SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક | શ્લોક : ૪૬ પલ્પ આદિ દોષવાળા ન હતા. આથી જ ગીતાર્થ એવા તે આચાર્યે દીક્ષા આપીને તેઓનો ત્યાગ નથી કર્યો, પરંતુ સન્માર્ગમાં પ્રવર્તાવવા માટે યત્ન કર્યો છે. જે સર્વથા અયોગ્ય હોય તેમને દીક્ષા ન આપવી જોઈએ અને ક્વચિત્ અનાભોગથી આપી દીધી હોય, તો પણ તેમને સાચવવા યત્ન ન કરતાં વેશ ઉતારી લેવો જોઈએ; જેમ તે ચારસો નવાણું શિષ્યો જ્યારે ગુરુને છોડીને જવા તૈયાર થયા, ત્યારે આચાર્યો વેશ ઉતારવા માટે યત્ન કર્યો છે. તેથી એ પ્રાપ્ત થાય છે કે, શિષ્યોમાં યોગ્યતા હોવા છતાં કોઈક નિમિત્તને પામીને કંઈક અયોગ્યતા હોય તે જ્યારે પ્રગટ થાય છે, ત્યારે ગુણસંપન્ન ગુરુને છોડીને પણ તેઓ સ્વચ્છંદ રીતે તીર્થયાત્રા કરવા તત્પર થયા છે, અને તેથી જ સંસારમાં વિનાશને પામ્યા, અને એક શિષ્યનો વેશ ઉતારેલો તે ગુરુ સાથે રહીને અંતે વેશને ફરી પ્રાપ્ત કરીને કેવલજ્ઞાનને પામે છે. ટીકા : अहऽनया गोयमा ! ते साहुणो तं आयरियं भणंति जहा णं जइ भयवं ! तुम आणवेहि तो णं अम्हे तित्थयरजत्तं करिय चंदप्पहसामियं वंदिय धम्मचक्कं गंतूणमागच्छामो । ताहे गो० ! अदीणमणसा अणुत्तालगंभीरमहराए भारतीए भणियं तेणायरियेणं जहा इच्छायारेण न कप्पइ तित्थयत्तं गंतुं सुविहियाणं, तो जाव णं वोलेइ जत्तं ताव णं अहं तुम्हं चंदप्पहं वंदावेहामि । अन्नं च जत्ताए गएहिं असंजमे पडिज्जइ । एएणं कारणेणं तित्थयत्ता पडिसेहिज्जइ । तओ तेहिं भणियं, जहा भयवं ! केरिसो उण तित्थयत्ताए गच्छमाणाणं असंजमो भवइ ? 'सो पुणो इच्छायारेणं, बिइज्जवारं एरिसं उल्लावेज्जा बहुजणेणं वाउलग्गो भन्निहिसि ताहे गो० ! चिंतियं तेणं आयरियेणं जहा-णं मम वइक्कमिय निच्छयओ एए गच्छिहिंति, तेणं तु मए समं चडुत्तरेहिं वयंति । अह अनया सुबहुं मणसा संधारेऊणं चेव भणियं तेण आयरियेणं जहा- णं तुब्भे किंचिवि सुत्तत्थं वियाणह च्चिय तो जारिसं तित्थजत्ताए गच्छमाणाणं असंजमं भवइ तारिसं सयमेव वियाणेह, किं एत्थ बहुपलविएण ? अन्नं च विदिय तुम्हेहिं पि संसारसहावं जीवाइपयत्थं तत्तं च । ટીકાર્ય : સદ ત્રયા .... તત્તર I હવે અન્યદા હે ગૌતમ ! તે સાધુઓ તે આચાર્યને કહે છે તે આ પ્રમાણે - હે ભગવંત! જો આપની આજ્ઞા હોય તો અમે તીર્થંકરની યાત્રા કરીને ચંદ્રપ્રભસ્વામીને વંદન કરીને ધર્મચક્ર જઈને આવીએ. ત્યારે હે ગૌતમ ! અદીન મન વડે, મંદ અને ગંભીર મધુર એવી વાણીથી તે આચાર્ય વડે કહેવાયું, જે આ પ્રમાણે - ઈચ્છાકારથી સુવિહિતોને તીર્થયાત્રા જવા માટે કલ્પતું નથી, તેથી જ્યારે યાત્રા=મહાસંઘયાત્રા ઉત્સવ પૂરો થશે ત્યારે હું તમને ચંદ્રપ્રભસ્વામીને વંદાવીશ. અને અચ=બીજો દોષ એ છે કે, યાત્રાએ જવા વડે તમારાથી અસંયમમાં પડાય છે (પડાશે). આ કારણથી તીર્થયાત્રાનો નિષેધ કરાય છે. ત્યારે તેઓ વડે કહેવાયું, જે આ પ્રમાણે - હે ભગવંત ! કેવા પ્રકારનો વળી તીર્થયાત્રામાં જતા એવા અમારા ૩,૪ નો વિશેષાર્થ, જુઓ પેજ નં. ૫૯૯ ૫ નો વિશેષાર્થ, જુઓ પેજ નં. ૫૯૭
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy