SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ નિમાશતક, શ્લોકઃ ૩૩-૩૪ ૪૫૫ ટીકાર્ય :| તથા વૈર ... તિ મા || અને વૈર, વ્યાધિ, વિરોધ, મત્સર, મદ અને ક્રોધ વડે કરીને ઉપદ્રવ થતો નથી તતે કારણથી, દ્રવ્યસ્તવના ઉપક્રમમાં ઉપક્રમ કરાતા દ્રવ્યસ્તવમાં, દોષદલન=દોષના ઉચ્છેદને કરનારો, કયો ગુણ થતો નથી ? પરંતુ ઘણો જ (ગુણ) થાય છે, એ પ્રકારે ભાવ છે. Im૩૩ાા ૦ તથા' શબ્દ પૂર્વકથનના સમુચ્ચય માટે છે. વિશેષાર્થ: પૂજાથી જેમ મૈત્રીભાવ થાય છે, તેમ વૈરાદિ ભાવીકૃત ઉપદ્રવ થતા નથી. જે વ્યક્તિ ભગવાનના ગુણોનું સમ્યગું અવલોકન કરીને તે ગુણોની વૃદ્ધિ અર્થે ભગવાનની પૂજામાં યત્ન કરે છે, તે વ્યક્તિનું ચિત્ત ભગવાનના ગુણો પ્રત્યે આવર્જિત હોવાને કારણે વૈરાદિ ઉપદ્રવો વગરનું બને છે; અર્થાત્ વૈર-વ્યાધિ, વિરોધ, મત્સર, મદ – આ બધા ભાવો તેના ચિત્તમાંથી દૂર થઈ જવાથી ચિત્ત ઉપશાંત બની જાય છે. યદ્યપિ વ્યાધિ એ અશાતા વેદનીયકર્મના ઉદયથી આવે છે, તેથી ચિત્તનો ધર્મ નથી, માટે ભગવાનની પૂજા દ્વારા થતા ઉત્તમ ચિત્તથી અશાતાકૃત ઉપદ્રવ શમી ન શકે; પરંતુ ભગવાનની પૂજામાં સમ્યગુ યત્ન કરનારને પ્રાયઃ કરીને અશાતા વેદનીયાદિ પાપપ્રકૃતિ વિપાકને અભિમુખ હોય તો પણ પરિણામાંતર પામી જાય છે; અર્થાત્ શાતા વેદનીયાદિ રૂપે ઉદયમાં આવે છે. અને ચિત્ત અત્યંત શાંત થવાને કારણે શરીરની પ્રકૃતિ તેવી સ્વસ્થ રહે છે કે, જેથી પ્રાયઃ નિકાચિત કર્મો વિપાકમાં આવે તો જ વ્યાધિનો ઉપદ્રવ થાય, અન્યથા ન થાય. અને વૈર, વિરોધ આદિ જે ચિત્તના મલિન ભાવો છે, તે પૂજાની ક્રિયાથી ક્રમે કરીને નાશ પામે છે, તેથી દ્રવ્યસ્તવથી ઘણા ગુણો થાય છે. II3II અવતરણિકા: उक्तशेषमाह - અવતરણિકાર્ચ - શ્લોક-૩૧-૩૨-૩૩માં દ્રવ્યસ્તવના ગુણો કહ્યા પછી જે ઉક્તશેષ છે અર્થાત પૂર્વમાં દ્રવ્યસ્તવના ગણો કહ્યા, પછી જે અવશિષ્ટ ગુણો છે, તે બતાવતાં કહે છે - શ્લોક : सत्तन्त्रोक्तदशत्रिकादिकविधौ सूत्रार्थमुद्राक्रियायोगेषु प्रणिधानतो व्रतभृतां स्याद् भावयज्ञो ह्ययम् । भावापद्विनिवारणोचितगुणे ह्यप्यत्र हिंसामतिमूंढानां महती शिला खलु गले जन्मोदधौ मज्जताम् ।।३४ ।।
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy