SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ પ૯૪ પ્રતિમાશતક | શ્લોક : ૪૬ जाव णं परिणिव्वुडे चउवीसइमे अरहा ताव णं अइक्कंतेणं केवइएणं कालेणं गुणनिप्फन्ने कम्मसेलमुसुमूरणे महायसे महासत्ते महाणुभागे सुगहियनामधेज्जे वइरे णाम गच्छाहिवईभूए । तस्स णं पंचसयं गच्छं निग्गंथीहिं विणा, निग्गंथीहिं समं दो सहस्से य अहेसि । गो० ! ताओ निग्गंथीओ अच्चंतपरलोगभीरुयाउ, सुविसुद्धनिम्मलंतकरणाओ, खंताओ दंताओ मुत्ताओ जिईन्दिओ, अच्चनमभणिरीओ नियसरीरस्स विय निरवेक्खाओ छक्कायवच्छलाओ, जहोवइट्ठअच्चंतघोरवीरतवचरणसोसियसरीराओ जहा णं तित्थयरेण पनवियं तह चेव अदीणमाणसाओ मायामयहंकारममकाररतिहासखेड्डाकंदप्पणाहियवायविप्पमुक्काओ तस्सायरियस्स सगासे सामन्नमणुचरंति । ते अ साहुणो सव्वेवि गो० ! न तारिसगुणा । ટીકાર્ય : જે મયવં .....તારિસ, હે ભગવંત ! કયા તે એક રહિત એવા પાંચસો સાધુઓ ચારસો નવાણું સાધુઓ. જેઓ વડે તેવા પ્રકારના ગુણથી ઉપેત મહાનુભાગ એવા ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને અનારાધક થવાયું ? હે ગૌતમ ! આ જ ઋષભાદિ ચોવીસીથી પૂર્વે થયેલ ત્રેવીસમી ચોવીસીના યાવત્ ચોવીસમા તીર્થંકર નિર્વાણ પામ્યા ત્યારે, કેટલોક કાળ અતિક્રાંત થવાથી ગુણનિષ્પન્ન, કર્મરૂપી પર્વતનો ચૂરો કરનારા, મહાયશવાળા, મહાસત્ત્વવાળા, મહાનુભાગ, સુગૃહીત નામવાળા વજ નામે ગચ્છાધિપતિ થયા. તેમને સાધ્વી વગર પાંચસો શિષ્યોના પરિવારવાળો ગચ્છ હતો, અને સાધ્વી સાથે બે હજારોની સંખ્યા હતી. હે ગૌતમ ! તે સાધ્વીજીઓ અત્યંત પરલોકભીરુ, સુવિશુદ્ધ નિર્મળ અંત:કરણવાળી, ખાંત, દાંત, મુક્ત= નિર્લોભી, જિતેંદ્રિય, અત્યંત નમ્ર બોલનારી, પોતાના શરીરમાં પણ નિરપેક્ષત્રસ્પૃહા વગરની, છકાય જીવોમાં વત્સલતાવાળી, યથોપદિષ્ટ શાસ્ત્રમાં કહેલ, ઘોર, વીર તપ-ચારિત્ર વડે સુકાયેલા શરીરવાળી, જે પ્રમાણે તીર્થંકર ભગવાને પ્રરૂપેલ છે તે પ્રમાણે જ અદીન મનવાળી, માયા, મદ, અહંકાર, મમકાર, રતિ, હાસ્ય, ક્રીડા, કંદર્પ, અધિકવાદઅધિક બોલવાથી રહિત, રહિત એવી તેઓ આચાર્યશ્રીની પાસે શ્રમણપણાનું અનુપાલન કરે છે. કહે ગૌતમ ! તે સાધુઓ સર્વે પણ તેવા ગુણવાળા ન હતા. વિશેષાર્થ : (૧) ‘તરિસTોવવેય’ - પ્રસ્તુતમાં કહેલા ગુણવાળા ગુરુ ન હોય, અને તેના કારણે વિવેકસંપન્ન એવી તેમની આજ્ઞા ન હોય ત્યારે, યોગ્ય શિષ્ય વિનયપૂર્વક વડીલ તરીકેની મર્યાદાનો ભંગ ન થાય તે રીતે ઉચિત પ્રવૃત્તિ કરે. આમ છતાં, ભગવાનની આજ્ઞાને અનુરૂપ તેમની આજ્ઞા નહિ હોવાથી ગુરુની આજ્ઞાનો અતિક્રમ કરે તો પણ શિષ્ય અનારાધક થતો નથી. (૨) તે મ સહુને સર્વે વિ . !ર તરિસ'IT' - તે સાધુઓ સર્વે પણ તેવા ગુણવાળા નથી, એમ જે કહ્યું તેથી એ પ્રાપ્ત થાય છે કે, જે પ્રકારે સાધ્વીઓ અત્યંત શાંત-દાંત આદિ પરિણામવાળી હતી, તેવા પરિણામવાળા તે સાધુઓ ન હતા, છતાં ગુરુનિશ્રામાં રહીને સન્માર્ગની આરાધના કરે તેવા હતા, ઉલ્લંઠ ૨ નો વિશેષાર્થ, જુઓ પેજ નં. ૫૯૪
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy