________________
૨૬
પ્રતિમાશતક, શ્લોક : ૨ પ્રશ્ન થાત કે અન્ય પણ કોઇ આચાર્ય છે ? અને ભાવાચાર્ય એ તીર્થકર સમાન છે તેમ પણ બોધ થાત નહિ. તેથી ચાર પ્રકારના આચાર્યો બતાવીને તીર્થકર સમાન ભાવાચાર્ય છે એમ બતાવ્યું; અને તેમની આજ્ઞા ઓળંગવી જોઈએ નહિ, એમ કહેવાથી તીર્થકર અને ભાવાચાર્ય બંનેની આજ્ઞા એકરૂપ જ છે, એ પણ અર્થ પ્રાપ્ત થાય છે. અને તે ભાવાચાર્ય કોણ કહેવાય ? તેના સમાધાનમાં કહ્યું કે, જે આજનો દીક્ષિત પણ આગમવિધિથી પગલે પગલે અનુસરે છે તે ભાવાચાર્ય છે. અહીં પ્રશ્ન થાય કે આજનો દીક્ષિત આચાર્ય કઈ રીતે સંભવે ? તેનું સમાધાન એ છે કે, બહુલતાએ દીર્ઘ સંયમપર્યાય પછી જીવો આચાર્યપદને યોગ્ય થાય છે. તેથી સામાન્યથી ૩૬ વર્ષના સંયમપર્યાય પછી આચાર્યપદવીને યોગ્ય બને છે. આમ છતાં આઠ વર્ષની ઉંમરમાં પણ અપવાદથી આચાર્યપદવી અપાય છે, અને જ્યારે વિશિષ્ટ કૃતધરો પોતાના ઉત્તરાધિકારીને દીક્ષા આપે અને પોતાનું આયુષ્ય અલ્પ હોય તો દીક્ષા સાથે જ આચાર્ય પદવી પણ આપે; અને ત્યારે જ તે ભાવાચાર્ય પણ બને તેવું પણ સંભવી શકે તેમ છે. તેથી આજનો પ્રવ્રજિત પણ શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિ કરતો હોય તો ભાવાચાર્ય છે, એમ કહેલ છે. પરંતુ સો વર્ષનો પ્રવ્રજિત મુનિ પણ વાણીમાત્રથી પણ આગમાનુસારી ન કરતો હોય તો ભાવાચાર્ય તરીકે કહેલ નથી, પરંતુ તેને દ્રવ્યાચાર્ય કહીને નામ-સ્થાપનાની સાથે યોજવાનું કહેલ છે. અને તેનાથી એ પ્રાપ્ત થાય છે, જેમ ગુણનિરપેક્ષ નામસ્થાપના અનાદરણીય છે, તેમ ગુણનિરપેક્ષ દ્રવ્યાચાર્ય પણ અનાદરણીય છે. અને આ કથન દ્વારા પૂર્વપક્ષીને એ કહેવું છે કે, મહાનિશીથસૂત્રના પાઠમાં નામ, સ્થાપના અને દ્રવ્યને અનાદરણીય બતાવીને ભાવાચાર્યને જ આદરણીય બતાવેલ છે, તેથી અમે પણ નિક્ષેપત્રયને અકિંચિત્કર કહીએ છીએ અને ભાવનિક્ષેપાને જ આદરણીય કહીએ છીએ. તો તેમાં શું વાંધો છે ?
ઉત્થાન :
પૂર્વપક્ષીના કથનના સમાધાનરૂપે ‘સત્ર દ્ગા' થી ગ્રંથકાર કહે છે - ટીકા :__अत्र ब्रूम-परमशुद्धभावग्राहकनिश्चयनयस्यैवायं विषयः, यन्मते एकस्यापि गुणस्य त्यागे मिथ्यादृष्टित्वमिष्यते । तदाहुः - 'जो जहवायं न कुणइ मिच्छद्दिट्ठी तओ हु को अन्नो ? ।' त्ति । तन्मते निक्षेपान्तरानादरेऽपि नैगमादिनयवृन्देन नामादिनिक्षेपाणां प्रामाण्याभ्युपगमात् क इव व्यामोहो भवत: ? सर्वनयसम्मतस्यैव शास्त्रार्थत्वात् । अन्यथा सम्यक्त्वचारित्रैक्यग्राहिणा निश्चयनयेन अप्रमत्तसंयत एव सम्यक्त्वस्वाम्युक्तः, न प्रमत्तान्तः, इति श्रेणिकादीनां बहूनां प्रसिद्धं सम्यक्त्वं न स्वीकरणीयं स्याद् देवानांप्रियेण ! उक्तार्थप्रतिपादकं चेदं सूत्रम् आचाराङ्गे पञ्चमाध्ययने तृतीयोद्देशके - 'जं सम्मं ति पासहा तं मोणं ति पासहा, जं मोणं ति पासहा तं सम्मं ति पासहा' ण इमं सक्कं सिढिलेहि अदिज्जमाणेहिं गुणासाएहिं वंकसमायरेहिं पमत्तेहिं गारमावसंतेहिं मुणी मोणं समादाय धुणे कम्मसरीरगं पंतं लूहं च सेवंती वीरा समत्तदंसिणो' त्ति । 'जं सम्मं ति-यत् सम्यक्त्वं-कारकसम्यक्त्वम् तद् मौनं मुनिभावः