________________
૪૫૬
પ્રતિમાશતક | શ્લોક: ૩૪ શ્લોકાર્ય :
સત્ શાસ્ત્રમાં કહેવાયેલી દશત્રિકાદિક વિધિમાં સૂત્ર, અર્થ, મુદ્રા અને ક્રિયાલક્ષણ યોગમાં પ્રણિધાનથી, વ્રતધારીઓને નિશ્ચિત આ ભાવયજ્ઞ થાય. ભાવ આપદ્ વિનિવારણનો ઉચિત ગુણ છે જેમાં એવા પણ અહીંયાં દ્રવ્યસ્તવમાં, મૂઢોની જે હિંસામતિ છે (તે) ખરેખર ભવસમુદ્રમાં ડૂબતા એવા (તેને) નિશ્ચિત મોટી શિલા છે. ll૩૪
શ્લોકના પૂર્વાર્ધમાં તથા ઉત્તરાર્ધમાં દિ' શબ્દનો પ્રયોગ છે તે નિશ્ચિત અર્થમાં છે ટીકા - ___'सत्तन्त्रोक्त' इति :- सत्तन्त्रे सच्छास्त्रे, उक्तः पूजापूर्वापरागीभूतो ‘दहतिग-अहिगमपणगं' (चैत्य० भा० गा० २) इत्यादिनाऽभिहितो दशत्रिकादिविधिः, तस्मिन् विषये, सूत्रं चार्थश्च मुद्रा च क्रिया च तल्लक्षणेषु योगेषु प्रणिधानतो ध्यानतो, हि निश्चितमयं-द्रव्यस्तवो, भावयज्ञः स्यात्, अभ्युदयनिःश्रेयसहेतुयज्ञरूपत्वात् । ટીકાર્ચ -
સત્ત ..... યાત્રા પૂજાની પૂર્વ-અપર અંગભૂત એવી દશત્રિક, અભિગમ પંચક ઈત્યાદિ વડે સત્ શાસ્ત્રમાં કહેવાયેલી દશત્રિકાદિ વિધિના વિષયમાં, અને સૂત્ર, અર્થ, મુદ્રા અને ક્રિયાલક્ષણ યોગમાં અર્થાત્ મોક્ષની સાથે આત્માને જોડી આપે એવા વ્યાપારવિશેષરૂપ યોગમાં, પ્રણિધાનથી ધ્યાનથી, આ દ્રવ્યસ્તવ નિશ્ચિત ભાવયજ્ઞ છે; કેમ કે અભ્યદય દ્વારા મોક્ષના હેતુભૂત યજ્ઞરૂપપણું છે. ટીકા :
यदाह"एतदिह भावयज्ञः सद्गृहिणो जन्मफलमिदं परमम् ।
अभ्युदयाविच्छित्त्या नियमाद-पवर्गतरुबीजम्" ।। (षोड० ६ श्लो० १४) इति ।
हि-निश्चितं, अत्र द्रव्यस्तवे जिनविरह-प्रयुक्ततद्विनयासंपत्तिरूपा या भावापत् तद्विनिवारणोचितो गुणो यत्र, तादृशेऽपि या हिंसामतिः, सा खलु मूढानां विपर्यस्तानां, जन्मोदधौ संसारसमुद्रे, मज्जतां गले महती शिला । मज्जतां हि पापानां गले शिलारोप उ(प)चित एवेति सममलङ्कारः । 'समं योग्यतया संयोगो यदि सम्भावितः क्वचित्' इति काव्यप्रकाशकारः ।। ટીકાર્ય :
યવાદ' જે કારણથી કહે છે દ્રવ્યસ્તવ નિશ્ચિત ભાવયજ્ઞ છે, તેમાં હેતુરૂપે સાક્ષી આપતાં કહે છે -