SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક | શ્લોક : ૪૬ પ૮૫ આ વચન, હે ગૌતમ ! ગ્રીષ્મના તાપથી સંતાપ પામેલાં મોરનાં કુળોને નવીન વર્ષાઋતુના જળથી ઘન એવાં વાદળોની જેમ તે દુષ્ટ શ્રોતાઓ વડે બહુમાન સહિત સ્વીકારાયું. ત્યાર પછી તે ગૌતમ ! એક વચનના દોષથી અનંત સંસારપણું બાંધીને અને પાપસમુદાયના મહાત્કંધને એકઠા કરાવનાર તે વચનોનું પ્રતિક્રમણ કર્યા વગર મરીને તે સાવધાચાર્ય વાણવ્યંતરમાં ઉત્પન્ન થયા. વિશેષાર્થ : (૧૯) “રદારમામાનેvi... અન્ય કોઈ પરિહાર નહિ મળવાથી, સાવઘાચાર્ય જોકે પોતે જાણતા હતા કે મહાનિશીથસૂત્રનો અન્યથા અર્થ કરીશ તો દીર્ઘ સંસારની પ્રાપ્તિ થશે, તો પણ માનકષાયને પરવશ થઈને તે સૂત્રનો અન્યથા અર્થ કરવા તૈયાર થયા, તે જ તેમના દીર્ઘ સંસારનો અંગીકાર છે. અને આ પ્રસંગે તેઓએ જો કષાયને બાજુમાં રાખ્યો હોત તો કહી શકત કે સાધ્વીજીએ જ્યારે તેમના ચરણનો સ્પર્શ કર્યો, ત્યારે ભગવાનના વચન પ્રમાણે મારે પગના સંકોચ માટેનો યત્ન કરવો જોઈએ, અને સાધ્વીજીને સ્પર્શ માટેનો નિષેધ કરવો જોઈએ; પરંતુ પ્રમાદથી જ્યારે મારાથી તે કરાયું નથી, ત્યારે મારે તેની શુદ્ધિ માટેનો જ પ્રયત્ન કરવો જોઈએ. અને ત્યાં સુધી આ લોકો તેને મૂળગુણ રહિત સ્થાપીને અન્ય કોઈપણ નામ આપે તો પણ ધૈર્યપૂર્વક જો સહન કર્યું હોત તો ઘણા કર્મની નિર્જરાને પામત, અને તે સ્વીકારથી શાસનની કોઈ પ્લાનિ થવાની સંભાવના રહેતી નથી, કેવળ સાવદ્યાચાર્ય અપૂજ્ય સિદ્ધ થાય છે. જ્યારે પ્રસ્તુત સૂત્રનો અન્યથા અર્થ કર્યો ત્યારે ભગવાનના વચન પ્રત્યેનો જે અત્યંત પક્ષપાત હતો, તેના કરતાં પણ સ્વમાનના રક્ષણ માટેનો પ્રયત્ન વધારે બળવાન હતો, અને તેથી જ અનંત સંસારની વૃદ્ધિ થઈ. (૨૦) “ફસાવવાર્દિ મો . નિમાબામાકાંતા ” અહીં સાવઘાચાર્યના વિપરીત વચનને કારણે શિથિલાચારીને મનસ્વી રીતે અનેકાંતને ગ્રહણ કરવાની દિશા પ્રાપ્ત થઈ, અને તે જાણવા છતાં તેમણે આ વચન કહ્યું, તેથી જ સાવઘાચાર્યને અનંત સંસાર થયો છે. પરંતુ તેમના તે વચનથી શિથિલાચારીને કોઈ પોતાની શિથિલ પ્રવૃત્તિમાં સહાયક થાય તેવું વચન ન હોત, અને ભગવાનના વચનથી વિપરીત વચન હોય, તો અનંતસંસાર ન થાય એવો કોઈકને ભ્રમ થઈ શકે. પરંતુ વસ્તુતઃ શિથિલાચારીને પોતાની શિથિલતામાં સહાયક ન હોય તેવું પણ કોઈક વચન, ભગવાનના વચનથી વિરુદ્ધ કષાયને વશ બોલવામાં આવે તો અનંતસંસાર થઈ શકે છે. અને આથી જ મહાનિશીથની તે ગાથા જો સાવદ્યાચાર્યે પ્રરૂપણા કરી ન હોત, તો શિથિલાચારીઓને પોતાની શિથિલતા દૃઢ કરવામાં સહાયક કોઈ વચન ન મળત, તો પણ તેમ કરવામાં અનંતસંસાર પ્રાપ્ત થાય, એ પ્રકારના ભગવાનના વચનને સાવઘાચાર્ય ઉત્સુત્રભાષણ કર્યું, તેના પૂર્વમાં સ્મરણ કરે છે. અને આથી જ તે ગાથા ગોપવતા નથી અને ઉત્સુત્રભાષણ કર્યું એના પૂર્વમાં અન્યથા પ્રરૂપણા કરતા નથી. તેથી એ ફલિત થાય છે કે, તેમના વચનથી લોકમાં વિપરીત ફળ થાય કે ન પણ થાય; પરંતુ પોતાના હૈયામાં ભગવાનના વચનને પોતાના કષાયને વશ થઈને અન્યથા કહેવાનો અધ્યવસાય
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy