગોદ વ્યવહારરાશિમાં હોવા છતાં વ્યવહારિત્વભવન અટકવાનું નથી એ બાબત અસંગત રહેતી નથી. અને તેથી જ નવા નવા જીવો સિદ્ધ પણ થયા કરવાના હોવાથી “સિદ્ધિગમન અટકવાનું નથી” એ વાત પણ અસંગત રહેતી નથી. હવે રહી પૂર્વપક્ષીના બીજા અનુમાનની (પૃ. નં.૫૪) વાત-શાસ્ત્રમાં વ્યાવહારિક જીવની ઉત્કૃષ્ટ - - - - - - - - - १. 'सिझंति जत्तिया किर.' इत्यादिशास्त्रवचनादित्यर्थः।
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy