________________
૨૪
પ્રતિમાશતક, શ્લોક : ૨ ટીકાર્થ :
નનુ....બાવર્ચવાયરીતિઆકાશની જેમ અરૂપી એવા ભાવભગવાનમાં તેનો અસંભવ=વંદનનો અસંભવ, છે, પરંતુ ભાવના સંબંધથી શરીરસંબંધી એવું વંદન ભાવને જ પ્રાપ્ત થાય છે.
૦ ‘રૂતિ’ શબ્દ શંકાની સમાપ્તિ અર્થમાં છે. વિશેષાર્થ :
અરિહંતમાં રહેલો અભાવ તેમના આત્મામાં છે, અને તેમનો આત્મા તેમના શરીર સાથે સંબદ્ધ છે, તેથી ભાવનો સંબંધ શરીરમાં છે, અને શરીરસંબદ્ધ એવું જે વંદન તે કારણથી ભાવને જ પ્રાપ્ત થાય છે=વંદન કરનારની બુદ્ધિમાં એ પ્રકારનો ભાવ ઉત્પન્ન થાય છે કે, હું ભગવાનના ભગવદુભાવને વંદન કરું છું; પરંતુ તે ભગવદ્ભાવને નમસ્કાર કરવા માટે શરીરને નમસ્કાર કર્યા સિવાય અન્ય કોઇ ઉપાય નથી, તેથી શરીરને કરાતા વંદનકાળમાં પરમાર્થથી તે વંદનક્રિયા અહંભાવને જ પ્રાપ્ત થાય છે.
ઉત્થાન :
પૂર્વપક્ષીની શંકાના સમાધાનરૂપે ગ્રંથકાર કહે છે - ટીકાર્ય :
તત ....પરિમાવય તેથી જ=શરીરસંબદ્ધ વંદન ભાવને પ્રાપ્ત થાય છે તેથી જ નામાદિસંબદ્ધ વંદન પણ ભાવને કેમ પ્રાપ્ત ન થાય ? એ પ્રમાણે પરિભાવિત કરવું=ભાવની સાથે જેમ શરીર સંબદ્ધ છે, તેમ કામાદિ પણ સંબદ્ધ જ છે. તેથી તે વંદન ભાવને જ પ્રાપ્ત થાય છે. વિશેષાર્થ :
(૧) ભગવાનનું નામ એ નામનિક્ષેપારૂપ છે અને તેનો ભગવદ્ભાવ સાથે વાચ્ય-વાચકભાવ રૂપે સંબંધ છે. (૨) ભગવાનની મૂર્તિ એ સ્થાપનાદિનક્ષેપારૂપ છે અને તેમાં પ્રતિષ્ઠાવિધિ દ્વારા (અંજનશલાકાવિધિ દ્વારા) ભગવદ્ભાવ સ્થાપ્ય છે, તેથી પ્રતિમા સાથે ભગવદ્ભાવનો સ્થાપ્ય-સ્થાપકભાવરૂપે સંબંધ છે. અને ભગવાનનું શરીર તે પણ ભગવાનની સાથે કથંચિત્ અભેદભાવ પામેલ સ્થાપનાનિક્ષેપારૂપ છે, અને તેનો સંબંધ ભગવદ્ભાવ સાથે સામાનાધિકરણ્યથી છે. તે આ રીતે -
ભગવદ્ભાવ ભગવાનના આત્મામાં છે, અને તે ભગવાનના આત્મા સાથે શરીરનો સંયોગવિશેષરૂપ સંબંધ છે, તેથી ભગવાનના આત્મદ્રવ્ય સાથે શરીરનો અને ભગવદ્ભાવનો સામાનાધિકરણ્યથી સંબંધ છે. (૩) ભગવાનના દ્રવ્ય સાથે ભગવદ્ભાવનો તાદાભ્યસંબંધ છે. ટીકા :
कश्चिदाह जडमतिव्युद्ग्राहित:-किमेताभिर्युक्तिभिः ? महानिशीथ एव भावाचार्यस्य