SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૪ પ્રતિમાશતક | શ્લોક : ૪૬ સમાધાન ન કરતાં, અયોગ્યને વાચના નહિ આપવાનું ભગવાને કહેલ છે, તેમ કહીને તેઓને વાસ્તવિક વસ્તુનું ધ્યાન ખેંચવા પ્રયત્ન કરે છે. પરંતુ આમ છતાં મઠાધીશો પોતાની ઉચિત પ્રવૃત્તિ તરફ ન જતાં તે મહાનિશીથના વચનને સાવઘાચાર્યને બાધ ન આવે તે રીતે અર્થ કરવા માટે જ આગ્રહ કરે છે, તેથી મઠાધીશોની અયોગ્યતા જ ત્યાર પછી પ્રવર્તે છે. અહીં વિશેષ એ છે કે, સાવઘાચાર્ય જ્યારે કહે છે કે, આ અર્થથી જ ભગવાને અયોગ્યને વાચનાનો નિષેધ કર્યો છે, ત્યારે તે શ્રોતાઓને આ રીતે પ્રશ્ન કરવો અયોગ્ય છે તેમ બતાવવા માટે જે આ કહ્યું, ત્યારે સાધ્વીજીના સ્પર્શ વખતે પગનો સંકોચ કરવામાં પોતે જે પ્રમાદ કરેલ, તેને ગોપવવા માટેનો ત્યાં યત્ન છે, તે દોષરૂપ છે; તો પણ ભગવાનના વચન વિરુદ્ધ તે સૂત્રનો અર્થ ન કરતાં અયોગ્યને વાચના આપવાનો નિષેધ છે, તેમ કહે છે, તે હજી તેમનો કંઈક શુભભાવ છે. અને તેથી જ તે વચન દ્વારા અનંત સંસારની વૃદ્ધિ થતી નથી; પરંતુ જ્યારે મહાનિશીથનો વિપરીત અર્થ કરે છે, ત્યારે અનંત સંસારની વૃદ્ધિ થાય છે. ટીકા - ____ ताहे पुणोवि तेहिं भणियं, जहा-किमेयाइं अरुडबरडाइ असंबद्धाई दुब्भासियाइं पलवसि ? जइ परिहारगं ण दाउं सक्के ता उप्पडसु आसणाओ । ओसर सिग्धं इमाओ ठाणाओ । किं देवस्स रूसेज्जा, जत्थ तुमंपि पमाणीकाऊणं सव्वसंघेणं समयसब्भावं वायरिउं जे समाइट्ठो ? तओ पुणोवि सुइरं परितप्पिऊणं गो० ! "अन्नं परिहारगमलभमाणेणं अंगीकाऊणं दीहसंसारं भणियं च सावज्जायरिएणं जहा 'णं उस्सग्गाववायेहिं आगमो ठिओ । तुब्भे ण याणह, एगंतो मिच्छत्तं, जिणाणमाणामणेगंता ।' एयं च वयणं गो० गिम्हायवसंताविएहिं सिहिउलेहिं व अहिणवपाउससजलघणो व सबहुमाणं समाइच्छियं तेहिं दुट्ठसोयारेहिं । तओ एगवयणदोसेणं गो० ! निबंधिऊणांणंतसंसारियत्तणं अपडिक्कमिऊणं च तस्स पावसमुदायमहाखंधमेलावगस्स, मरिऊण उववन्नो वाणमंतरेसु सो सावज्जायरिओ ।। ટીકાર્ચ - તાદે ......... સાવMારકો ત્યારે ફરી પણ તેઓ વડે કહેવાયું, જે આ પ્રમાણે - આવાં આડાંઅવળાં સંબંધ વગરનાં દુર્ભાષિત વચનોનો શું પ્રલાપ કરો છો? જો સમાધાન આપવા શક્તિમાન ન હો તો આસન ઉપરથી ઊભા થઈ જાઓ અને જલદી આ સ્થાનથી નીકળી જાઓ. સંઘનું શું દેવ રુવું છે?=શું ભાગ્ય કયું છે? કે જ્યાં સર્વ સંઘ વડે શાસ્ત્રનો સદ્ભાવ કહેવા માટે જે તમે આદિષ્ટ કરાયા? ત્યાર પછી ફરી પણ લાંબા કાળ સુધી સંતાપ કરીને, હે ગૌતમ ! “અન્ય સમાધાન નહિ મેળવતા એવા સાવઘાચાર્ય વડે દીર્ઘ સંસાર અંગીકાર કરીને કહેવાયું, જે આ પ્રમાણે – આગમ ઉત્સર્ગ અને અપવાદ વડે યુક્ત હોય છે, તે તમે જાણતા નથી. એકાંત મિથ્યાત્વ છે, જિનેશ્વરોની આજ્ઞા અનેકાંતવાળી હોય છે. ૧૯ નો વિશેષાર્થ, જુઓ પેજ નં. ૫૮૫ ૨૦ નો વિશેષાર્થ, જુઓ પેજ નં. ૫૮૫
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy