________________
૩૪
પ્રતિમાશતક, બ્લોક : ૨
ઉત્થાન :
પૂર્વપક્ષીએ મહાનિશીથસૂત્રના બળથી નામાદિત્રયને અકિંચિત્થર સ્થાપન કરવા પ્રયત્ન કર્યો તેનું સમાધાન સિદ્ધાંતકારે બે રીતે કર્યું. તેનાથી એ પ્રાપ્ત થાય કે, મહાનિશીથનું વક્તવ્ય સાપેક્ષ છે, તેથી તેના બળથી નામાદિત્રય નિક્ષેપાનો નિષેધ થઈ શકે નહિ. તેની જ પુષ્ટિ પિ થી અન્ય સાક્ષીપાઠ દ્વારા કરે છે -
ટીકા :
अपि च 'जो जिणदिढे भावे चउव्विहे सद्दहाइ सयमेव । एमेव नन्नहत्ति य, स निसग्गरुइत्ति णायव्वो' इत्युत्तराध्ययनवचनाच्चतुर्विधशब्दस्य नामस्थापनाद्रव्यभावभेदभिन्नत्वेन व्याख्यानानिक्षेपचतुष्टयस्यापि यथौचित्येनाराध्यत्वमविरुद्धम्, अत एवाप्रस्तुतार्थापाकरणात् प्रस्तुतार्थव्याकरणाच्च निक्षेपः फलवानिति शास्त्रीया मर्यादा, किञ्च नामनिक्षेपस्याराध्यत्वं तावत् 'चउवीसत्थएणं भंते ! जीवे किं जणई ! चउवीसत्थएणं दंसणविसोहिं जणइ' त्ति (उत्तरा अ० २९) सम्यक्त्वपराक्रमाध्ययनोपदर्शितचतुर्विंशतिस्तवाराध्यतयैव सिद्धम्, तत्रोत्कीर्तनस्यार्थाधिकारत्वात्तेन च दर्शनाराधनस्योक्तत्वात्, ‘महाफलं खलु तहारूवाणं 'अरहंताणं भगवंताणं णामगोत्तस्सवि सवणयाए' इत्यादिना भगवत्यादौ (भग० श० २ उ०१) महापुरुषनामश्रवणस्य महाफलत्वोक्तेश्च । ટીકાર્ય :
પાં.....શાસ્ત્રીયા મા, અને વળી જે જિનેશ્વરો વડે જોડાયેલા ચાર પ્રકારના ભાવોના વિષયમાં ‘આમ જ છે, અન્યથા નથી; એ પ્રકારે સ્વયં જ શ્રદ્ધા કરે છે, તે નિસર્ગરુચિ છે એ પ્રકારે જાણવું. આ પ્રમાણે ઉત્તરાધ્યયનસૂત્રનું વચન હોવાથી, અને ચતુર્વિધ શબ્દનું નામ-સ્થાપતા-દ્રવ્ય-ભાવના ભેદથી ભિન્નપણા વડે કરીને વ્યાખ્યાન હોવાથી, નિક્ષેપચતુષ્ટયનું પણ યથોચિત્યથી આરાધ્યપણું અવિરુદ્ધ છે. આથી કરીને જ અપ્રસ્તુત અર્થનું અપાકરણ હોવાથી અને પ્રસ્તુત અર્થનું વ્યાકરણ હોવાથી વિક્ષેપ ફળવાત છે, એ પ્રમાણે શાસ્ત્રીય મર્યાદા છે. અર્થાત્ પ્રસ્તુત અર્થનું વ્યાકરણઃગ્રહણ કરવું, અને અપ્રસ્તુત અર્થનું અપાકરણ દૂર કરવું, એ શાસ્ત્રીય મર્યાદા છે. વિશેષાર્થ :
નિસર્ગરુચિ સમ્યગ્દર્શન એ છે કે, જેમાં ભગવાનના વચનનો બોધ શાસ્ત્રોથી કે ઉપદેશાદિથી થયેલો નથી, પરંતુ સ્વાભાવિક રીતે જ કર્મોના વિગમનથી તે જ પ્રકારનો પદાર્થનો બોધ થવાથી જીવને સમ્યગુ રુચિ થાય છે. તેથી પ્રસ્તુતમાં ચાર પ્રકારના ભાવો ભગવાને કહ્યા છે, તે પ્રકારનો બોધ નહિ હોવા છતાં, જે પ્રકારે ભગવાને કહ્યા છે તે જ પ્રકારે સ્વયં જ સ્વાભાવિક જ, તેવો બોધ થાય છે, કે આ પદાર્થો આમ જ છે, અન્યથા નથી; એ નિસર્ગરુચિ છે એ પ્રમાણે જાણવું, એ પ્રકારે ઉત્તરાધ્યયનસૂત્રનું વચન છે. અને તેની ટીકામાં ચાર પ્રકારના ભાવોમાં જે ચતુર્વિધ શબ્દ છે, તેનું