________________
પ્રતિમાશતક ભાગ-૩ સ્તવપરિક્ષા, ગાથા-૧૭૧
૩૫૩ અવતરણિકા :
પૂર્વે ગાથા-૧૬૯માં કહ્યું કે, વચન અને અપરુષેય એ અત્યંત વિરુદ્ધ છે. એ કથનને દઢ કરવા માટે કહે છે -
ગાથા -
"तव्वावारविरहियं ण य कत्थइ सुबइ इहं वयणं ।
सवणे वि य णासंका अदिस्सकत्तुभवाऽवेइ" ।।१७१।। ગાથાર્થ :
તેના=પુરુષના, વ્યાપારથી રહિત ક્યારેય પણ અહીંયાં=લોકમાં, વચન સંભળાતું નથી, અને સંભળાય તોપણ આનો કોઈ અદશ્ય કર્તા હોવો જોઈએ, એ રૂપે ઉદ્ભવેલી આશંકા દૂર થતી નથી. I૧૭ના ટીકા :___तद्व्यापारविरहितं न च कदाचित् श्रूयते, इह च (वचनं) लोके, श्रवणेऽपि च नाशङ्काऽदृश्यक द्भवाऽपैति प्रमाणाभावादिति गाथार्थः ।।१७१।।
- અ ટીકામાં ‘ફૂદ જ નો' છે, ત્યાં પંચવસ્તુક ગ્રંથ ગાથા-૧૨૮૦ની ટીકામાં ‘દ વરને તો' પાઠ છે અને મૂળગાવ્યા પ્રમાણે તે પાઠ સંગત જણાય છે. ટીકાર્ય :
તવ્યાપારવિરહિત .... માથાર્થ છે તેના પુરુષના, વ્યાપારથી રહિત ક્યારેય અહીંયાં=લોકમાં, વચન સંભળાતું નથી, અને સંભળાય તોપણ આનો કોઈ અદય કર્તા હોવો જોઈએ, એ પ્રમાણે ઉદ્દભવેલી આશંકા દૂર થતી નથી, કેમ કે કોઈ બોલનાર ન હોય અને વચન પ્રાપ્ત થાય, એમ માનવામાં કોઈ પ્રમાણ નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૭૧ ભાવાર્થ :
પુરુષના વ્યાપાર વગર ક્યારેય પણ કોઈ વચન સંભળાતું નથી, અને ક્વચિત્ વિદ્યાશક્તિથી કે દેવી શક્તિથી કોઈ અદશ્ય જીવ બોલતો હોય ત્યારે, પુરુષનો વ્યાપાર નહિ દેખાવા છતાં જ્યારે આકાશમાં વચનો સંભળાય છે, ત્યારે સાંભળનારને શંકા થાય છે કે, આ વચન બોલનાર કોઈ અદશ્ય જીવ છે; કેમ કે. સામાન્ય લોકને પણ જ્ઞાન છે કે, વચન એ પુરુષના પ્રયત્નથી થનાર પદાર્થ છે, એથી જે આ વચન સંભળાઈ રહ્યું છે, તેનો બોલનાર કોઈ અદશ્ય જીવ હોવો જોઈએ, અને અદશ્યકર્તાની થયેલી શંકા નિવર્તન પામી શકતી નથી; કેમ કે શંકાના નિવર્તનનો કોઈક ઉપાય વિદ્યમાન હોવો જોઈએ કે જેના બળથી તે શંકા નિવર્તન પામે.
જેમ - દૂરવર્તી સ્થાણુને ઝાડના પૂંઠાને જોઈને, આ સ્થાણુ=ઝાડનું ઠૂંઠું છે કે પુરુષ છે, તેવી શંકા થાય