________________
પ્રતિમાશતક | શ્લોક : ૯૧
૧૩૫૧
મુગ્ધજીવો આ વિકલ્પજાળમાં અટવાઈ જાય અને પૂજાના વાસ્તવિક સ્વરૂપનો બોધ કરી શકે નહિ, એથી અમે એ વિકલ્પોનો ત્યાગ કરીને અભિન્ન સૂત્રના આદેશથી=નયવિભાગને સ્પર્યા વગર સૂયગડાંગ સૂત્રમાં જે મિશ્રપક્ષ કહ્યો છે, તે સૂત્રના આદેશથી, શ્રાદ્ધોને મિશ્રપક્ષ જ છે, એ પ્રમાણે જોઈએ છીએ. તેથી એ રીતે જોતા એવા અમને અધિકૃત દ્રવ્યસ્તવનું મિશ્રપણું રુચે છે અર્થાત્ જે પૂજાનો અધિકાર ચાલુ છે તેવા અધિકૃત દ્રવ્યસ્તવનું મિશ્રપણું અમને રુચે છે, એમ પાર્જચંદ્ર કહે છે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
શાસ્ત્રોના અર્થને જાણવા માટે ગુરુકુલવાસની ઉપાસના કરી નથી એવા તને સિદ્ધાંતના તાત્પર્યનું પરિજ્ઞાન કેવી રીતે સંભવે ? અર્થાત્ સંભવતું નથી. આથી દુરાશયવાળો એવો તું મનસ્વી રીતે શાસ્ત્રવચનને ગ્રહણ કરીને પૂજાને ધર્માધર્મરૂપ મિશ્રપક્ષમાં સ્થાપન કરે છે. તેથી ઘણા યોગ્ય જીવો તારા વચનથી વ્યામોહિત થઈને ભગવાનની પૂજાને મિશ્ર સ્વીકારીને પૂજાનો ત્યાગ કરશે અને પોતાનું અહિત પ્રાપ્ત કરશે; અને તે અહિતની પ્રાપ્તિનું કારણ બને એવો તારો ઉપદેશ છે, માટે તું દુરાશયવાળો છે.
અહીં પ્રશ્ન થાય કે પૂર્વપક્ષીને સિદ્ધાંતના તાત્પર્યનું અપરિજ્ઞાન કઈ અપેક્ષાએ છે ? તે અપેક્ષા ગ્રંથકારશ્રી કહે છે –
સૂયગડાંગ સૂત્રમાં વ્યવહારનયના આદેશથી ત્રણ પક્ષનું વર્ણન કર્યું છે. તે ત્રણ પક્ષ : (૧) ધર્મપક્ષ, (૨) અધર્મપક્ષ અને (૩) ધર્માધર્મપક્ષ છે, અને આ ધર્માધર્મપક્ષ કર્મબંધને માટે ઉપયોગી નથી. વળી તે સૂયગડાંગ સૂત્રમાં જ સંગ્રહનયના આદેશથી કર્મબંધરૂપ ફળને સામે રાખીને ધર્મપક્ષ અને અધર્મપક્ષરૂપ બે પક્ષ કહ્યા છે. તેથી પાર્થચંદ્ર પૂજાની ક્રિયામાં પુષ્પાદિ જીવોની હિંસા છે, તેને આશ્રયીને દ્રવ્યસ્તવમાં ધર્માધર્મરૂપ મિશ્રપક્ષ સ્વીકારે છે તે સંગત નથી; કેમ કે સૂયગડાંગ સૂત્રના વચન પ્રમાણે તો શ્રાવકોના મિશ્રપક્ષનો પૂજા અને પૌષધમાં કોઈ ભેદ નથી અર્થાતુ વ્યવહારનયથી જે ત્રણ ભેદ પાડ્યા છે, તેમાં દેશવિરતિ શ્રાવકની સર્વ ક્રિયાઓ ધર્માધર્મરૂપ=મિશ્રરૂપ સ્વીકારેલ છે, તેથી શ્રાવકોને મિશ્રપક્ષ કહેલ છે. તેથી પૂજામાં પણ મિશ્રપક્ષ છે અને પૌષધમાં પણ મિશ્રપક્ષ છે. જ્યારે પાર્જચંદ્ર તો પૂજામાં પુષ્પાદિ જીવોની હિંસાને સામે રાખીને મિશ્રપક્ષ કહે છે, પરંતુ દેશવિરતિને સામે રાખીને મિશ્રપક્ષ કહેતો નથી. માટે સિદ્ધાંતના તાત્પર્યને જાણ્યા વગર સૂયગડાંગ સૂત્રના વચનને ગ્રહણ કરીને શ્રાવકના દ્રવ્યસ્તવને ધર્માધર્મરૂપ મિશ્ર સ્વીકારે છે, તે તેનું સૂયગડાંગ સૂત્રના તાત્પર્યનું અપરિજ્ઞાન છે, એ પ્રકારના અભિપ્રાયથી ગ્રંથકારશ્રી શ્લોકમાં કહે છે -
અહીં વિશેષ એ છે કે સૂયગડાંગ સૂત્રમાં સર્વવિરતિ ધર્મમાં સર્વ સાવઘની નિવૃત્તિ છે, તેથી પૂર્ણધર્મ છે, માટે સર્વવિરતિ ધર્મને ધર્મપક્ષરૂપે સ્વીકારેલ છે; અને દેશવિરતિધર શ્રાવક પૂજા કરતો હોય, સામાયિક કરતો હોય યાવતું પ્રતિમાઓ વહન કરતો હોય તો પણ તેમને દેશથી વિરતિ છે, પરંતુ સંપૂર્ણ વિરતિ નથી. તેને સામે રાખીને દેશવિરતિધર શ્રાવકની સર્વ પ્રવૃત્તિને ધર્માધર્મરૂપ કહેલ છે, અને અવિરતિવાળા સમ્યગ્દષ્ટિ કે મિથ્યાદૃષ્ટિ સર્વ જીવોની પ્રવૃત્તિને અધર્મરૂપ કહેલ છે. અને આ ત્રણ વિભાગ પૂર્ણવિરતિ શું છે ? દેશવિરતિ શું છે ? અને અવિરતિ શું છે ? તેનો બોધ કરાવવા અર્થે છે, પરંતુ સેવાતા અનુષ્ઠાનથી