________________
૧૩૧૪
પ્રતિમાશતક | શ્લોક : ૮૮
છે પ્રસિદ્ધિન્વેત્યાગાદિ - અહીં ‘પ'થી એ કહેવું છે કે એકીસાથે ધર્માધર્મરૂપ બે ક્રિયાનો વિરોધ તો છે, પરંતુ વિરોધ ન સ્વીકારીએ તોપણ દ્રવ્યસ્તવમાં ધર્માધર્મરૂપ મિશ્ર ક્રિયાની અસિદ્ધિ છે, એને પણ કહે છે.
હતુર્યો.પિ મો વૃથા - અહીં ‘પ'થી એ કહેવું છે કે પ્રથમના ત્રણ ભાંગા તો વૃથા છે, પરંતુ ચોથો ભાંગો પણ વૃથા છે. ભાવાર્થ :
પૂર્વમાં શાસ્ત્રવચનની યુક્તિથી સ્થાપન કર્યું કે પરસ્પર ભિન્ન વિષયવાળી બે ક્રિયાઓ એકી સાથે હોય નહિ, માટે ધર્માધર્મગત બે ક્રિયાઓ ભગવાનની પૂજામાં નથી. હવે દ્રવ્યસ્તવસ્થાનમાં કોઈપણ સ્થળનો વિચાર કરીએ તો ધર્માધર્મગત બે ક્રિયાની પ્રાપ્તિ નથી. તે આ રીતે –
જો સંસારના આશયથી દ્રવ્યસ્તવની પ્રવૃત્તિ થતી હોય તો તે સંસારના આરંભ-સમારંભ જેવી જ પ્રવૃત્તિ છે, માટે તે ક્રિયા અધર્મરૂપ છે, પરંતુ ધર્માધર્મરૂપ મિશ્ર ક્રિયા નથી; અને ભગવાનના ગુણો પ્રત્યેના બહુમાનથી ભગવાનની ભક્તિની ક્રિયા થતી હોય તો તે ક્રિયા ધર્મરૂપ છે, પરંતુ ધર્માધર્મરૂપ નથી. માટે દ્રવ્યસ્તવની પ્રવૃત્તિ ધર્માધર્મરૂપ ક્રિયાવાળી છે, તેમ કહી શકાય નહિ.
આ કારણથી=એકી સાથે પરસ્પર વિરુદ્ધ ક્રિયાઓ હોઈ શકે નહિ અને દ્રવ્યસ્તવમાં ધર્માધર્મગત મિશ્ર ક્રિયા નથી આ કારણથી, ચોથો ભાંગો પણ મિશ્રપક્ષના સમર્થન માટે ઉપન્યાસ થઈ શકતો નથી. માટે પાર્જચંદ્રને અભિમત ધર્માધર્મરૂપ મિશ્રપક્ષ સ્વીકારી શકાય નહિ.
શ્લોકના ત્રીજા-ચોથા પાદનું ઉત્થાન કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ટીકાર્ય :
શુદ્ધ શુદ્ધ યોજના — મિશ્રપક્ષનનાન્નતિઃ પાર્જચંદ્ર કહે છે કે શુદ્ધાશુદ્ધ યોગ શાસ્ત્રોક્ત જ છે. એથી ત્યાં=ભગવાનની પૂજામાં, ચોથા ભાંગાનો અવકાશ કેમ ન થાય? અર્થાત્ થાય. આમાં=પાર્જચંદ્રના કથનમાં, ગ્રંથકારશ્રી શ્લોકના ત્રીજા-ચોથા પાદથી કહે છે –
અવિધિ દ્વારા જે જિનાર્ચનાદિ શુદ્ધાશુદ્ધ યોગ નિશ્ચિત શાસ્ત્રમાં કહેવાયો છે, તે પણ વ્યવહારનું દર્શન છે વ્યવહારનયની દૃષ્ટિ છે અર્થાત્ પૂજાના દીર્ઘકાળને સ્થૂલથી એક કાળરૂપ ગ્રહણ કરીને ભિન્નકાળમાં વર્તતી બે ક્રિયાઓને એકકાળવર્તી સ્વીકારીને ઉપચારથી કહેનાર વ્યવહારનયની દૃષ્ટિ છે. આથી-જિનાર્ચનાદિમાં શુદ્ધાશુદ્ધ યોગ કહેવાયો છે, એ વ્યવહારનયનું દર્શન છે, આથી, એક છે અંશમાં ભ્રમપ્રકારૂપ એક જ્ઞાનની જેમ અંશમાં શુદ્ધાશુદ્ધ વિષયવાળો છે, પરંતુ બેના=શુદ્ધાશુદ્ધ યોગરૂ૫ બેના, મિશ્રણથી નહિ; કેમ કે તે બેનો શુદ્ધાશુદ્ધયોગરૂ૫ બે યોગનો, વિરોધ જ છે=એક કાળમાં સાથે રહેવામાં વિરોધ જ છે, એથી મિશ્રપક્ષને જલાંજલિ અપાઈ=મિશ્રપક્ષનો ત્યાગ કરાયો.
પૂર્વમાં કહ્યું કે યોગનું શુદ્ધાશુદ્ધપણું જે કહેવાયું છે, તે પણ વ્યવહારનયનું દર્શન છે. ત્યાં પ્રશ્ન થાય કે યોગ તો મન, વચન અને કાયાના પુદ્ગલને અવલંબીને આત્મામાં થતા સ્પંદનાત્મક પરિણામરૂપ છે અને