________________
પ્રતિમાશતક | શ્લોક : ૮૫
૧૨૮૭ હિંસાની ક્રિયા અને ભગવાનની ભક્તિરૂપ ભાવનું એકાધિકરણ પ્રાપ્ત થાય છે. તેથી શ્રાવકની પૂજાને મિશ્ર સ્વીકારી શકાશે.
એ જ રીતે સ્વાનુકૂલવ્યાપારસંબંધથી નદી ઊતરવામાં થતી હિંસાની ક્રિયા સાધુના આત્મામાં પ્રાપ્ત થાય છે, અને સાધુના આત્મામાં આજ્ઞાશુદ્ધ ભાવ છે, તેથી સ્વાનુકૂલવ્યાપારસંબંધથી હિંસાની ક્રિયા અને આજ્ઞાશુદ્ધ ભાવનું એકાધિકરણ પ્રાપ્ત થાય છે. માટે સાધુની નદી ઊતરવાની ક્રિયાને પણ મિશ્ર સ્વીકારી શકાશે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
સ્વાનુન ..... ગતિપ્રસાત્તિ, સ્વાનુકૂલવ્યાપારસંબંધથી યોગનું ગ્રહણ કરીને મન, વચન અને કાયાના વ્યાપારરૂપ યોગને ગ્રહણ કરીને, તેના હિંસાના સામાનાધિકરણ્યનો કેવલી સુધી અતિપ્રસંગ હોવાથી વિધિપૂર્વકની શ્રાવકની પૂજાની ક્રિયા અને વિધિપૂર્વકની સાધુની નદી ઊતરવાની ક્રિયા મિશ્રપક્ષમાં પ્રવેશ કરાવનારી નથી, એમ અવય છે.
અહીં કોઈ કહે કે અપ્રમત્ત સાધુથી કેવલી સુધીના સુસંયમી સાધુઓ અપ્રમાદભાવથી સંયમમાં યત્ન કરનારા હોવાથી તેઓના કાયિકાદિ યોગને આશ્રયીને કોઈ હિંસા થાય તે હિંસા તેમના આત્મામાં પ્રાપ્ત થતી નથી, પરંતુ જે સાધુઓ જાણે છે કે નદી ઊતરવામાં અખાયાદિ જીવોની હિંસા છે, આમ છતાં નદી ઊતરવાનો પરિહાર કરતા નથી પરંતુ યતનાપૂર્વક નદી ઊતરે છે તે સાધુઓમાં નદી ઊતરવામાં થતી હિંસાના પરિવાર માટે નદી ઊતરવાનો ત્યાગ કરે એવો અપ્રમાદભાવ નથી, તેથી તેઓમાં તાદશ પ્રમાદરૂપ વ્યાપારસંબંધથી હિંસાનું સામાનાધિકરણ્ય છે; અને જે શ્રાવકો વિધિપૂર્વક ભગવાનની પૂજા કરે છે, તેઓ પણ પૂજામાં પુષ્પાદિ જીવોની હિંસા થાય છે તેના પરિવાર માટે પૂજાનાં ત્યાગનો યત્ન કરતા નથી, તેથી તાદૃશ પ્રમાદરૂપ વ્યાપારસંબંધથી તેઓમાં હિંસાનું સામાનાધિકરણ્ય છે. માટે અપ્રમત્ત સાધુઓને યોગને આશ્રયીને હિંસાનું સામાનાધિકરણ્ય પ્રાપ્ત થશે નહિ, પરંતુ નદી ઊતરનાર સાધુને અને ભગવાનની પૂજા કરનાર શ્રાવકને તાદશપ્રમાદરૂપ વ્યાપારસંબંધથી હિંસાનું સામાનાધિકરણ્ય પ્રાપ્ત થશે. તેથી ધર્માધર્મરૂપ મિશ્રપક્ષની પ્રાપ્તિ નદી ઊતરનાર સાધુમાં અને પૂજા કરનાર શ્રાવકમાં પ્રાપ્ત થશે, અને અપ્રમત્ત મુનિથી કેવલી સુધીનાને આશ્રયીને થતી હિંસાથી મિશ્રપક્ષની પ્રાપ્તિ થશે નહિ. તેના નિરાકરણ અર્થે ગ્રંથકારશ્રી કહે છે -
તાદૃશ ... 1શવત્વ, તેવા પ્રકારના પ્રમાદરૂપ વ્યાપારસંબંધથી સામાતાધિકરણ્યનું અપ્રમાદભાવ સ્થળમાં સાધુની કે શ્રાવકની અપ્રમાદ પૂર્વક શાસ્ત્રાનુસારી ક્રિયામાં કહેવા માટે અશક્યપણું હોવાથી શ્રાવકની પૂજાની ક્રિયામાં કે સાધુની નદી ઊતરવાની ક્રિયામાં ધમધર્મરૂપ મિશ્રપક્ષ નથી.
અહીં કોઈ કહે કે જે શ્રાવકો શાસ્ત્રની પૂર્ણવિધિ અનુસાર અપ્રમાદભાવથી ભગવાનની પૂજા કરતા નથી, તેવા જીવોની પૂજામાં થતી પુષ્પાદિ જીવોની હિંસા તાદશ પ્રમાદરૂપ વ્યાપારસંબંધથી પૂજા કરનારમાં પ્રાપ્ત થાય છે. તેથી તેવા જીવોની પૂજાની ક્રિયામાં ધર્માધર્મરૂપ સામાનાધિકરણ્યની પ્રાપ્તિ થશે. માટે તેવી પૂજાની ક્રિયા શુદ્ધ ધર્મરૂપ નથી, માટે ત્યાજ્ય છે, તેમ માનવું પડશે; અને જે સાધુઓ અપવાદથી નદી