________________
પ્રતિમાશતક | શ્લોક : ૮૮
૧૩૧૫
તે પરિસ્પંદનનો વિષય કોઈ નથી. તેથી યોગનું શુદ્ધાશુદ્ધવિષયપણું છે, તેમ કેમ કહી શકાય ? તેથી ગ્રંથકારશ્રી કહે છે –
शुद्धाशुद्धविषयत्वं સ્મર્ત્તવ્યમ્ ।। અને વ્યાપારાનુબંધિવિષયતાનયથી=વ્યાપારના સંબંધવાળી વિષયતાને જોનાર નયદૃષ્ટિથી, યોગનું શુદ્ધાશુદ્ધ વિષયપણું છે; કેમ કે સ્વતઃ યોગનું નિર્વિષયપણું છે, એ પ્રમાણે જાણવું. ૮૮॥
.....
ભાવાર્થ:
કોઈ શ્રાવક ભગવાનની ભક્તિથી ભગવાનની પૂજા કરતા હોય, આમ છતાં ભક્તિકાળમાં શાસ્ત્રોક્ત વિધિમાં સમ્યગ્ યત્ન ન હોય તો તે શ્રાવકની ભગવાનની પૂજા અવિધિવાળી છે; અને તે અવિધિવાળી પૂજાની ક્રિયાને શાસ્ત્રકારોએ અવિધિરૂપ અશુદ્ધ અંશ અને ભગવાનની ભક્તિરૂપ શુદ્ધ અંશને આશ્રયીને શુદ્ધાશુદ્ધરૂપ કહી છે. તેને સામે રાખીને પાર્શ્વચંદ્ર કહે છે કે એક કાળની ક્રિયામાં શુદ્ધાશુદ્ધ યોગ શાસ્ત્રોક્ત જ છે. આથી અવિધિવાળી ભગવાનની પૂજાની ક્રિયાને શાસ્ત્રકારોએ શુદ્ધાશુદ્ધ યોગવાળી સ્વીકારી છે. તેથી ચોથા ભાંગાનો અવકાશ પૂજામાં છે; કેમ કે ભગવાનની ભક્તિનો અંશ શુદ્ધ યોગરૂપ છે અને પુષ્પાદિ જીવોના ઉપમર્ધનરૂપ અંશ અશુદ્ધ યોગરૂપ છે, આ પ્રકારના પાર્શ્વચંદ્રના કથનમાં ગ્રંથકા૨શ્રી કહે છે -
વ્યવહારનયની દૃષ્ટિથી અવિધિવાળી ભગવાનની પૂજાને શાસ્ત્રકારોએ શુદ્ધાશુદ્ધ સ્વીકારી છે, પરંતુ હિંસાના અંશને અને ભક્તિના અંશને આશ્રયીને શુદ્ધાશુદ્ધ સ્વીકારી નથી; અને આ વ્યવહારનયનું કથન પણ એક કાળની ક્રિયાને શુદ્ધાશુદ્ધ રૂપે કહેતું નથી, પરંતુ સ્થૂલ વ્યવહા૨દૃષ્ટિથી પૂજાના દીર્ઘકાળને એક કાળરૂપે સ્વીકા૨ીને જ્યારે શ્રાવકનો ઉપયોગ અવિધિ અંશમાં છે, ત્યારે અશુદ્ધ યોગ છે, અને જ્યારે ભક્તિઅંશમાં ઉપયોગ છે ત્યારે શુદ્ધયોગ છે, અને તે બંને ભિન્નકાળમાં હોવા છતાં સ્કૂલ વ્યવહા૨દૃષ્ટિથી પૂજાના એક કાળમાં છે, તેમ કહીને, તે પૂજાની ક્રિયાને શુદ્ધાશુદ્ધરૂપે કહેલ છે. આથી જેમ કોઈ વ્યક્તિને રજત અને શક્તિ બે સાથે દેખાય અને તે બંનેમાં આ બંને રજત છે, એવું જ્ઞાન થાય ત્યારે, તે જ્ઞાનમાં શુક્તિઅંશમાં રજતનું જ્ઞાન ભ્રમરૂપ છે અને રજત અંશમાં રજતનું જ્ઞાન પ્રમારૂપ છે. તેથી તે જ્ઞાનના એક અંશમાં ભ્રમ અને એક અંશમાં પ્રમા છે. તેની જેમ ભગવાનની પૂજામાં જે અંશમાં અવિધિનો ઉપયોગ છે, તે અંશમાં અશુદ્ધ વિષયવાળી પૂજાની ક્રિયા છે, અને જે અંશમાં ભક્તિનો ઉપયોગ છે, તે અંશમાં શુદ્ધ વિષયવાળી પૂજાની ક્રિયા છે; પરંતુ શુદ્ધ અને અશુદ્ધ ઉપયોગના મિશ્રણરૂપ તે પૂજાની ક્રિયા નથી અર્થાત્ હિંસારૂપ અશુદ્ધ યોગ અને ભગવાનની ભક્તિરૂપ શુદ્ધયોગ એ સ્વરૂપ શુદ્ધાશુદ્ધ યોગના મિશ્રણવાળી ભગવાનની ભક્તિની ક્રિયા નથી; કેમ કે શુદ્ધાશુદ્ધ યોગનો વિરોધ જ છે, એથી મિશ્રપક્ષને જલાંજલિ અપાઈ.
અહીં પ્રશ્ન થાય કે યોગ એ તો મન, વચન અને કાયાને અવલંબીને થતા વીર્યસ્ફુરણરૂપ ક્રિયા છે, તે ક્રિયાનો કોઈ વિષય નથી. તેથી યોગને શુદ્ધાશુદ્ધ વિષયવાળો છે, એમ કેમ કહી શકાય ? તેથી ગ્રંથકારશ્રી કહે છે -