________________
૧૨૮૮
પ્રતિમાશતક | શ્લોક ઃ ૮૫
ઊતરે છે, તોપણ નદી ઊતરતી વખતે પૂર્ણ યતના પાળતા નથી, તેઓમાં તાદેશ પ્રમાદરૂપ વ્યાપારસંબંધથી હિંસાનું સામાનાધિકરણ્ય પ્રાપ્ત થશે. માટે ધર્માધર્મરૂપ મિશ્રપક્ષની પ્રાપ્તિ થશે. તેનું નિરાકરણ ક૨વા અર્થે ગ્રંથકારશ્રી કહે છે
सद् તત્ । સર્વ્યવહારમાં પર્યવસાન હોવાથી=આત્મકલ્યાણના અર્થે ભગવાનની પૂજાની પ્રવૃત્તિ જે શ્રાવકો કરે છે, આમ છતાં અનાભોગ કે સહસાત્કારથી યતનામાં સ્ખલના પામે છે, તેવા શ્રાવકોની પૂજા પણ સર્વ્યવહારમાં પર્યવસાન થતી હોવાથી, અને જે સાધુઓ સંયમની વૃદ્ધિના અર્થે અપવાદથી નદી ઊતરે છે, આમ છતાં અનાભોગ કે સહસાત્કારથી યતનામાં સ્ખલના પામે છે, તેવા સાધુઓની નદી ઊતરવાની ક્રિયા પણ સર્વ્યવહારમાં પર્યવસાન થતી હોવાથી ધર્માધર્મરૂપ મિશ્રપક્ષમાં પ્રવેશ કરાવનારી નથી. કૃતિ=એથી આ=ભગવાનની પૂજાની ક્રિયામાં અને સાધુને નદી ઊતરવાની ક્રિયામાં લોકવ્યવહારથી થતી હિંસા મિશ્રપક્ષમાં પ્રવેશ કરાવનાર છે એ ન હ્રિશ્વિ=અર્થ વગરનું છે.
.....
ભાવાર્થ :
શ્લોકના પ્રથમ પાદથી ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે વિધિપૂર્વક ભગવાનની પૂજા ક૨ના૨ શ્રાવકમાં અને વિધિપૂર્વક નદી ઊતરનાર સાધુમાં પ્રમત્તયોગ નહિ હોવાને કારણે શાસ્ત્રવ્યવહારથી હિંસા નથી. ત્યાં કોઈ કહે કે શાસ્ત્રવ્યવહારથી પૂજામાં કે નદી ઊતરવામાં હિંસા નહિ હોવા છતાં જે સ્થાનમાં જીવો મરતા હોય તે સ્થાનમાં લોકવ્યવહારથી હિંસાનો સ્વીકાર થાય છે માટે તે પ્રવૃત્તિમાં ધર્મઅધર્મરૂપ મિક્ષપક્ષ માનવો જોઈએ તેને ગ્રંથકારશ્રી કહે છે
બાહ્ય લોકવ્યવહારની અપેક્ષાએ જે હિંસા દેખાય છે, તે હિંસા ગૃહસ્થની પૂજાની ક્રિયામાં કે સાધુની નદી ઊતરવાની ક્રિયામાં મિશ્રપક્ષમાં પ્રવેશ કરાવના૨ નથી; કેમ કે કર્મબંધ જીવના પરિણામથી થાય છે, અને ભગવાનની પૂજા કરનાર શ્રાવક અને નદી ઊતરનાર સાધુ ભગવાનની આજ્ઞાને પરતંત્ર ઉચિત યતનાપરાયણ છે, તેથી તેમની કર્મબંધને અનુકૂળ પરિણતિ નથી, પરંતુ નિર્જરાને અનુકૂળ પરિણતિ છે; વળી, લોકવ્યવહારથી થતી હિંસા હિંસ્ય વ્યક્તિમાં હોય છે. તેથી પૂજા કરનાર શ્રાવકમાં કે નદી ઊતરનાર સાધુમાં રહેલ વિધિશુદ્ધ ભાવ સાથે હિંસાનું એકાધિકરણ નથી. માટે શ્રાવકની પૂજાની ક્રિયા અને સાધુની નદી ઊતરવાની ક્રિયા મિશ્રપક્ષમાં પ્રવેશ પામતી નથી, પરંતુ નિર્જરાને અનુકૂળ એવો ધર્મપક્ષ શ્રાવક અને સાધુમાં પ્રાપ્ત થાય છે.
અહીં કોઈ કહે કે હિંસાને અનુકૂળ વ્યાપાર નદી ઊતરવાની ક્રિયામાં પણ છે અને હિંસાને અનુકૂળ વ્યાપાર પૂજાની ક્રિયામાં પણ છે, તેથી હિંસાનુકૂલ વ્યાપારસંબંધથી શ્રાવકની પૂજાની ક્રિયામાં કે સાધુની નદી ઊતરવાની ક્રિયામાં તે હિંસાની પ્રાપ્તિ થઈ શકશે. માટે શ્રાવકની પૂજાની ક્રિયામાં અને સાધુની નદી ઊતરવાની ક્રિયામાં મિશ્રપક્ષ સ્વીકારી શકાશે. તેને ગ્રંથકારશ્રી કહે છે
-
હિંસાનુકૂલ વ્યાપારસંબંધથી હિંસાની ક્રિયાને નદી ઊતરનાર સાધુમાં અને પૂજા કરનાર શ્રાવકમાં સ્વીકારીને હિંસા અને ધર્મનું સામાનાધિકરણ્ય સ્વીકારવામાં આવે તો, તેરમા ગુણસ્થાનક સુધી કેવલીને