________________
પ્રતિમાશતક| શ્લોકઃ અહીં જ્યારે ભગવાન તેની આગળ પરિસ્કુરણ થાય છે, ત્યારે, જીવને ભગવાન પ્રત્યેનો પ્રીતિનો અતિશય હોય છે, ત્યારે પ્રાયઃ પ્રીતિઅનુષ્ઠાન બને છે. અને પછી ભગવાનના ગુણોનું અતિશય દર્શન થવાથી તે ગુણો પ્રત્યે અત્યંત પૂજ્યભાવ થાય છે, તેના કારણે ભગવાન પ્રત્યે અત્યંત ભક્તિભાવ ઉત્પન્ન થાય છે, જે પ્રાયઃ ભક્તિઅનુષ્ઠાન સ્વરૂપ છે. અને ત્યારે જાણે ભગવાન હૈયામાં પ્રવેશ પામેલા ન હોય તેવો ભાસ થાય છેઃહૈયામાં ભગવાનના ગુણોનું અત્યંત મહત્ત્વ વર્તતું હોય છે, તેથી એવા ગુણસ્વરૂપે ભગવાન હૈયામાં જ જાણે પ્રવેશ પામેલા ન હોય તે સ્વરૂપે દેખાય છે, અને પછી જાણે ભગવાન પોતાની સાથે મધુર આલાપ કરતા હોય એવું તેને ભાસે છે. અને આ બંને ભૂમિકાઓ પ્રાયઃ ભક્તિઅનુષ્ઠાનની છે; કેમ કે ભગવાન પ્રત્યે ભક્તિનો અતિશય ત્યારે જ થાય છે, કે જેમનું ચિત્ત ભગવાનના ગુણોથી અત્યંત ઉપરંજિત હોય છે. તેથી જ તે ભગવાનના સ્વરૂપનું ભક્તિપૂર્વક અવલોકન કરતો હોય છે ત્યારે, વિતરાગતાને અનુકૂળ અનેક પ્રકારના સૂક્ષ્મ ભાવોનો ક્ષયોપશમ તેને થાય છે, અને તે જાણે ભગવાન જ તેને કહી રહ્યા છે, તે પ્રકારનો અનુભવ તેને થાય છે; અને ત્યારપછી ભગવાને જાણે તેને આશ્લેષ કર્યો ન હોય તે રીતે અનુભવ થાય છે. આ અવસ્થા પ્રાયઃ વચનાનુષ્ઠાનની છે. ભગવાનના વચનાનુસાર સર્વ પ્રવૃત્તિઓ થાય તે ભગવાનની સાથે આશ્લેષસ્વરૂપ છે. અને ત્યારપછી ભગવાનની સાથે તન્મયભાવને તે પ્રાપ્ત કરે છે, જે પ્રાયઃ સમાપત્તિસ્વરૂપ અસંગભાવવાળી અવસ્થા છે. અને ત્યારે જીવનો ઉપયોગ વીતરાગભાવસ્વરૂપ જ સ્કુરણ થતો હોય છે, તેથી જ વીતરાગ સાથે તન્મયભાવવાળો તે ઉપયોગ છે. તેથી સર્વકલ્યાણની સિદ્ધિ થાય છે; અર્થાત્ આ રીતે તન્મયભાવની અવસ્થા પ્રાપ્ત થાય છે, તેથી સર્વ કલ્યાણ થાય છે.
અહીં પ્રીતિ આદિ ચાર અનુષ્ઠાન સાથે જે યોજન કર્યું તે સ્વબુદ્ધિ અનુસાર પ્રયત્નરૂપ છે. તત્ત્વ બહુશ્રુતો જાણે. ટીકાર્ચ -
તાદ . તે કહે છેશાસ્ત્રની જેમ કામાદિત્રય હદયમાં હોતે છતે ભગવાન હદયમાં આવે છે, અને તેનાથી સર્વકલ્યાણની સિદ્ધિ થાય છે તે કહે છે -
સ્મિન હશે...... પ્રોn I’ આ હદયમાં હોતે છતેડ્યશાસ્ત્ર હદયમાં હોતે છતે, તત્વથી મુનીજ હદયમાં આવે છે, અને મુનીન્દ્ર હદયમાં હોતે છતે નિયમથી સર્વ અર્થની સંસિદ્ધિ છે. અને આ= મુનીન્દ્ર, પર=શ્રેષ્ઠ, ચિંતામણિ છે, તેની સાથે આ શમરસાપત્તિ થાય છે, અને તે શમરસાપતિ જ, અહીંયાં શાસ્ત્રમાં, નિર્વાણ ફળને આપનારી યોગીની માતા કહેવાયેલી છે.
વિશેષાર્થ :
અહીં ‘યોગી' શબ્દથી સમ્યકત્વાદિગુણયુક્ત પુરુષ ગ્રહણ કરવાનો છે, અને શમરસાપત્તિથી અસંગાનુષ્ઠાન ગ્રહણ કરવાનું છે. તેથી એ પ્રાપ્ત થાય છે કે, અસંગાનુષ્ઠાનના કાળમાં વર્તતો શમરસનો