SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ પ્રતિમાશતક | શ્લોક : ૨ तीर्थकृत्तुल्यत्वमुक्तं निक्षेपत्रयस्य चाकिञ्चित्करत्वम् इति भावनिक्षेपमेव पुरस्कुर्वतां नः क इवापराधा ? तथा चोक्तं तत्र पञ्चमाध्ययने - ____ 'से भयवं ! किं तित्थयरसंतियं आणं नाइक्कमिज्जा उयाहु आयरियसंतियं ? गोयमा ! चउव्विहा आयरिया पण्णत्ता, तं जहा-नामायरिया, ठवणायरिया, दव्वायरिया, भावायरिया य । तत्थ णं जे ते भावायरिया ते तित्थयरसमा चेव दट्ठव्वा, तेसिं संतियं आणं नाइक्कमिज्जा । से भयवं ! कयरे णं भावायरिया भण्णंति ?। गोयमा ! जे अज्ज पव्वईएवि आगमविहीए पयं पयेणाणुसंचरन्ति ते भावायरिए । जे उण वाससयदिक्खिए वि हुत्ता णं वायामित्तेणं वि आगमओ बाहिं करेन्ति ते नामठवणाहिं णिओइयव्वे' त्ति ।। ટીકાર્ય : વાદ....રૂવાપરીધર ? કોઈ જડમતિ વ્યક્ઝાહિત કહે છે યુક્તિને વિચારવાની બુદ્ધિ ન હોવાથી જડમતિ, અને શાસ્ત્રાર્થને વિપરીત રીતે ગ્રહણ કરવાની પોતાની રુચિ પ્રમાણે ગ્રહણ કરવાની વૃત્તિ હોવાથી ગ્રાહિત, એવો કોઈક કહે છે - આ બધી યુક્તિઓ વડે શું? મહાનિશીથમાં જ ભાવાચાર્યને તીર્થકરતુલ્યપણું કહેવાયેલું છે, અને વિક્ષેપત્રયનું અકિંચિત્કરપણું કહેવાયેલું છે. એથી કરીને ભાવનિક્ષેપને જ આગળ કરતાં અમારો અપરાધ કેમ છે ? અર્થાત્ નથી. તથા.....પષ્યમાધ્યયને અને તે પ્રમાણે ત્યાં=મહાનિશીથમાં પાંચમા અધ્યયનમાં કહ્યું છે - સે મથવું....ફિયત્વે હે ભગવન્! શું તીર્થકર સંબંધી આજ્ઞાને ન ઉલ્લંઘવી કે આચાર્ય સંબંધી ? (આજ્ઞાને ન ઉલ્લંઘવી ?) હે ગૌતમ ! ચાર પ્રકારે આચાર્યો કહેવાયેલા છે, તે આ પ્રમાણે (૧) નામ આચાર્ય, (૨) સ્થાપનાઆચાર્ય, (૩) દ્રવ્ય આચાર્ય અને (૪) ભાવઆચાર્ય. ત્યાં જેઓ ભાવાચાર્ય છે તેઓ તીર્થકર સમાન જ જાણવા. તેઓ સંબંધી આજ્ઞાને ઓળંગવી નહિ. હે ભગવન્! ભાવાચાર્ય કોણ કહેવાય ? હે ગૌતમ ! જે આજનો દીક્ષિત હોય તો પણ આગમવિધિ વડે પગલે પગલે આચરણા કરે છે (અનુસરે છે), તે ભાવાચાર્ય કહેવાય. જે વળી સો વર્ષનો દીક્ષિત હોવા છતાં પણ વચનમાત્રથી પણ આગમથી બાહ્ય (ચેષ્ટા) કરે છે, તેઓનો નામ-સ્થાપના સાથે નિયોગ કરવો (યોજવા). ‘ત્તિ' શબ્દ મહાનિશીથના ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. વિશેષાર્થ : તીર્થંકરની આજ્ઞા અતિક્રમ ન કરવી જોઈએ કે આચાર્યની ? એ પ્રમાણે ગૌતમસ્વામીએ ભગવાનને પ્રશ્ન કર્યો. તેના જવાબરૂપે ભગવાને એમ નથી કહ્યું કે તીર્થંકરની આજ્ઞા કે ભાવાચાર્યની આજ્ઞા અતિક્રમ કરવી ન જોઈએ; પરંતુ ચાર પ્રકારના આચાર્યો બતાવ્યા, અને તેમાં ભાવાચાર્ય તીર્થકર સમાન છે અને તેમની આજ્ઞા અતિક્રમ ન કરવી જોઈએ, એમ કહ્યું. આમ કહેવાથી એ પ્રાપ્ત થયું કે, બંનેની આજ્ઞાનો અતિક્રમ ન કરવો જોઈએ, અને આચાર્યો ચાર પ્રકારના છે તેનો પણ બોધ થાય છે. જ્યારે શંકાના સમાધાનરૂપે એમ કહ્યું હોત કે, તીર્થંકરની આજ્ઞા અને ભાવાચાર્યની આજ્ઞા ઓળંગવી ન જોઈએ, તો
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy