SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩પ૦ પ્રતિમાશતક | શ્લોક : ૯૧ પુણ્યબંધ કે પાપબંધરૂપ ફળને આશ્રયીને આ ત્રણ વિભાગ કહ્યા નથી. અને જ્યારે સેવાતા અનુષ્ઠાનથી પ્રાપ્ત થતા ફળને સામે રાખીને વિભાગ કર્યો ત્યારે દેશવિરતિનો પણ ધર્મમાં અંતર્ભાવ કરેલ છે. તેથી કર્મબંધરૂપ ફળને આશ્રયીને વિચારીએ તો પૂજાની ક્રિયા અને શ્રાવકની પૌષધની ક્રિયા બંને ધર્મરૂપ છે, પરંતુ પૂજાની ક્રિયા ધર્માધર્મરૂપ છે અને શ્રાવકની પૌષધની ક્રિયા ધર્મરૂપ છે, એવો વિભાગ સૂયગડાંગ સૂત્રમાં નથી. તેથી પાઠ્યચંદ્ર સૂયગડાંગસૂત્રનો આશ્રય લઈ પૂજાની ક્રિયામાં પુષ્પાદિ જીવોની દેખાતી હિંસાને સામે રાખીને પૂજાને ધર્માધર્મરૂપ સ્થાપન કરવા યત્ન કરે છે, તે તેનું અજ્ઞાન છે. અહીં સંગ્રહનયના આદેશથી ધર્મ અને અધર્મરૂપ બે પક્ષ છે, એમ કહ્યું, ત્યાં સંગ્રહનયનો આશય કર્મબંધરૂપ ફળની અપેક્ષાએ સંગ્રહ કરવાનો છે, અને ધર્માધર્મપક્ષ કર્મબંધને માટે ઉપયોગી નથી, તેથી સંગ્રહનયના આદેશથી ધર્મ અને અધર્મરૂપ બે જ પક્ષ થાય છે. આમ, સંગ્રહનય ધર્માધર્મપક્ષ અને ધર્મપક્ષ એ બંનેનો ધર્મપક્ષમાં સંગ્રહ કરે છે, અને એ રીતે ધર્મ અને અધર્મરૂપ બે પક્ષ સ્વીકારે છે. શ્લોક : सिद्धान्ते परिभाषितो हि गहिणां मिश्रत्वपक्षस्ततो, बन्धानौपयिको विरत्यविरतिस्थानान्वयोत्प्रेक्षया । अन्तर्भावित एव सोऽपि पुरतो धर्मे फलापेक्षया पूजापौषधतुल्यताऽस्य किमु न व्यक्ता विशेषेक्षिणाम् ।।९१ ।। શ્લોકાર્ચ - તેથી પૂર્વના શ્લોકોમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે પૂજામાં હિંસાને કારણે મિશ્રપક્ષ નથી પરંતુ ભગવાનની ભક્તિને કારણે ધર્મપક્ષ છે તેથી, બંધનું અકારણ વિરતિ-અવિરતિસ્થાનના અન્વયની ઉોક્ષાથી=અનુગમની અપેક્ષાથી, ગૃહસ્થનો મિશ્રત્વપક્ષ સિદ્ધાંતમાં સૂયગડાંગ સૂત્રમાં, નિશ્ચિત ચોક્કસપણારૂપે કહેવાયો છે. તે પણ તે મિશ્રત પક્ષ પણ, આગળમાં=સૂયગડાંગ સૂત્રના આગળના કથનમાં, ફળની અપેક્ષાએ ધર્મમાં અંતર્ભાવિત જ છે. આની ગૃહસ્થની, પૂજા અને પૌષધની તુલ્યતા, વિશેષ જોનારાને શું વ્યક્ત નથી ? અર્થાત્ સૂયગડાંગ સૂત્રના વચનથી વ્યક્ત જ છે. II૯૧|| ટીકા :_ 'सिद्धान्त' इतिः-सिद्धान्ते सूत्रकृदाख्ये हि निश्चितं ततो मिश्रत्वपक्षो बन्धानौपयिकः बन्धाननगुणः विरत्यविरतिस्थानयोर्योऽन्वयोऽनुगमः, तदपेक्षया स्वरूपमात्रेण इति यावत्, परिभाषितः सङ्केतितः सोऽपि परिभाषितमिश्रपक्षोऽपि पुरतो=अग्रे फलापेक्षया धर्मेऽन्तर्भावितः, ततोऽस्य गृहिणः विशेषेक्षिणां=विशेषदर्शिनां पूजापौषधयोस्तुल्यता किमु न व्यक्ता ? अपि तु व्यक्ता एव !
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy