________________
પ્રતિમાશતક | શ્લોક : ૨
33
નથી, તે જ કારણે તે દ્રવ્યાચાર્ય છે. આમ છતાં તત્ત્વના પક્ષપાતપૂર્વકના અન્ય ગુણો સહવર્તી અમુક ગુણોનો અભાવ હોવાને કા૨ણે જે ગુણોનો અભાવ છે, તે તે ગુણોની પ્રાપ્તિનું કારણ બને તેવા છે; તેથી જ પરિપૂર્ણ ભાવાચાર્યની યોગ્યતારૂપ તે દ્રવ્યાચાર્યત્વની સંપત્તિ છે. એથી કરીને ભાવાચાર્યનાં નામ અને સ્થાપના જેમ પ્રશસ્ત છે તેમ દ્રવ્યાચાર્યત્વ પણ પ્રશસ્તપણાનો અતિક્રમ કરતું નથી. અર્થાત્ જે ભાવાચાર્ય છે તેમનું નામ પણ બોલવાથી ચિત્તના શુભ અધ્યવસાયનું કારણ બને છે, તેથી પ્રશસ્ત છે; એમ કંઈક ગુણોથી રહિત એવી દ્રવ્યાચાર્યત્વની પ્રાપ્તિ ભાવયોગ્યપણાવાળી હોવાને કા૨ણે પ્રશસ્તપણાનો અતિક્રમ કરતી નથી. કેમ કે પ્રશસ્ત નામ-સ્થાપનાની જેમ અંત્ય વિકલ્પને છોડીને દ્રવ્ય-ભાવના સંકરનો અવિશ્રામ છે. અર્થાત્ તે દ્રવ્યાચાર્યમાં અમુક ગુણનિવૃત્તિથી જે દ્રવ્યાચાર્યત્વની પ્રાપ્તિ છે, તે કેટલાક ભાવો સાથે સંકળાયેલ છે; તેથી ત્યાં દ્રવ્ય-ભાવનો સંકર છે=દ્રવ્ય-ભાવનો મિશ્રભાવ છે. જ્યારે ભાવાચાર્યનો એક પણ ગુણ નથી, ફક્ત આચાર્યપદવીની પ્રાપ્તિ થયેલ છે તે અંત્ય વિકલ્પ છે, અર્થાત્ પરિપૂર્ણ ગુણનિવૃત્તિથી પ્રાપ્ત થનાર એવી દ્રવ્યાચાર્યત્વની સંપત્તિ છે, અને ત્યાં દ્રવ્ય-ભાવનો સંક૨ નથી; તેથી અંત્ય વિકલ્પને છોડીને દ્રવ્ય-ભાવનો સંકર અવશ્ય છે. તેથી પ્રશસ્ત નામ-સ્થાપનાની=ભાવાચાર્ય સાથે સંકળાયેલું ભાવાચાર્યનું પ્રશસ્ત નામ અને ભાવાચાર્યની સ્થાપનાની જેમ, તે દ્રવ્યાચાર્યની સંપત્તિ પ્રશસ્તપણાનો અતિક્રમ કરતી નથી. અને અપ્રશસ્ત એવા અંગારમર્દકાદિ આચાર્યનું દ્રવ્ય તેમના નામ-સ્થાપનાની જેમ અપ્રશસ્ત જ છે.
સંક્ષેપથી એ ફલિત થાય છે કે, ભાવાચાર્ય સાથે સંકળાયેલાં નામ અને સ્થાપના જેમ પ્રશસ્ત છે, તેમ કોઈક ગુણોથી યુક્ત દ્રવ્યાચાર્યત્વ પ્રશસ્ત છે; અને ભાવાચાર્ય સાથે નહિ સંકળાયેલાં એવાં નામ અને સ્થાપના જેમ અપ્રશસ્ત છે, તેમ સર્વથા ગુણરહિત એવું આચાર્યપદવીમાત્રરૂપ દ્રવ્યાચાર્યત્વ અપ્રશસ્ત છે.
ટીકાર્ય :
प्रागुक्त..... गुरुतत्त्वविनिश्चये પૂર્વમાં કહેલ મહાનિશીથસૂત્રમાં નિયોજનીયત્વનો અર્થ=જે ભગવાનની આજ્ઞાવિરુદ્ધ વચનમાત્રથી કરે છે તેવા આચાર્યોને નામ-સ્થાપના સાથે યોજવાનું કહ્યું છે તે રૂપ અર્થ, વળી ગુરુતત્ત્વવિનિશ્ચય ગ્રંથમાં અમે કહ્યો છે. (તે આ પ્રમાણે -)
તત્વ.....વિવરીય 119 || ત્યાં નિયોગ આ છે. જે શુદ્ધભાવનું દ્રવ્ય છે, તે તેનાં નામ-આકૃતિતુલ્ય શુભ છે; અને ઇતર વળી વિપરીત છે. ।।૧।
નન્હેં ......વાવયરા ||૨||જે પ્રમાણે ગૌતમાદિના નામાદિ ત્રણેય પાપને હરનારા થાય છે અને અંગારમર્દકાચાર્યના નામાદિ ત્રણેય પાપને કરનારા થાય છે. ।।૨।।
‘કૃતિ’ શબ્દ ગુરુતત્ત્વવિનિશ્ચયના ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે.
પ્રશસ્તમાવ....નિર્ભૂતમ્ । આનાથી એ પ્રાપ્ત થાય છે કે, પ્રશસ્તભાવ સંબંધી સર્વનિક્ષેપાનું પ્રશસ્તપણું જ છે, એ પ્રમાણે નિર્વ્યઢ=નિઃશંક છે.