________________
પ્રતિમાશતક | શ્લોક : ૮૦-૮૧
૧૨૬૫
ભક્તિકાળમાં શક્તિનો પ્રકર્ષ થાય તો તત્કાળ જ ક્ષપકશ્રેણિ અને કેવલજ્ઞાન પ્રાપ્ત કરાવના૨ છે. જેમ, પુષ્પપૂજા કરતા નાગકેતુને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ. તેથી શિષ્ટપુરુષોને વાંછિતની પ્રાપ્તિ કરાવવામાં સુરતરુલતારૂપ ભગવાનની મૂર્તિ છે.
(૪) સંસારરૂપી પ્રબળ અંધકારના મથનમાં સૂર્યની પ્રચંડકાંતિરૂપ ભગવાનની મૂર્તિ :
-
ભગવાનની મૂર્તિને જોઈને જેમનામાં વિવેકરૂપી દિવસનું તરુણપણું પ્રગટ થયું છે, તેવા જીવોમાં મોહની છાયાનો ઉપલંભ નથી. તેથી તેવા જીવો માટે ભગવાનની મૂર્તિ આત્મામાં વર્તતા સંસારરૂપી ઉત્કટ અંધકારના મથનમાં સૂર્યની તીવ્ર પ્રભારૂપ છે. જેમ સૂર્યની તીવ્ર પ્રભામાં મધ્યાહ્નકાળે લેશ પણ અંધકાર રહેતો નથી, તેમ ભગવાનની મૂર્તિને જોઈને જેમનામાં વિવેક પ્રગટ્યો છે, તેવા જીવોમાં સંસારરૂપી અંધકાર નાશ થઈ જાય છે. તેથી શીઘ્ર સંસારના પારને પામે છે.
આવા ચાર સ્વરૂપવાળી ભગવાનની મૂર્તિ છે, માટે હે ભવ્ય જીવો ! જો તમને શિવસુખની ઉત્કટ ઇચ્છા હોય તો તમે ભગવાનની મૂર્તિની ઉપાસના કરો. ૮૦॥
અવતરણિકા :
एवं वृत्तद्वयेन भगवन्मूर्तिं स्तुत्वा वादान्तरमारभते અવતરણિકાર્ય :
આ રીતે=પૂર્વમાં શ્લોક-૭૯/૮૦માં બતાવ્યું એ રીતે, વૃત્તદ્વય દ્વારા=બે શ્લોકો દ્વારા, ભગવાનની મૂર્તિની સ્તુતિ કરીને વાદાંતરનો=ભગવાનની મૂર્તિના વિષયમાં અન્ય મતનો, આરંભ કરે છે –
=
શ્લોક ઃ
श्राद्धेन स्वजनुः फले जिनमतात्सारं गृहीत्वाऽखिलं, त्रैलोक्याधिपपूजने कलुषता मोक्षार्थिना मुच्यताम् । धृत्वा धर्मधियं विशुद्धमनसा द्रव्यस्तवे त्यज्यतां, मिश्रोऽसाविति लम्बितः पथि परैः पाशोऽपि चाशोभनः ।। ८१ ।।
શ્લોકાર્થ :
શ્રાદ્ધ વડે=શ્રદ્ધાવાળા એવા ઉપાસક વડે, જિનમતથી અખિલ સારને ગ્રહણ કરીને પોતાના જન્મના ફળરૂપ એવા ત્રૈલોક્યાધિપના=ત્રૈલોક્યના નાથના, પૂજનમાં, મોક્ષાર્થી વડે કલુષતા= સશંકતાને છોડવી જોઈએ અર્થાત્ જિનપૂજામાં થતા આરંભાદિના દોષની પ્રાપ્તિ મને થશે, એ પ્રમાણે સશંકતાનો ત્યાગ કરવો જોઈએ, અને વિશુદ્ધ મનથી દ્રવ્યસ્તવમાં ધર્મબુદ્ધિને ધારણ