________________
પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભા. ૪/સંકલના . પ્રતિમાશતક ગ્રંથરત્ન ભાગ-૪માં આવતા ,
પદાર્થોની સંક્ષિપ્ત સંકલના
ગ્રંથકાર મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજાએ ભગવાનની પ્રતિમા પૂજ્ય છે તેનું શ્લોક-૧થી કમાં સ્થાપન કરીને લંપાકમતનું નિરાકરણ કર્યું. જેનું વિશદ વિવેચન પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧-૨-૩માં કરેલ છે. હવે પૂજ્ય ધર્મસાગરજીનો મત બતાવતાં કહે છે – શ્લોક-૭૦-૭૧-૭૨ -
પૂ. ધર્મસાગરજી પ્રતિમાને વંઘ સ્વીકારે છે, પરંતુ વિધિપૂર્વક કરાયેલી પ્રતિમા વંઘ છે, અન્ય નહિ અને વર્તમાનની પ્રતિમાઓ વિધિપૂર્વક કરાયેલી પ્રાયઃ પ્રાપ્ત થતી નથી, તેથી અવિધિથી કરાયેલી પ્રતિમાઓનું પૂજન કલ્યાણકારી નથી, માટે તેવી પ્રતિમાઓની પૂજા ઇંદ્રજાળ જેવી છે, તેમ ધર્મસાગરજી કહે છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી યશોવિજયજી મહારાજા કહે છે કે કાળદોષને કારણે વર્તમાનમાં યતિધર્મ, પૌષધ વગેરે શ્રાવકની ક્રિયાઓ પ્રાયઃ વિધિપૂર્વક થતી નથી, તેથી તેને પણ નિષ્ફળ માનવાનો પ્રસંગ આવશે. આ રીતે કાળદોષને કારણે વિધિપૂર્વક પ્રતિમા કરાયેલી ન હોય તોપણ પૂજ્ય છે, આમ છતાં વિધિપૂર્વક કરાયેલી પ્રતિમા ઉત્સર્ગથી પૂજ્ય છે અને અપવાદથી અવિધિથી કરાયેલી પ્રતિમાને પૂજવાથી પણ લાભ થાય છે, તેમ ગ્રંથકારશ્રીએ યુક્તિથી સ્થાપન કરેલ છે. વળી વિધિકારિતા, ગુરુકારિતા આદિ પ્રતિમાના વિકલ્પો બતાવીને કદાગ્રહ વગર જેઓ ભગવાનની ભક્તિ કરે છે, તેમને શુભભાવ થાય છે, તેમ શ્લોક-૭૦-૭૧-૭૨માં કહેલ છે. શ્લોક-૭૩-૭૪ -
જેમ અન્ય ગચ્છના સાધુઓ વંદ્ય નથી, તેમ અન્ય ગચ્છના ચૈત્યો વંદ્ય નથી, તેમ પૂ. ધર્મસાગરજી સ્થાપન કરેલ છે. તેનું આવશ્વનિયુક્તિના પાઠના બળથી અને યુક્તિથી ગ્રંથકારશ્રીએ શ્લોક-૭૩-૭૪માં નિરાકરણ કરેલ છે, તેથી અન્ય ગચ્છની પણ પ્રતિમા આકારમાં સામ્યને કારણે વંઘ છે, તેનું સ્થાપન થાય છે. શ્લોક-૭૫ :
જો અવિધિથી પણ પ્રતિષ્ઠા કરાયેલી પ્રતિમા વંદ્ય હોય તો પ્રતિષ્ઠાવિધિ વ્યર્થ થાય, તે શંકાનું નિરાકરણ કરીને પરમાર્થથી પ્રતિષ્ઠા શું છે તેનું માર્મિક સ્વરૂપ શ્લોક-૭૫માં ગ્રંથકારશ્રીએ બતાવેલ છે.
શ્લોક-૭૬ :- પ્રતિષ્ઠાવિધિથી પ્રતિષ્ઠા કરાવનારના આત્મામાં પરમાત્માના સ્વરૂપની પ્રતિષ્ઠા થાય છે અને તે પ્રતિષ્ઠા પ્રતિમામાં ઉપચારથી કઈ રીતે થાય છે, તેનું સ્પષ્ટીકરણ શ્લોક-૭૦માં ગ્રંથકારશ્રીએ કરેલ છે.