SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ પ્રતિમાશતક | શ્લોક : ૨ તત્ર...૩રુત્વાd=ત્યાં=ચઉવીસસ્થામાં, ઉત્કીર્તનનો અર્થાધિકાર હોવાને કારણે, અને તેના વડેઃઉત્કીર્તન વડે, (ઉત્તરાધ્યયનમાં) દર્શનઆરાધનાનું ઉક્તપણું હોવાથી ચતુર્વિશતિસ્તવ આરાધ્ય છે એમ સિદ્ધ થાય છે. તેથી તામવિક્ષેપો આરાધ્ય છે એમ સિદ્ધ થાય છે. અને વળી ભગવતીના બળથી નામનિપાનું આરાધ્યપણું બતાવે છે - મદી..૩૨a તેવા પ્રકારના અરિહંત ભગવંતોના નામગોત્રના પણ શ્રવણમાં મહાફળ છે, ઈત્યાદિ વડે ભગવતી આદિમાં મહાપુરુષોના તામશ્રવણમાં મહાફળપણાની ઉક્તિ હોવાથી તામવિક્ષેપો આરાધ્ય છે. વિશેષાર્થ : કોઈ જીવ અરિહંત પરમાત્માના સ્વરૂપથી સર્વથા અનભિન્ન હોય અને તેને કારણે તેવા પ્રકારના સ્વરૂપનું બુદ્ધિમાં મહત્ત્વ ન હોય, અથવા અરિહંત ભગવાનનું શાસ્ત્રના બળથી બાહ્ય અતિશયાદિ સ્વરૂપ જાણતો હોય અને બાહ્ય અતિશયાદિકૃત જ ફક્ત મહત્ત્વ હોય, પરંતુ અરિહંતોની અંતરંગ ગુણસંપત્તિનું વર્ણન શાસ્ત્રના બળથી જાણતો હોવા છતાં તેનું મહત્ત્વ ન હોય, તો તેવા જીવને અરિહંતના નામ-ગોત્રનું શ્રવણ મહાફળવાળું બને નહિ. પરંતુ જે જીવને ભગવાનની અંતરંગ ગુણસંપત્તિનું મહત્ત્વ હોય, અને તે જ મહત્ત્વ સ્પષ્ટ બોધકૃત હોય કે ક્વચિત્ સ્પષ્ટ બોધ ન હોવા છતાં ઓઘથી ગુણના મહત્ત્વને કારણે હોય, અથવા નજીકના કાળમાં ગુણનું મહત્ત્વ થાય એવી ભૂમિકાવાળું ચિત્ત હોય, તો તેવા જીવને અરિહંત ભગવંતોના નામ-ગોત્રના શ્રવણથી પણ મહાફળ થાય છે. ૦ “ામrોયસ અહીં ‘’ થી એ કહેવું છે કે, ભગવદ્ ગુણોના શ્રવણથી તો મહાફળ થાય છે; પરંતુ તેઓના નામ-ગોત્રના શ્રવણથી પણ મહાફળ થાય છે. ટીકા : स्थापनानिक्षेपस्याराध्यता च 'थयथुइ मंगलेणं भंते ! जीवे किं जणई ? थयथुइमंगलेणं नाणदंसणचरित्तबोहिलाभं जणइ, नाणदसणचरित्तबोहिलाभसंपण्णेणं णं जीवे अंतकिरियं कप्पविमाणोववत्तिअं, वा आराहणं आराहेइ' (उत्तरा० अ० २९) इति वचनेनैव सिद्धा, अत्र स्तव:-स्तवनं, स्तुति:= स्तुतित्रयं प्रसिद्धम्, तत्र द्वितीया स्तुतिः स्थापनार्हतः पुरत: क्रियते, चैत्यवन्दनावसरतया च ज्ञानदर्शनचारित्रबोधिलाभतो निरर्गलस्वर्गापवर्गसुखलाभ इति विशेषाक्षराण्यपि स्फुटीभविष्यन्त्यनुपदमेव । ટીકાર્ય : થાનનિક્ષેપસ્ય...વનેનૈવ સિદ્ધા, અને સ્થાપનાતિક્ષેપની આરાધ્યતા ઉત્તરાધ્યયનના થયુ....મારાદે એ પ્રકારે વચન વડે જ સિદ્ધ છે. તે ઉત્તરાધ્યયનના પાઠનો અર્થ આ પ્રમાણે છે -
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy