________________
૧૩
પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભા. ૪/સંકલના
વળી કોઈ તેવા સંયોગમાં જિનપ્રતિમા ઉપલબ્ધ ન હોય તો શુદ્ધ ભૂમિમાં માનસિક સ્થાપનાથી સિદ્ધાત્માનું સ્થાપન કરીને ભગવાનની પૂજા કઈ રીતે થઈ શકે, તેનું પણ વિશિકાના વચનથી ગ્રંથકારશ્રીએ શ્લોક-૭૬માં સમર્થન કરેલ છે.
વળી કડવામત કે દિગંબરથી પ્રતિષ્ઠિત પ્રતિમા કેમ પૂજ્ય નથી, તેનું પણ પૂ. આચાર્ય હીરસૂરિ મહારાજના વચનથી ગ્રંથકારશ્રીએ શ્લોક-૭૯માં સમર્થન કરેલ છે. શ્લોક-૮૧ -
શ્લોક-૮૧ થી ૮૮માં પાર્થચંદ્ર કહેલા ધર્મ-અધર્મના મિશ્રવાદમાં (૧) ભાવ શુભ અને ભાવ અશુભ, (૨) ભાવ શુભ અને ક્રિયા અશુભ, (૩) ભાવ અશુભ અને ક્રિયા શુભ અને (૪) ક્રિયા શુભ અને ક્રિયા અશુભ - એ પ્રકારે ચતુર્ભાગી બતાવીને ક્રમસર તેનું નિરાકરણ કરીને મિશ્રપક્ષ સંગત નથી, તેનું સ્પષ્ટીકરણ કરેલ છે. શ્લોક-૮૨ -
દ્રવ્યસ્તવમાં ભાવથી ભાવનો મિશ્રપક્ષ એ પ્રાપ્ત થાય કે ભગવાનની ભક્તિરૂ૫ શુભભાવ અને દ્રવ્યસ્તવમાં થતા આરંભરૂપ અશુભભાવ, એને આશ્રયીને પ્રથમ ભાંગો સંગત થાય નહિ; કેમ કે એક સાથે શુભભાવ અને અશુભભાવ એ બેમાં ઉપયોગ રહી શકે નહિ.
વળી ભાવ ધર્મગત અને ક્રિયા આરંભગત એ બીજો ભાગો પણ સંગત નથી; કેમ કે શુભભાવથી ક્રિયાગત અશુભભાવદ્રારકપણું ક્ષય થાય છે અને ક્રિયા અશુભભાવ દ્વારા કર્મબંધનું કારણ છે, તેથી શુભભાવ યુક્ત ભગવાનની પૂજાની ક્રિયા અશુભભાવ નિષ્પન્ન કરી શકતી નથી, માટે પૂજાની ક્રિયા અશુભ નથી, તેથી બીજો ભાંગો સંગત નથી, એ પ્રમાણે શ્લોક-૯રમાં ગ્રંથકારશ્રીએ કહેલ છે અને બીજા પક્ષના સ્વીકારમાં વાદીને શું અનિષ્ઠાપત્તિ છે, તેની ચર્ચા યુક્તિપૂર્વક શ્લોક-૮૩ થી ૮૯માં કરેલ છે. શ્લોક-૮૭ :
પુષ્પાદિ જીવોની હિંસાને અનુકૂળ અશુભભાવ અને ભગવાનની પૂજારૂપ શુભક્રિયા એ પ્રકારનો ત્રીજો ભાગો પણ સંગત નથી; કેમ કે ભાવ હિંસાનો હોય તો તે ક્રિયા પણ શુભ બને નહિ, તેથી હિંસાનો અશુભભાવ અને ભગવાનની ભક્તિરૂપ શુભક્રિયાને આશ્રયીને ત્રીજો ભાંગો યુક્તિયુક્ત નથી, એ પ્રમાણે ગ્રંથકારશ્રીએ શ્લોક-૮૭માં કહેલ છે. શ્લોક-૮૮ -
ભગવાનની ભક્તિરૂપ ક્રિયા હોવાથી ધર્મગત શુભક્રિયા છે અને પુષ્પાદિ જીવોની હિંસારૂપ ક્રિયા હોવાથી અધર્મગત અશુભક્રિયા છે, એ પ્રકારનો ચોથો ભાંગો પણ સંગત નથી; કેમ કે અશુભભાવને કરનારી અને શુભભાવને કરનારી એવી ભિન્ન ભિન્ન વિષયવાળી ક્રિયા એક કાળમાં હોઈ શકે નહિ, માટે ચોથો ભાંગો પણ સંગત નથી, એમ શ્લોક-૮૮માં ગ્રંથકારશ્રીએ કહેલ છે.