________________
૨૮
પ્રતિમાશતક ભાગ-૩ | જીવપરિજ્ઞા/ ગાથા-૭૪-૭૫ ભાવાર્થ :
પૂર્વના કથનના નિગમનરૂપે કહે છે કે, આ સર્વ કથનથી એ પ્રાપ્ત થાય છે કે, સર્વ પાપની વિરતિ સંપૂર્ણ અંશથી હોય છે, તેથી અઢાર હજાર શીલાંગો પરિપૂર્ણ હોય તો જ પાપની વિરતિ હોઈ શકે, અને તે અઢાર હજાર શીલાંગોમાંથી કોઈ પણ શિલાંગમાં ખામી હોય તો સંપૂર્ણ પાપની વિરતિ થઈ શકે નહિ. માટે સંપૂર્ણ અઢાર હજાર શીલાંગરથમાં જે યત્ન કરે છે, તેમને જ સર્વવિરતિ છે, અન્યને નહિ. Il૭જા
ગાથા :
"ऊणत्तं न कयाइ वि इमाणं संखं इमं तु अहिगिच्च ।
जं एयधरा सुत्ते णिहिट्ठा वंदणिज्जाओ" ।।७५।। ગાથાર્થ :
આની શીલાંગની, આ સંખ્યાને આશ્રયીને ન્યૂનપણું ક્યારે પણ નથી; જે કારણથી આને ધરનારા=અઢાર હજાર શીલાંગધારી, સૂત્રમાં વંદનીય નિર્દિષ્ટ કહેવાયેલા છે. I૭૫ll ટીકા -
ऊनत्वं न कदाचिदप्येतेषां शीलाङ्गानां संख्यामेवाधिकृत्य आश्रित्य, यस्मादेतद्धरा=अष्टादशशीलाङ्गसहस्रधारिणः, सूत्रे प्रतिक्रमणाख्ये निर्दिष्टा वन्दनीया नान्ये 'अट्ठारससहस्ससीलंगधारा' इत्यादि वचनप्रामाण्यात्, इदं तु बोध्यम्-यत्किञ्चिदेकाद्युत्तरगुणहीनत्वेऽपि मूलगुणस्थैर्येण चारित्रवतां योग्यतया शीलाङ्गसङ्ख्या पूरणीया, प्रतिज्ञाकालीनसंयमस्थानान्यसंयमस्थानानां षट्स्थानपतितानां चोक्तवदेव तुल्यत्वोपपत्तेः 'संजमठाणठियाणं किइकम्मं बाहिराणं भइअव्वं' इत्याधुक्तस्योपपत्तेश्च, इत्यधिकमस्मत्कृतगुरुतत्त्वविनिश्चये उत्सर्गविषयो वाऽयम् ।।७५।। ટીકાર્ય :
કનર્વ .... વરના માથાત્ | આની=શીલાંગોની, સંખ્યાને આશ્રયીને ક્યારે પણ ભૂતપણું નથી; જે કારણથી આને ધારણ કરનારાને અઢાર હજાર શીલાંગને ધારણ કરનારાને, પ્રતિક્રમણ નામના સૂત્રમાં વંદનીય નિર્દિષ્ટ=કહેવાયેલા છે, અન્ય નહિ; કેમ કે અઢાર હજાર શીલાંગ ધરનારા ઈત્યાદિ વચનનું પ્રામાણ્ય છે.
તુ તોથમ્ - પ્રસ્તુત ગાથાના ભાવમાં વળી આ જાણવા યોગ્ય છે –
ન્જિશ્વિ. ૩૫, યત્કિંચિત એકાદ ઉત્તરગુણના હીપણામાં પણ મૂલગુણના થૈર્ય વડે ચારિત્રવાળાઓની યોગ્યતા હોવાને કારણે શીલાંગતી સંખ્યા પૂરણીય છે; કેમ કે પ્રતિજ્ઞાકાલીન સંયમસ્થાનની સાથે ચારિત્રવાળાઓની અન્ય સંગમસ્થાનોનું અને ષસ્થાનપતિતોનું ઉક્તવદ્ જ=યોગ્યતા વડે કરીને શીલાંગ સંખ્યા પૂરણ કરીએ તેની જેમ જ, તુલ્યપણાની સર્વ સંયમરૂપ તુલ્યપણાની,