SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક / શ્લોક : ૪૬ ૫૩ પરંતુ તે વખતે બંધાયેલું દર્શનમોહનીયકર્મ જીવમાં મૂઢતાના પ્રવાહ દ્વારા યાવત્ અનંત સંસાર સુધી મૂઢતા પેદા કર્યા કરે તેવી શક્તિવાળું બંધાય છે. અને તેના ઉદયકાળમાં તત્ત્વવિષયક મૂઢતાને કારણે દરેક ભવમાં હિંસાદિ પાપકર્મોના ક્લિષ્ટ અધ્યવસાયો વારંવાર ઉત્પન્ન થવાને કારણે જીવને ખરાબ ભવોની પ્રાપ્તિ થાય છે. જોકે તે ખરાબ ભવો તે તે હિંસાદિના અધ્યવસાયથી પેદા થાય છે, તો પણ તે હિંસાદિના અધ્યવસાયો તે મૂઢતાને કારણે થયેલ છે, અને તે મૂઢતા ઉત્સૂત્રભાષણ આદિથી થયેલ છે. તેથી જ સાવઘાચાર્યને નરકાદિ ભવોની પ્રાપ્તિ ઉત્સૂત્રભાષણથી થયેલ છે, તેમ કહેવાય છે. (૨૪) ૬૪મેત્તવિ . જન્મવંધે આટલામાત્રથી એ પ્રકારનો શબ્દ સાધ્વીજીના સ્પર્શનો પરામર્શક નથી, પરંતુ પૂર્વમાં સાવઘાચાર્યે જે કહ્યું કે, એકાંત મિથ્યાત્વ છે, આગમ અનેકાંતરૂપે છે તે વચનનો પરામર્શક છે. અને તેનાથી એ પ્રાપ્ત થાય કે, આટલા વચનમાત્રથી સાવધાચાર્યે ઘોર અને દુઃખે ક૨ીને મુક્ત કરી શકાય એવાં બદ્ધ સૃષ્ટ અને નિકાચિત કર્મો બાંધ્યાં, એ પ્રકારે અન્વય છે. વજાચાર્ય દૃષ્ટાંત asi : भवं ! इणं गणिणो वि अच्चतविसुद्धपरिणामस्सवि केइ दुस्सीले सच्छंदत्ताएइ वा गारवत्ताएइ वा जायाइमयत्ताएइ वा आणं अइक्कमेज्जा से णं किमाराहगे भवेज्जा ! गो० ! जेणं गुरू समसत्तुमित्तपक्खो गुरुगुणेसुं ट्ठिए सययं सुत्ताणुसारेणं चेव विसुद्धासए विहरेज्जा, तस्साणमइक्कंतेहिं णवणउएहिं चउहिं सहिं साहूणं जहा विराहियं तहा चेव अणाराहगे हविज्जा । ટીકાર્ય : સે મવવું ! ..... વિખ્ખા | હે ભગવંત ! અત્યંત વિશુદ્ધ પરિણામવાળા પણ ગણનાયકની પણ, કોઈ દુઃશીલ શિષ્ય સ્વચ્છંદતાથી કે ગારવપણાથી કે જાતિ આદિ મદપણાથી આશા ઉલ્લંઘે તે શું આરાધક થાય ? હે ગૌતમ ! જે કારણથી સમ શત્રુ-મિત્રવાળા, ગુરુગુણમાં સ્થિત, વિશુદ્ધ આશયવાળા એવા ગુરુ સતત સૂત્રાનુસારે વિચરતા હોય, તેની આજ્ઞાને ઉલ્લંઘન કરવાથી ચારસો નવાણું સાધુઓ જે પ્રમાણે વિરાધિત થયા, તે પ્રમાણે જ અનારાધક થાય. ૦ અહીં પ્રસ્તુત દૃષ્ટાંતમાં સ્વચ્છંદપણાથી ૪૯૯ શિષ્યોએ આજ્ઞાનું ઉલ્લંઘન કરેલ છે. ટીકાઃ से भयवं ! कयरे णं ते पंचसए एक्कविवज्जिए साहूणं जेहिं च णं 'तारिसगुणोववेयस्स महाणुभागस्स गुरुणो आणं अइक्कमिउं णाराहियं ? गो० ! णं इमाए चेव उसभाइचउवीसिगाए अतीताए तेवीसमाए चउवीसिगाए ૧ નો વિશેષાર્થ, જુઓ પેજ નં. ૫૯૪
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy