SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક બ્લોક: ૩૪ ૪પ૭ પતર્ ..... માવતરુવીનમ્ II જિનભવનનું વિધાન, અહીંયાં=લોકમાં, ભાવયજ્ઞ છે. સદ્ગહસ્થના જન્મનું આજિનભવન વિધાન, પરમ=પ્રધાન, ફળ છે. અભ્યદયની અવિચ્છિત્તિથી=સંતતિથી પરંપરાથી, નિયમથી=નક્કી, અપવર્ગરૂપ વૃક્ષનું-મોક્ષરૂપ વૃક્ષનું, બીજ છે. ‘ત્તિ' શબ્દ સાંભીપાઠની સમાપ્તિસૂચક છે. વિશેષાર્થ - વિવેકસંપન્ન શ્રાવક જ્યારે પૂજા કરે છે ત્યારે દશત્રિક આદિ વિધિમાં ઉપયુક્ત થઈને પૂજામાં પ્રવર્તે છે. વળી તે ત્રણ પ્રકારની નિશીહિ કરે ત્યારે કેવલ શબ્દથી નિમહિનો પ્રયોગમાત્ર ન કરે, પરંતુ તે નિસીહિ શબ્દ બોલતાં ચિત્તમાં નિતીતિ દ્વારા જે જે વ્યાપારોનો ત્યાગ કરવાનો છે, તેનું વર્જન થાય તે પ્રકારના અંતરંગયત્નપૂર્વક નિસીહિ શબ્દનો પ્રયોગ કરે. તે જ રીતે પાંચ અભિગમ સાચવતી વખતે કેવલ બાહ્ય આચરણારૂપ પાંચ અભિગમને સાચવવાની ક્રિયા ન કરે, પરંતુ “લોકોત્તમ પુરુષના વિનયનો આ જ ઉપાય છે.” એ પ્રકારની બુદ્ધિપૂર્વક પાંચ અભિગમનું પાલન કરે, જેથી વિનયનો પરિણામ પ્રવર્ધમાન બને. આ રીતે દશત્રિકાદિકમાં વિવેકી શ્રાવક પ્રણિધાન કરે છે, તેમ જ આત્માને મોક્ષની સાથે જોડી આપે એવા યોગોમાં પ્રણિધાન કરે છે; અને તે યોગ અહીં સૂત્ર, અર્થ, મુદ્રા અને ક્રિયા સ્વરૂપ છે. જેમ ભગવાનનાં સ્તવનાદિ કરતો હોય કે ચૈત્યવંદનાદિ કરતો હોય તે વખતે, સૂત્રમાં અને સૂત્રથી વાચ્ય અર્થમાં એ રીતે માનસને પ્રવર્તાવે છે કે, તેનું ચિત્ત ચૈત્યવંદનાદિ ક્રિયાને અનુરૂપ ઉત્તમ પરિણતિવાળું બને છે, અને તેના ઉપખંભકરૂપે મુદ્રામાં પણ તે યત્ન કરે છે, અને કાયિક આદિ ક્રિયામાં પણ તે રીતે તે ઉપયુક્ત રહે છે, ત્યારે, તે પૂજા વ્રતધારી શ્રાવકને ભાવયજ્ઞ બને છે; કેમ કે અભ્યદય દ્વારા નિઃશ્રેયસના હેતુરૂપ તે યજ્ઞ છે. અહીં પ્રશ્ન થાય કે, અભ્યદય દ્વારા નિઃશ્રેયસનો હેતુ હોવાથી તે દ્રવ્યસ્તવ ભાવયજ્ઞ કઈ રીતે બને છે? તેનું તાત્પર્ય એ છે કે, જે કર્મને બાળવાની ક્રિયા છે તે ભાવયજ્ઞ છે. જેમ મુનિ સંયમ દ્વારા કર્મને બાળે છે, તેથી તે ભાવયજ્ઞ છે; તે રીતે વ્રતધારી શ્રાવક ભગવાનની પૂજા દ્વારા કર્મોનો નાશ કરી મોક્ષને પ્રાપ્ત કરે છે; પરંતુ સંયમ એ સાક્ષાત્ નિર્જરા પ્રત્યે કારણ બને છે, જ્યારે ભગવાનની પૂજાથી નિર્જરા થાય છે, તેમ સાથે પુણ્યાનુબંધિપુણ્યનો બંધ પણ થાય છે, જે અભ્યદયનું કારણ છે; અને તે અભ્યદય પણ ઉત્તરોત્તર વિશેષ નિર્જરાના કારણભૂત એવા અધ્યવસાયને ઉસ્થિત કરીને નિર્જરાની પ્રાપ્તિ કરાવે છે. આ રીતે અભ્યદય દ્વારા નિર્જરાનું કારણ હોવાને કારણે દ્રવ્યસ્તવ એ ભાવયજ્ઞ છે. ટીકાર્ચ - દિકનિશ્વિતં, ...... શિત્તા અહીંયાં વ્યસ્તવમાં અર્થાત્ જિનવિરહપ્રયુક્ત વિનયની અસંપત્તિરૂપ જે ભાવ આપત્તિ તેના નિવારણનો ઉચિત ગુણ છે જેમાં એવા પણ દ્રવ્યસ્તવમાં, જે મૂઢોની=વિપર્યસ્તોતી, હિંસાની મતિ છે, તે સંસારસમુદ્રમાં ડૂબતા એવા જીવોને નક્કી ગળામાં મોટી શિલા છે. શ્લોકના ઉત્તરાર્ધમાં દિ' શબ્દ છે, તે નિશ્ચિત અર્થમાં છે અને તેનો અન્વય સંસારસમુદ્રમાં ડૂબતા એવા જીવોને નિશ્ચિત ગળામાં મોટી શિલા છે, એ પ્રમાણે જાણવો.
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy