________________
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા | ગાથા-૭૩-૭૪
૨૭
ગીતાર્થ સાધુ તેનું નિવારણ કરે છે, જેથી તે સાધુનું સંયમ સુરક્ષિત રહે; અને આથી જ કોઈક સાધુ સામાન્ય સૂચનથી અકાર્યથી નિવૃત્ત થતા હોય તો તેને તે રીતે નિવૃત્ત કરે, અને તેટલા કથનથી નિવૃત્ત ન થતા હોય તો વિશેષ પ્રકારે યત્ન કરીને પણ તેનું નિવારણ કરે. પરંતુ પ્રથમ સૂચન કર્યું છતાં માનતા નથી તેમ માનીને તેની ઉપેક્ષા કરે, તો તેઓનો જે વિનાશ થાય છે, તેમાં ગીતાર્થને અનુમોદનાની પ્રાપ્તિ થાય. માટે સ્વશક્તિને ગોપવ્યા વગર શક્ય બધા પ્રયત્ન કરીને ગીતાર્થ સાધુ અગીતાર્થની અનુચિત પ્રવૃત્તિનો નિષેધ $2.119311
ગાથા:
"ता एवं विरइभावो संपुण्णो एत्थ होइ णायव्वो । णियमेणं अट्ठारससीलंगसहस्सरूवो उ" ।।७४।
ગાથાર્થ ઃ
તે કારણથી=પૂર્વે ગાથા-૫૩માં કહ્યું કે, અત્યંત ભાવસાર અઢાર હજાર શીલાંગનું પાલન જ આજ્ઞાકરણ છે, અને ત્યાર પછી ગાથા-૬૧/૬૨માં કહ્યું કે, એક જીવપ્રદેશ જેમ અસંખ્યાતપ્રદેશસંગત છે, તેની જેમ અઢાર હજાર શીલાંગ પરસ્પર અનુવિદ્ધ છે, તેથી એના પણ અભાવમાં અન્યનો સદ્ભાવ હોય નહિ. તેની સામે ગાથા-૬૪માં નદીઉત્તરણમાં પ્રત્યક્ષથી શીલાંગનો બાધ બતાવ્યો, જેનું નિવારણ કરતાં કહ્યું કે, અંતરંગ વિરતિભાવને આશ્રયીને અઢાર હજાર શીલાંગ અખંડ એકરૂપ છે. ત્યાર પછી તેની પુષ્ટિ કરી અને પ્રાસંગિક થન કરીને અઢાર હજાર શીલાંગ અખંડ એકરૂપ છે, તેની સિદ્ધિ કરી, તે કારણથી, ö=આ રીતે=પૂર્વે ગાથા-૬૩માં સમસ્ત શીલાંગો સર્વ સાવધયોગની વિરતિરૂપ અખંડ એકસ્વરૂપ છે એમ કહ્યું એ રીતે, અહીંયાં=ભાવસ્તવના વ્યતિકરમાં, વિરતિભાવ સંપૂર્ણ જાણવા યોગ્ય થાય છે. એથી કરીને નિયમથી અઢાર હજાર શીલાંગસ્વરૂપ જ વિરતિભાવ છે. ૫૭૪]]
ટીકા ઃ
तत्= तस्माद्, एवमुक्तवद्विरतिभावः संपूर्णः = समग्रः, अत्र व्यतिकरे भवति ज्ञातव्य इति नियमेन = अवश्यंतया अष्टादशशीलाङ्गसहस्ररूप एव, सर्वत्र पापविरतेरेकत्वादिति भावः । ।७४ ।। ટીકાર્થ ઃ
તત્ ..... ભાવઃ ।। તે કારણથી=ઉપરમાં કહ્યું તે કારણથી, વં=નવ=ગાથા-૬૩માં કહ્યું એ પ્રમાણે, વિરતિભાવ, આ વ્યતિકરમાં=ભાવસ્તવના પ્રસંગમાં, સંપૂર્ણ=સમગ્ર, જ્ઞાતવ્ય થાય છે અર્થાત્ એકાદ અંશથી ન્યૂન નહિ, પરંતુ સંપૂર્ણ જ્ઞાતવ્ય થાય છે=સંપૂર્ણ ચારિત્ર જ ચારિત્રરૂપે માન્ય થાય છે. એથી કરીને નિયમથી=અવશ્યપણાથી, અઢાર હજાર શીલાંગસ્વરૂપ જ વિરતિભાવ છે; કેમ કે સર્વત્ર પાપવિરતિનું એકપણું છે, અર્થાત્ સર્વ પાપોથી વિરતિરૂપ સર્વવિરતિ સંયમ છે તે એકસ્વરૂપ છે, તેથી એકાદ શીલાંગની ન્યૂનતા હોય તો સર્વત્ર પાપની વિરતિ રહે નહિ, એ પ્રકારનો ભાવ છે. ।।૩૪।।