________________
૩૫
પ્રતિમાશતક, શ્લોક : ૨ વ્યાખ્યાન નામ-સ્થાપનાદિરૂપે જ કરેલ છે. તેથી એ પ્રાપ્ત થાય કે, ચારેય નિક્ષેપાઓની યથાર્થ રુચિ કરનાર નિસર્ગરુચિ છે, અને તેનાથી એ પ્રાપ્ત થાય છે કે યથૌચિત્ય ચારે નિક્ષેપાઓ આરાધ્ય છે. તેની જ પુષ્ટિ કરતાં કહે છે કે, જો નિક્ષેપ અપ્રસ્તુત અર્થને દૂર ન કરે અને પ્રસ્તુત અર્થને જણાવે નહિ, તો યથૌચિત્યથી આરાધના થઇ શકે નહિ; કેમ કે જે ભૂમિકામાં જે નિક્ષેપો આરાધ્ય હોય ત્યારે તે શબ્દથી પ્રસ્તુત જે અર્થ હોય તેનો નિક્ષેપ વ્યાકરણ કરે છે, અને અપ્રસ્તુત અર્થ હોય તેનો નિક્ષેપ અપાકરણ કરે છે, અને તે જ રીતે ત્યારે તે નિક્ષેપો આરાધ્ય બને છે. આથી કરીને જ કહ્યું કે, ચારે નિક્ષેપાનું યથૌચિત્યથી આરાધ્યપણું અવિરુદ્ધ છે. અને ચારે નિક્ષેપાનું યથૌચિત્યથી આરાધ્યપણું બતાવવા માટે જ અપ્રસ્તુત અર્થનું અપાકરણ કરવાથી અને પ્રસ્તુત અર્થનું વ્યાકરણ કરવાથી નિક્ષેપ ફળવાન છે, એ પ્રકારની શાસ્ત્રીય મર્યાદા છે.
- અહીં વિશેષ એ છે કે, અન્યદર્શનમાં રહેલ જીવ પોતાને અભિમત એવા ઇશ્વરના નામનો જાપ કરે છે, તેમની મૂર્તિની પૂજા કરે છે, અને ભાવિમાં પોતાને અભિમત એવા બુદ્ધાદિરૂપે કોઇ થનાર છે તે વ્યક્તિને જુએ ત્યારે તેમના પ્રત્યે પ્રાયઃ બહુમાનભાવ તેમને હોય છે, અને સાક્ષાત્ પોતાને અભિમત એવા ભાવઈશ્વરને તે જુએ તો ઉપાસનીય માને છે; તેથી ચારેય નિક્ષેપાની શ્રદ્ધા એકાંતવાદીને પણ સંભવે. પરંતુ જે પ્રકારે ભગવાને ચારેય નિક્ષેપા આરાધ્ય કહ્યા છે કે અનારાધ્ય કહ્યા છે તે જ પ્રકારે જેમને શ્રદ્ધા નથી, તેઓ નિસર્ગરુચિવાળા નથી. આથી જ પ્રશસ્ત ભાવ સંબંધી ત્રણ નિક્ષેપ જે રીતે આરાધ્ય કહ્યા છે તે રીતે જ રુચિ હોય તે નિસર્ગરુચિ છે. અને તે રુચિ પણ પ્રારંભિક કક્ષાની હોય કે સ્કૂલબોધરૂપ હોય તો સમ્યગ્દર્શનરૂપ ન બને, પરંતુ તેના હેતુરૂપ બને. પરંતુ જ્યારે તે રુચિ પરાકોટિની થાય છે, ત્યારે તે અવશ્ય સમ્યગ્દર્શનરૂપ બને છે; અને તે વખતે સૂક્ષ્મબોધ અવશ્ય હોય છે, અને તે વખતનો બોધ દૃષ્ટ પદાર્થમાં જેવા નિર્ણયવાળો હોય છે તેવો જ તત્ત્વના વિષયમાં નિર્ણયવાળો હોય. ઉત્થાન :
ગ્રંથકારે પૂર્વમાં ઉત્તરાધ્યયનસૂત્રના વચનથી સામાન્ય રીતે ચારેય નિક્ષેપાનું આરાધ્યપણું બતાવીને પૂર્વપક્ષીએ મહાનિશીથના પાઠથી ત્રણ નિક્ષેપોને અનારાધ્ય કહેલ તેનું નિરાકરણ કર્યું. હવે વિશ્વ થી નામાદિ ચારેય નિક્ષેપોમાંથી પ્રત્યેકનું શાસ્ત્રવચનના બળથી આરાધ્યપણું બતાવતાં કહે છે – ટીકાર્ય :
ન્ચિ......તવ સિદ્ધમ્, (૧) નામનિક્ષેપનું આરાધ્યપણું ઉત્તરાધ્યયનના સમ્યક્તપરાક્રમ અધ્યયનમાં ઉપદર્શિત ચતુર્વિશતિસ્તવના આરાધ્યપણાથી જ સિદ્ધ છે, તે આ રીતે -
ચઉવસત્થા વડે હે ભગવન્! જીવ શું પેદા કરે છે ? તેના જવાબરૂપે ભગવાન કહે છે કે, યઉવીસFા વડે જીવ દર્શનવિશુદ્ધિ પેદા કરે છે. આ પ્રકારે ઉત્તરાધ્યયનસૂત્રનું વચન છે.