________________
૧૪
પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભા. ૪/સંકલના શ્લોક-૮૯ :
નિશ્ચયનયની દૃષ્ટિથી શુદ્ધયોગ અને અશુદ્ધયોગ એક સાથે સંભવે નહિ. તેની વિશદ ચર્ચા શ્લોક૮૯માં કરેલ છે. શ્લોક-૯૦ -
મિશ્ર કર્મબંધ નથી, તેથી ક્રિયા અને ભાવને આશ્રયીને મિશ્રપક્ષ સ્વીકારી શકાય નહિ. તેની વિશદ ચર્ચા વિશેષાવશ્યક ભાષ્યના વચનથી શ્લોક-૯૦માં કરેલ છે. શ્લોક-૯૧ -
દેશવિરતિધરમાં દેશથી વિરતિ અને દેશથી અવિરતિ છે, તેમ દ્રવ્યસ્તવમાં મિશ્રપક્ષ પાર્શચંદ્ર સ્થાપન કરે છે. તેનું નિરાકરણ શ્લોક-૯૧માં ગ્રંથકારશ્રીએ કરેલ છે. શ્લોક-૯૨ -
દ્રવ્યસ્તવમાં માત્ર ધર્મપક્ષ છે, ધર્માધર્મ પક્ષ નથી. તેનું વિશેષ પ્રકારની યુક્તિથી ગ્રંથકારશ્રીએ શ્લોક-૯૨માં સ્થાપન કરેલ છે અને ત્યાં પ્રસંગથી શ્રમણોપાસકને દ્રવ્યસ્તવ નથી, તેમ બતાવવા અર્થે (૧) સર્વતો અવિરત, (૨) અવિરત, (૩) વિરતાવિરત, (૪) સર્વતો વિરતાવિરત, (૫) શ્રમણોપાસકદેશવિરત અને (ક) અવિરત, એમ છ પ્રકારના પુરુષને પાશમતવાળા જે સ્વીકારે છે, તેનું ગ્રંથકારશ્રીએ શ્લોક-૯રમાં નિરાકરણ કરેલ છે. શ્લોક-૯૩ :
જિનપૂજાદિ કૃત્યોને કેટલાક પુણ્યકર્મ કહે છે અને ચારિત્રની જેમ જિનપૂજાદિ ધર્મકૃત્ય નથી, તેમ સ્થાપન કરે છે. તેનું ગ્રંથકારશ્રીએ શ્લોક-૯૩માં ઉભાવન કરીને નિરાકરણ કરેલ છે. શ્લોક-૯૪ :
ભગવાનની પૂજા લૌકિક છે અને લોકોત્તર પણ છે અને જે લૌકિક પૂજા છે તે પુણ્યરૂપ છે અને લોકોત્તર પૂજા છે તે ધર્મરૂપ છે. તેમ સ્વીકારવામાં ષોડશકની સાક્ષી આપીને શ્લોક-૯૪માં ગ્રંથકારશ્રીએ તેનું સમર્થન કરેલ છે. શ્લોક-૯૫ -
પૂજા, દાન, પ્રવચનવાત્સલ્યાદિ સરાકૃત્ય છે અને તપ, ચારિત્રાદિ વીતરાગત્ય છે, એ પ્રકારના પૂ. આચાર્ય હરિભદ્રસૂરિ મહારાજના વચનને ગ્રહણ કરીને પૂજાને પુણ્યકૃત્ય સ્થાપન કરીને જેઓ ધર્મકૃત્ય સ્વીકારતા નથી, તેનું નિરાકરણ શ્લોક-૯૫માં ગ્રંથકારશ્રીએ કરેલ છે. શ્લોક-૯૬ -
પૂજાને ધર્માધર્મરૂપે સ્વીકારવી કે કેવલ ધર્મરૂપે સ્વીકારવી, એ પદાર્થ અતિગંભીર છે. તેની ગ્રંથકારશ્રીએ વિશદ ચર્ચા કરેલ છે. તેનો પરમાર્થ ગુરુપરતંત્ર્યથી પ્રાપ્ત થઈ શકે છે, તેથી શાસ્ત્રીય પદાર્થના બોધ માટે ગુણવાનને પરતંત્ર થઈને યત્ન કરવો ઉચિત છે, તે કથન શ્લોક-૯૦માં ગ્રંથકારશ્રીએ સ્પષ્ટ કરેલ છે.