SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક ભાગ-૩ | જીવપરિશL | ગાથા-૭૫ ૨૨૯ ઉપપતિ=સંગતિ છે. અને સંયમસ્થાનમાં રહેલાઓને કૃતિકર્મ છે, બહારનાઓને=સંયમસ્થાનની બહાર રહેલાઓને, કૃતિકર્મ ભજનાએ છે. ઈત્યાદિ ઉક્તની=કહેવાયેલાની ઉપપતિ=સંગતિ છે. ત્તિ .... પુસ્તત્ત્વસિનિ તિ= =આ પૂર્વમાં કહ્યું કે, યોગ્યતા હોવાને કારણે શીલાંગ સંખ્યા પૂરવી જોઈએ એમ જે કહ્યું એ, અધિક મારાથી કરાયેલ=ગ્રંથકારશ્રીએ કરેલ, ગુરુતત્વવિનિશ્ચય ગ્રંથમાં જેવું. વિષયો વાઈવ / અથવા આ ઉત્સર્ગવિષય છે અર્થાત્ પ્રતિક્રમણ નામના સૂત્રમાં અઢાર હજાર શીલાંગધારીઓનો વંદનીય તરીકે જે નિર્દેશ કરાયો છે, તે ઉત્સર્ગનો વિષય છે. (અને ઉત્તરગુણહીનમાં પણ વંદનનો વ્યવહાર જે શાસ્ત્રસંમત છે, તે અપવાદનો વિષય છે.) li૭પા ભાવાર્થ : પૂર્વમાં ગાથા-૯૨/૯૩માં સિદ્ધ કર્યું કે, અઢાર હજાર શીલાંગો જીવના પ્રદેશોની જેમ અન્યોન્ય સંલગ્ન છે. તેથી એ પ્રાપ્ત થાય છે કે, જ્યાં સંયમ છે ત્યાં સર્વ શીલાંગો છે, અને એક પણ શીલાંગનો જ્યાં અભાવ છે, ત્યાં પરમાર્થથી સર્વ શીલાંગનો અભાવ છે, તેથી ત્યાં સંયમનો અભાવ છે. પરંતુ એ પ્રમાણે સ્વીકારવામાં ચંડરુદ્રાચાર્ય આદિ કે જેઓને શાસ્ત્રમાં ચારિત્રસંપન્ન કહેલા છે, તેઓ પણ ચારિત્રરહિત છે એમ માનવાનો પ્રસંગ પ્રાપ્ત થાય; કેમ કે જ્યારે તેઓ ક્રોધને વશ હોય છે, ત્યારે ક્ષમાદિ ગુણથી રહિત પ્રત્યક્ષ જણાય છે. તેથી તેની સંગતિ કરવા માટે “દં તુ વધ્યસ્થી કહે છે – યત્કિંચિત્ એકાદ ઉત્તરગુણના હીનપણામાં પણ મૂળગુણના ધૈર્ય વડે જેઓ ચારિત્રવાળા છે, તેમનામાં ક્વચિત્ ક્ષમાદિ ઉત્તરગુણ ન હોય તોપણ, ઉત્તરગુણનું બીજ મૂળગુણ છે, તેથી ઉત્તરગુણ ત્યાં યોગ્યતારૂપે છે. તેથી ત્યાં તે શીલાંગ છે, તેમ સ્વીકારીને શીલાંગની સંખ્યા પૂરવી જોઈએ. આનાથી એ પ્રાપ્ત થાય છે કે, જે જીવ સંસારની નિર્ગુણતાને જાણીને પાંચ મહાવ્રતોના સ્વરૂપને સમજીને અહિંસાદિ પાંચ મહાવ્રતોને પાળવાના દઢ સંકલ્પવાળો બને છે, તે જીવ મૂળગુણમાં સ્થિરભાવવાળો છે. આવો જીવ ક્વચિત્ બાહ્ય નિમિત્તને પામીને ભિક્ષા આદિની શુદ્ધિમાં અનાભોગથી કે સહસાત્કારથી અલના પામે કે ક્ષમાદિ ગુણમાં અલના પામે તો તે મૂળગુણમાં સ્થિરભાવવાળો છે, પરંતુ મૂલગુણો પ્રત્યે નિરપેક્ષ ભાવથી ઉત્તરગુણોને વિપરીત સેવતો હોય તો તે મૂળગુણમાં સ્થિરભાવવાળો નથી. જેમ - ચંડરુદ્રાચાર્ય અનાભોગ કે સહસાત્કારથી ક્ષમાભાવમાં સ્કૂલના પામતા હતા, તોપણ તેની નિંદા-ગ કરીને તેનાથી નિવર્તન પામવાના યત્નવાળા હતા, તેથી તેઓ મૂળગુણમાં સ્થિર ભાવવાળા હતા, અને તેને જ કારણે વ્યક્તરૂપે ક્ષમા તેઓમાં નહિ હોવા છતાં યોગ્યતારૂપે હતી. આથી જ તે મહાત્મા પોતાના ક્રોધ સ્વભાવથી આત્માનું રક્ષણ કરવા સદા શિષ્યોથી પૃથગુ રહીને યત્ન કરતા હતા. તેથી ઉત્તરગુણની યોગ્યતાને ગ્રહણ કરીને તેઓમાં પરિપૂર્ણ શીલાંગ છે, એ પ્રમાણે શીલાંગની સંખ્યા પૂરવી; કેમ કે તેમ સ્વીકારવાથી જ પ્રતિજ્ઞાકાલીન સંયમસ્થાનોના અને અન્ય સંયમસ્થાનોના તુલ્યપણાની સર્વવિરતિરૂપ સમાનપણાની, ઉપપત્તિ છે સંગતિ છે, અને જસ્થાનપતિતોના તુલ્યપણાની સર્વવિરતિરૂપ સમાનપણાની,
SR No.022184
Book TitlePratima Shatak Part 03
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages450
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy