________________
પ્રતિમાશતક | શ્લોકઃ ૮૫
૧૨૮૯ યોગની પ્રવૃત્તિ છે, અને તે યોગથી પ્રવૃત્તિ કરનાર કેવલીને પણ વાઉકાયાદિ જીવોની હિંસાનો સંભવ છે, તેથી હિંસાનુકૂલ વ્યાપાર સંબંધી કેવલીમાં હિંસાની પ્રાપ્તિ થશે અને કેવલી સુધી સર્વને ધર્માધર્મરૂપ મિશ્રપક્ષ માનવાની આપત્તિ આવશે. માટે લોકવ્યવહારથી થતી બાહ્ય હિંસાને સ્વાનુકૂલ વ્યાપારસંબંધથી આત્મામાં ગ્રહણ કરીને મિશ્રપક્ષ સ્વીકારી શકાય નહિ.
અહીં કોઈ કહે કે ભગવાનની પૂજા કરનાર શ્રાવક શાસ્ત્રવિધિ અનુસાર પૂજા કરતા હોય અને નદી ઊતરનાર સાધુ શાસ્ત્રવિધિ અનુસાર નદી ઊતરતા હોય તોપણ હિંસાના પરિવાર માટે સાધનો અને શ્રાવકનો યત્ન નથી. આથી પાણીના અને પુષ્પોના જીવોની હિંસા થાય છે. તેથી પૂજા કરનાર શ્રાવકમાં પણ તેવા પ્રકારનો પ્રમાદ છે અને વિધિપૂર્વક નદી ઊતરનાર સાધુમાં પણ તેવા પ્રકારનો પ્રમાદ છે અને તે પ્રમાદરૂપ વ્યાપાર સંબંધથી પૂજામાં થતી હિંસા શ્રાવકમાં પ્રાપ્ત થશે અને નદી ઊતરવાની ક્રિયામાં થતી હિંસા સાધુમાં પ્રાપ્ત થશે. તેથી સાધુમાં અને શ્રાવકમાં હિંસા અને ધર્મનું એકાધિકરણ પ્રાપ્ત થશે. તેથી શ્રાવકની પૂજાની ક્રિયામાં અને સાધુની નદી ઊતરવાની ક્રિયામાં મિશ્રપક્ષ સ્વીકારી શકાશે. તેનું નિરાકરણ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે –
તેવા પ્રકારના પ્રમાદરૂપ વ્યાપારસંબંધથી સામાનાધિકરણ્યનું અપ્રમાદભાવ સ્થળમાં કહેવું શક્ય નથી.
આશય એ છે કે જે શ્રાવક ભગવાનની પૂજાનાકાળમાં ભગવાની આજ્ઞાને પરતંત્ર થઈને પૂર્ણ વિધિનું પાલન કરે છે અને જે સાધુ નદી ઊતરતી વખતે ભગવાનની આજ્ઞાનું પૂર્ણ પાલન કરે છે, તે શ્રાવકમાં કે તે સાધુમાં અપ્રમાદભાવ છે અર્થાત્ પૂજા કરનાર શ્રાવકમાં ભગવાનની આજ્ઞાને પરતંત્ર થવારૂપ અપ્રમાદભાવ છે અને વિધિપૂર્વક નદી ઊતરનાર સાધુમાં પણ ભગવાનની આજ્ઞાને પરતંત્ર થવારૂપ અપ્રમાદભાવ છે, તેથી તે વખતે થતી જીવોની હિંસામાં તેવા પ્રકારનો પ્રમાદ છે, તેમ એકેય સ્થળમાં કહી શકાય નહિ. માટે તેવા પ્રકારના પ્રમાદરૂપ વ્યાપારસંબંધથી વિધિપૂર્વક પૂજા કરનાર શ્રાવકમાં કે વિધિપૂર્વક નદી ઊતરનાર સાધુમાં હિંસાની સાથે ધર્મનું સામાનાધિકરણ્ય છે, તેમ કહી શકાય નહિ. માટે ભગવાનની પૂજાની ક્રિયામાં કે સાધુની નદી ઊતરવાની ક્રિયામાં શ્રાવકને અને સાધુને લોકવ્યવહારથી થતી હિંસાને આશ્રયીને મિશ્રપક્ષની પ્રાપ્તિ નથી.
અહીં કોઈ કહે કે શ્રાવક ભગવાનની પૂજા કરે છે, ત્યાં અનાભોગાદિથી કોઈ સ્કૂલના થાય ત્યારે તેવા પ્રકારનો પ્રસાદ પ્રાપ્ત થાય છે, અને સાધુ પણ વિધિપૂર્વક નદી ઊતરે છે, ત્યારે અનાભોગાદિથી કોઈ અલના થાય ત્યારે તેવા પ્રકારના પ્રમાદની પ્રાપ્તિ થાય છે, અને તેવા પ્રકારના પ્રમાદરૂપ વ્યાપારસંબંધથી શ્રાવકની પૂજાની ક્રિયામાં અને સાધુની નદી ઊતરવાની ક્રિયામાં મિશ્રપક્ષની પ્રાપ્તિ થશે. માટે શ્રાવકે હિંસાત્મક પૂજામાં યત્ન કરવો જોઈએ નહિ અને સાધુએ હિંસાત્મક નદી ઊતરવાની ક્રિયામાં યત્ન કરવો જોઈએ નહિ. તેથી ગ્રંથકારશ્રી કહે છે –
શ્રાવકની ભગવાનની ભક્તિની ક્રિયા અને રત્નત્રયીની વૃદ્ધિ અર્થે સાધુની નદી ઊતરવાની ક્રિયા સવ્યવહારમાં પર્યવસાન થનાર છે. તેથી ક્વચિત્ અનાભોગાદિથી શ્રાવકની પૂજાકાળમાં સ્કૂલના થાય કે