________________
૧૭
પ્રતિમાશતક | શ્લોક : ૨
આવે તે નામરૂપ જ છે. તેથી તે ગુણવાચક નામના બળથી ગુણની ઉપસ્થિતિ થઇ શકે છે, અને તો જ ભાવોલ્લાસ થઈ શકે, તેથી નામનિક્ષેપો અવશ્ય માનવો પડે. અને પુદ્ગલાત્મક એવું નામ પણ જો ભાવોલ્લાસનું કારણ બની શકે છે, તો પુદ્ગલાત્મક એવી ભગવાનની મૂર્તિ પરમાત્માની આકૃતિને ઘોતન કરનાર હોવાથી અવશ્ય ભાવોલ્લાસનું કારણ માનવી પડે. તેથી સ્થાપનાનિક્ષેપનો અનાદર કરવો એ બુદ્ધિના વિપર્યાસરૂપ છે.
ટીકા ઃ
शास्त्र इव नामादित्रये हृदयस्थिते सति भगवान् पुर इव परिस्फुरति हृदयमिवानुप्रविशति, मधुरालापमिवानुवदति, सर्वाङ्गीणमिवाऽनुभवति तन्मयीभावमिवापद्यते । तेन च सर्वकल्याणसिद्धिः । तदाह
-
अस्मिन् हृदयस्थे सति हृदयस्थस्तत्त्वतो मुनीन्द्र इति । हृदयस्थिते च तस्मिन् नियमात् सर्वार्थसंसिद्धिः ।।१।। चिन्तामणिः परोऽसौ, तेनेयं भवति स्म शमरसापत्तिः ।
सैवेह योगिमाता निर्वाणफलप्रदा प्रोक्ता ।।२ ।। - ( षोडशक- २/१४/१५) इति
ટીકાર્થ ઃ
શાસ્ત્ર ડ્વ... સિદ્ધિઃ । શાસ્ત્રની જેમ નામાદિત્રય હૃદયમાં સ્થિર થયે છતે, ભગવાન જાણે આગળ પરિસ્ફુરણ થાય છે, જાણે હૃદયમાં અનુપ્રવેશ પામે છે, જાણે મધુર આલાપ કરે છે, જાણે ભગવાન સર્વાંગીણની જેમ=અંગાંગીભાવરૂપે, અનુભવાય છે અને જાણે તન્મયભાવને પામે છે, અને તેનાથી સર્વ કલ્યાણની સિદ્ધિ થાય છે.
વિશેષાર્થ :
જે જીવને શાસ્ત્ર હૃદયમાં હોય છે, તે જીવને દરેક પ્રવૃત્તિમાં શાસ્ત્ર પ્રમાણે ચાલવાની તીવ્ર મનોવૃત્તિ હોય છે. આમ છતાં, સત્ત્વની અલ્પતા હોય તો સર્વથા શાસ્ત્ર પ્રમાણે પ્રવૃત્તિ ન થાય તો પણ, પ્રીતિ-ભક્તિ આદિ અનુષ્ઠાન તેને થાય છે, અને તે વખતે દરેક પ્રવૃત્તિમાં શાસ્ત્રને આગળ કરવાની તેને વૃત્તિ હોય છે. તેથી વારંવાર ‘ભગવાનની આજ્ઞા આ પ્રમાણે જ છે,' તે પ્રકારની વિચારણાઓ તેને આવ્યા કરે છે. તેથી ભગવાન તેની આગળ પરિસ્ફુરણ થતા હોય છે. તે જ રીતે નામાદિત્રયનું હૃદયમાં જે જીવ સ્થાપન કરે છે, તેની આગળ ભગવાન જાણે પરિસ્ફુરણ થાય છે=નિક્ષિપ્યમાણ એવા નામાદિત્રયની અંદર જ્યારે જીવનો યત્ન વર્તતો હોય, ત્યારે અંતર્ચક્ષુથી પુરોવર્તી ફક્ત નામાદિનું દર્શન કે સ્મરણ થતું નથી, પરંતુ જાણે સાક્ષાત્ પરમાત્માનું દર્શન કે સ્મરણ થાય છે તેવો અનુભવ થાય છે. ત્યાર પછી તે ભાવ જ્યારે અતિશયવાળો થાય છે ત્યારે હ્રદયમાં ભગવાન પ્રવેશે છે.