SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક | શ્લોક : ૨ ૩૯ પ્રચલિત ચતુર્વિંશતિસ્તવને ગ્રહણ કરતાં પ્રથમ તીર્થપતિના કાળને જ અહીં ગ્રહણ કરેલ છે. તેનું કારણ વર્તમાનમાં ચોવીસ તીર્થંકરો સિદ્ધાવસ્થામાં હોવાથી દ્રવ્યજિન હોવા છતાં વર્તમાનમાં ગુણસંપત્તિયુક્ત છે, કેમ કે સિદ્ધાવસ્થામાં પરિપૂર્ણ ગુણયુક્ત છે; જ્યારે ઋષભદેવ ભગવાનના કાળમાં અન્ય તીર્થંકરો યાવત્ એકેન્દ્રિયાદિમાં પણ હોઈ શકે છે, અને તે ભૂમિકામાં મોક્ષને અનુકૂળ સંપૂર્ણ ગુણસંપત્તિનો અભાવ પણ હોઇ શકે છે; આમ છતાં તેઓ આરાધ્યપણાને પામે છે, તે વસ્તુ કારણઅવસ્થારૂપ દ્રવ્યનિક્ષેપાની આરાધ્યતાને બતાવે છે. ટીકાર્ય : - ન .....વગ્રòપત્ચાત્ । અને ઋષભ-અજિતાદિકાળમાં એક સ્તવ, દ્વિસ્તવાદિ પ્રક્રિયા પણ કરવી શક્ય નથી, કેમ કે શાશ્વત અધ્યયનપાઠની લેશથી પણ પરાવૃત્તિ કરવાથી કૃતાંતકોપનું વજ્રલેપપણું છે. વિશેષાર્થ : ચતુર્વિંશતિસ્તવ શાશ્વત અધ્યયન પાઠ છે, અને તેને એક સ્તવ, બે સ્તવાદિ પ્રક્રિયા કરીએ તો પરાવૃત્તિ થાય, અને તે ઉત્સૂત્રભાષણરૂપ હોવાથી દીર્ઘસંસારનું કારણ બને છે. અહીં વિશેષ એ છે કે, દરેક ચોવીસીમાં તીર્થંકરો ભિન્ન ભિન્ન થાય છે તો પણ ચતુર્વિંશતિસ્તવ શાશ્વત છે; ફક્ત તે તે ચોવીસીમાં તે તે નામો યુક્ત ચતુર્વિંશતિસ્તવની ગણધરો રચના કરે છે. તેથી પ્રસ્તુત નામવાળું ચતુર્વિંશતિસ્તવ શાશ્વત નહિ હોવા છતાં ચતુર્વિંશતિસ્તવરૂપે શાશ્વત છે. ટીકાર્ય : ન ચૈ......વાધાત્, અને નામ ઉત્કીર્તનમાત્રમાં તાત્પર્ય હોવાને કારણે અવિરોધ છે એમ ન કહેવું, કેમ કે અર્થના ઉપયોગરહિત એવા ઉત્કીર્તનનું રાજવિષ્ટિ=રાજાની વેઠ, સમપણું હોવાને કારણે યોગીકુળમાં જન્મતું બાધકપણું છે. વિશેષાર્થ : પૂર્વપક્ષીનું એ કહેવું છે કે, ઋષભદેવ ભગવાનના કાળમાં ચતુર્વિંશતિસ્તવની આરાધના થાય ત્યાં, ચોવીસે તીર્થંકરોના નામમાત્રનું ઉત્કીર્તન ક૨વામાં તાત્પર્ય છે; તેથી ત્રેવીસ તીર્થપતિઓના દ્રવ્યનિક્ષેપા આરાધ્ય છે એવો અર્થ તે સ્તવથી પ્રાપ્ત થાય નહિ, તેથી અવિરોધ છે=દ્રવ્યનિક્ષેપો ન સ્વીકારીએ તો પણ વાંધો નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે, અવિરોધ છે એમ ન કહેવું, કેમ કે અર્થના ઉપયોગરહિત જે નામમાત્રનું ઉત્કીર્તન છે તે રાજાની વેઠ સમાન છે, અને તે યોગીકુળના જન્મનું બાધક છે. આથી કરીને જ દ્રવ્યઆવશ્યકનો નિષેધ શાસ્ત્રમાં કરેલ છે. અહીં વિશેષ એ છે કે આ રીતે અર્થના ઉપયોગરહિત ઉત્કીર્તન યોગીકુળના જન્મનું બાધક કહીએ
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy