SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ પર ગાથા: પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા | ગાથા-૧૭૦ "जं वच्चइ त्ति वयणं पुरिसाभावे उ णेवमेयं ति । ता तस्सेवाभावो नियमेण अपोरुसेयते" ।। १७० ।। ગાથાર્થ ઃ જે કારણથી બોલાય એ વચન છે, પુરુષના અભાવમાં વળી આ=વચન, આવું નથી=અન્વર્થ સંજ્ઞાવાળું નથી, તે કારણથી અપૌરુષેયપણું હોવાથી નક્કી તેનો જ=વચનનો જ, અભાવ પ્રાપ્ત થાય છે. II૧૭૦I asi : यद्=यस्माद्, उच्यत इति वचनमित्यन्वर्थसंज्ञा पुरुषाभावे तु नैवमेतद्, नोच्यत इत्यर्थः, त् तस्यैव वचनस्याभावो नियमेनापौरुषेयत्वे सत्यापद्यते । । १७० ॥ ટીકાર્ય ઃ યવ્..... સત્યાપદ્યતે ।। જે કારણથી ‘બોલાય એ વચન', એ પ્રમાણે અન્યર્થ સંજ્ઞા છે=વ્યુત્પત્તિ અર્થવાળો વચન શબ્દ છે. વળી, પુરુષના અભાવમાં આ=વચન, આવું નથી=અન્વર્થસંજ્ઞાવાળું નથી. તો કેવું છે ? તે કહે છે નો—તે=નથી બોલાતું એવું છે, તે કારણથી અપૌરુષેયપણું હોતે છતે નક્કી તેનો જ=વચનનો જ, અભાવ પ્રાપ્ત થાય છે. II૧૭૦ ભાવાર્થ: પૂર્વે ગાથા-૧૬૯માં સ્થાપન કર્યું કે, વચન અને અપૌરુષેય એ અત્યંત વિરુદ્ધ છે, · જ વાત યુક્તિથી બતાવે છે ‘જે બોલાય તે વચન’ આવી વચન શબ્દની વ્યુત્પત્તિ છે, અને આથી જ લોકમાં પણ કહેવાય છે કે, અમુક પુરુષનું આ વચન છે. એટલે પુરુષ દ્વારા જે બોલાયેલું છે, તેને જ વચન કહેવાય છે. કોઈ બોલનાર પુરુષ ન હોય તો તે વચન આવું નથી–વચનની વ્યુત્પત્તિનો જે અર્થ છે તેવા અર્થવાળું નથી, એટલે બોલાતું નથી તેવો અર્થ પ્રાપ્ત થાય અને જે બોલાતું ન હોય તે વચન કહેવાતું નથી; તેથી અપૌરુષેય વચન કહો તો એ જ અર્થ પ્રાપ્ત થાય કે, કોઈ પુરુષથી બોલાતું નથી તેથી તે વચન નથી. અને તેથી તે વચન પ્રમાણે પ્રવૃત્તિ કરવી ઉચિત છે તેમ કહેવું અત્યંત વિરુદ્ધ છે; કેમ કે કોઈ બોલનાર ન હોય તેવું વચન છે તેમ માનવું અનુભવથી વિરુદ્ધ છે. II૧૭૦II
SR No.022184
Book TitlePratima Shatak Part 03
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages450
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy