________________
પ્રતિમાશતક | શ્લોક : ૮૮-૮૯ વ્યાપારાનુબંધિ વિષયતાનયથી યોગનું શુદ્ધાશુદ્ધ વિષયપણું છે અર્થાત્ વીર્યસ્ફુરણરૂપ વ્યાપારના સંબંધવાળી વિષયતાને જોનાર જે નયદૃષ્ટિ છે, તે દૃષ્ટિથી યોગ શુદ્ધાશુદ્ધ વિષયવાળો છે.
જેમ - ભગવાનની પૂજાના કાળમાં મન, વચન અને કાયાને અવલંબીને જે વીર્યસ્ફુરણ થાય છે, તે રૂપ જે વ્યાપાર, એની સાથે સંબંધવાળો વિષય ભગવાનની ભક્તિની ક્રિયા છે; અને તે ભગવાનની ભક્તિની ક્રિયામાં રહેલી વિષયતાને જોનારી જે દૃષ્ટિ છે, તે રૂપ નયદૃષ્ટિથી વિચારીએ તો, ભગવાનની પૂજાની ક્રિયાના કાળમાં તે યોગનો વિષય, અવિધિ અંશ હોય ત્યારે, તે વ્યાપારના સંબંધવાળી અવિધિમાં અશુદ્ધ વિષયતા છે; અને જ્યારે તે વ્યાપાર સાથે સંબંધવાળો વિષય ભગવાનની ભક્તિ હોય ત્યારે, તે વ્યાપારના સંબંધવાળી ભગવાનની ભક્તિમાં શુદ્ધ વિષયતા છે, તેથી યોગનું શુદ્ધાશુદ્ધ વિષયપણું કહેલ છે; પરંતુ યોગના પોતાના સ્વરૂપથી વિચારીએ તો યોગનો કોઈ વિષય નથી, પરંતુ યોગ એ આત્મપ્રદેશના કંપનસ્વરૂપ ક્રિયાવિશેષ છે.
૧૩૧૬
અહીં વિશેષ એ છે કે કેવલજ્ઞાન થયા પછી કેવલી વિહારાદિ કરતા હોય ત્યારે તેમના યોગને પ્રાપ્ત ક૨ીને કોઈ જીવની હિંસા થાય ત્યારે પણ કેવલીને દ્વિસામાયિક કર્મબંધ થાય છે, અને જ્યારે તેમના યોગને પ્રાપ્ત કરીને કોઈ જીવની હિંસા થતી નથી, ત્યારે પણ કેવલીને દ્વિસામાયિક કર્મબંધ થાય છે. તેથી એ ફલિત થાય કે કેવલીનો વીર્યવ્યાપાર હિંસા થાય છે ત્યારે અશુદ્ધ છે અને હિંસા થતી નથી ત્યારે શુદ્ધ છે તેમ નથી, પરંતુ હિંસા થતી હોય કે હિંસા ન થતી હોય બંને વખતે તે વીર્યવ્યાપારસ્કૃત માત્ર બે સમયનો કર્મબંધ થાય છે. તેમ સંસારી જીવોના વીર્યવ્યાપારથી પણ એ રીતે જ કર્મબંધ થવો જોઈએ, પરંતુ સંસારી જીવોનો જે વીર્યવ્યાપાર છે, તે કર્મબંધને અનુકૂળ એવી બાહ્યપ્રવૃત્તિ સાથે સંબંધવાળો હોય ત્યારે અશુદ્ધ વિષયતાવાળો તે વીર્યવ્યાપાર છે, અને જ્યારે સંસારી જીવોને વીર્યવ્યાપાર કર્મનિર્જરાને અનુકૂળ પ્રવૃત્તિ સાથે સંબંધવાળો હોય ત્યારે શુદ્ધ વિષયતાવાળો તે વીર્યવ્યાપાર છે, તેમ વ્યવહાર થાય છે; કેમ કે જ્યારે જીવનો કર્મબંધને અનુકૂળ પ્રવૃત્તિ સાથે વીર્યવ્યાપાર હોય ત્યારે અશુદ્ધ ભાવો જીવમાં વર્તે છે, માટે કર્મબંધ થાય છે; અને જ્યારે નિર્જરાને અનુકૂળ પ્રવૃત્તિ સાથે સંબંધવાળો વીર્યવ્યાપાર હોય ત્યારે શુદ્ધ ભાવો જીવમાં વર્તે છે, માટે નિર્જરા થાય છે. પરંતુ કેવલીને તેવા શુદ્ધાશુદ્ધ ભાવો નહિ હોવાથી માત્ર યોગકૃત કર્મબંધ થાય છે. તેથી યોગ શુદ્ધાશુદ્ધ વિષયવાળો નથી, પરંતુ યોગથી થતી પ્રવૃત્તિને કા૨ણે જીવમાં નિર્જરાને અનુકૂળ કે કર્મબંધને અનુકૂળ ભાવો થાય છે, તેને આશ્રયીને યોગને શુદ્ધાશુદ્ધ વિષયવાળો કહેલ છે, પરંતુ ભાવની વિવક્ષા કર્યા વગર યોગની વિચારણા કરીએ તો સ્વતઃ યોગનો વિષય શુદ્ધ કે અશુદ્ધ કોઈ નથી. II૮૮॥
અવતરણિકા :
निश्चयतस्तु शुद्धाशुद्धयोगो नास्त्येव' इत्याह
અવતરણિકાર્થ :
નિશ્ચયથી વળી શુદ્ધાશુદ્ધ યોગ નથી જ એ પ્રકારે ગ્રંથકારશ્રી કહે છે –
-