________________
૪૦.
પ્રતિમાશતક) શ્લોક : ૨ તો, બહુલતાએ સર્વની ક્રિયાઓ અર્થોપયોગરહિત થવાની સંભાવનાને કારણે અનર્થરૂપ પ્રાપ્ત થાય. કહેવાનો આશય એ છે કે, જે જીવ અર્થનો તીવ્ર સ્પૃહાલુ હોય, અને શક્તિના અભાવને કારણે કે તથાવિધ પ્રમાદને કારણે અર્થમાં યત્ન ન કરતો હોય, તો પણ અર્થને પ્રાપ્ત કરવાની તીવ્ર સ્પૃહા હોય, તેથી જ પોતાના પ્રમાદની વારંવાર નિંદા કરતો હોય, અને તેને દૂર કરવા માટે કાંઈક યત્ન પણ કરતો હોય; તે જીવનો તે દ્રવ્યક્રિયામાં વર્તતો દોષ નિરનુબંધ હોય છે, તેથી તે દ્રવ્યઆવશ્યકપણું ભાવના કારણરૂપ બને છે. પરંતુ જે જીવને અર્થપૂર્વક કરવાની વૃત્તિ જ નથી, અને તેવી વૃત્તિ પેદા થાય તેમ પણ નથી, અને તેવો જીવ અપ્રજ્ઞાપનીય ભૂમિકાવાળો છે; તેથી તેની તે સર્વક્રિયાઓ યોગીકુળમાં જન્મની બાધક છે. જ્યારે પ્રજ્ઞાપનીય જીવ કે પોતાની ત્રુટિને દૂર કરવાની ઇચ્છાવાળો જીવ, જે કાંઇ દ્રવ્યક્રિયા કરે છે, તે વિશિષ્ટ યોગીકુળના જન્મની પ્રાપ્તિનું કારણ નહિ હોવા છતાં, સર્વથા યોગીકુળના જન્મની બાધક બનથી નથી. અને જેઓ આ સઘળી ક્રિયાઓ અર્થના ઉપયોગપૂર્વક કરે છે, તેમની તે ક્રિયાઓ ઉત્તમ કોટિના યોગીકુળના જન્મની પ્રાપ્તિનું કારણ બને છે. પરંતુ લુપાક સ્વીકારે છે તેમ લોગસ્સ સૂત્ર નામમાત્રના ઉત્કીર્તનરૂપ સ્વીકારીએ તો શાસ્ત્ર જ અર્થના ઉપયોગ વગર ચતુર્વિશતિસ્તવ બોલવાનું કહે છે, તેમ માનવું પડે. અને તેમ માનીએ તો અર્થના ઉપયોગ વગર જ બોલવાની રુચિ પણ થાય, જે વિપર્યાસરૂપ છે, તેથી યોગીકુળમાં જન્મ થાય નહિ; માટે નામમાત્ર બોલવામાં તાત્પર્ય સ્વીકારી શકાય નહિ. ટીકાર્ય :
સર વ.....નિષેઘ ! આથી કરીને જ પૂર્વમાં કહ્યું કે અર્થઉપયોગરહિત એવા ઉત્કીર્તનનું રાજાની વેઠસમપણું હોવાને કારણે યોગીકુળમાં જન્મનું બાધકપણું છે આથી કરીને જ દ્રવ્યઆવશ્યકનો નિષેધ છે શાસ્ત્રમાં અપ્રધાનદ્રવ્યઆવશ્યકનો નિષેધ છે. ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે, દ્રવ્યઆવશ્યકનો શાસ્ત્રમાં નિષેધ છે, પરંતુ અર્થોપયોગરહિત ઉત્કીર્તન દ્રવ્યઆવશ્યક છે તે કેવી રીતે નક્કી થાય? તેથી કહે છે - ટીકાર્ય :
સૂત્રે..મારાધ્યતિ | અને સૂત્રમાં અનુપયોગ દ્રવ્ય છે. એ પ્રકારે અનુયોગ દ્વારાદિમાં સેંકડો વખત ઉદ્ઘોષિત છે કહેલું છે, અને વળી અર્થોપયોગમાં વાક્યાર્થપણાથી જદ્રવ્યજિતની આરાધ્યતા સિદ્ધ થાય છે. વિશેષાર્થ :
ચતુર્વિશતિસ્તવમાં અર્થોપયોગપૂર્વક પ્રવૃત્તિ કરવાથી તે તે નામથી વાચ્ય એવા દ્રજિનની ઉપસ્થિતિ થાય છે, અને તેમનું ઉત્કીર્તન હોવાને કારણે દ્રવ્યજિનની આરાધ્યતા સિદ્ધ થાય છે.