SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬૪ પ્રતિમાશતક | શ્લોક : ૮૦ તથા સંસાર ... અનુપનર્માત, અને સંસાર જ પ્રબલ અંધકાર છેઃઉત્કટ તમ છે, તેના મથતમાં= અંધકારને દૂર કરવામાં, માર્તડકી=સૂર્યની, ચંડવૃતિ=તીવ્રપ્રભા, જેની મૂર્તિ છે; કેમ કે વિવેકરૂપ દિવસના તારુણ્યમાં=મધ્ય ભાગમાં, મોહ છાયાનો પણ અનુપલંભ છે=મોહછાયાની પ્રાપ્તિ નથી. હતાશા ... ગસ્તિા હે ભવ્ય જીવો ! જો તમને મુક્તિસુખમાં ઉત્કટ ઇચ્છા છે, તો આવા પ્રકારની - જેની મૂર્તિની=જિનેશ્વરની મૂર્તિની, ઉપાસના કરો=સેવો. રૂપમનાર =પ્રસ્તુત શ્લોક-૮૦માં રૂપક અલંકાર છે અર્થાત્ મોહનો નાશ કરવા માટે પ્રતિમા મેઘવૃષ્ટિ જેવી નથી, પરંતુ મેઘવૃષ્ટિરૂપ છે. જો મેઘવૃષ્ટિ જેવી કહેવામાં આવે તો ઉપમા અલંકાર થાય અને જેની મૂર્તિ મેઘવૃષ્ટિરૂપ છે એમ કહેવાથી મેઘવૃષ્ટિસ્વરૂપે જ મૂર્તિનું કથન થાય છે, તેથી રૂપક અલંકાર છે. આ રીતે દરેક ઉપમામાં તે સ્વરૂપે કહેવું. I૮૦ ભાવાર્થ - ભગવાનની મૂર્તિના ચાર કાર્યો રૂપક અલંકાર દ્વારા પ્રસ્તુત શ્લોક-૮૦માં બતાવેલ છે. તે આ પ્રમાણે – (૧) મોહરૂપ પ્રચંડ દાવાનલના પ્રશમનમાં મેઘવૃષ્ટિવરૂપ ભગવાનની મૂર્તિ : આત્મામાં અનાદિકાળનો મોહનો પરિણામ છે, જે આત્માને સદા બાળનારો છે. તેથી ઉદ્દામ દાવાનલ સ્વરૂપ છે; કેમ કે આત્મામાં વર્તતા શમભાવરૂપ વનને તે બાળનાર છે. જેમને ભગવાનની મૂર્તિ પરમાર્થથી જોવા મળે છે, તેમને ભગવાનમાં વર્તતા વીતરાગાદિ ભાવોની ઉપસ્થિતિ થાય છે અને ભગવાનનું અવલંબન લઈને ભગવાનની ભક્તિ કરીને હું પણ વીતરાગ બનું, તેવો નિર્મળ અધ્યવસાય થાય છે. તેથી સ્વશક્તિ અનુસાર ભગવાનની મૂર્તિને ઉદ્દેશીને વીતરાગની ઉપાસના કરવાથી પોતાનામાં વર્તતા મોહનો ઉચ્છેદ થાય છે, તેથી જેમ પ્રચંડ દાવાનલને મેઘવૃષ્ટિ શાંત કરે છે, તેમ જીવમાં વર્તતા મોહરૂપ દાવાનલને ભગવાનની મૂર્તિ શાંત કરે છે. તેથી મોહરૂપ દાવાનલને શમન કરવામાં મેઘવૃષ્ટિ ભગવાનની મૂર્તિ છે. (૨) શમરૂપ સ્ત્રોતની નદીસ્વરૂપ ભગવાનની મૂર્તિ : ભગવાનની મૂર્તિ ભગવાનની તત્ત્વકાય અવસ્થાને બતાવનાર છે અને ભગવાનની તત્ત્વકાય અવસ્થા યોગનિરોધ કાળમાં પ્રગટ થાય છે. ત્યારે કર્મબંધનાં સર્વ કારણોનો અભાવ હોય છે. માટે ભગવાનની મૂર્તિ દ્વારા ભગવાનની તત્ત્વકાયઅવસ્થા સાધકને દેખાય છે, અને તે અવસ્થા શમરૂપી નદીના જેવી છે; કેમ કે આત્મામાં સર્વ કષાયોના અભાવરૂપ અને સર્વ કર્મબંધના કારણના અભાવરૂપ શમ પરિણામના પ્રવાહ સ્વરૂપ ભગવાનની મૂર્તિ છે. (૩) શિષ્ટ પુરુષોને વાંછિત આપવામાં સુરતરુલતારૂપ ભગવાનની મૂર્તિ : ભગવાનના ગુણો પ્રત્યે જેમને પક્ષપાત થયો છે, તેવા શિષ્ટ પુરુષો ભગવાનની મૂર્તિને જોઈને ભગવાન પ્રત્યે ભક્તિવાળા થાય છે અને ભગવાનની ભક્તિ અવિલંબથી સર્વ સિદ્ધિને કરનાર છે. જો ભગવાનની
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy