SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ પ્રતિમાશતક | શ્લોક : ૨ પ્રાપ્તિ થાય, પણ પ્રસ્તુત સાક્ષીમાં અનુમાન અધિક છે. તેનું તાત્પર્ય એ છે કે, આગમને યુક્તિપૂર્વક જે વિચારે છે, તેમાં આગમાનુસારી અનુમાનનો અંતર્ભાવ થાય છે, અને તે જ અનુમાનને સાક્ષીપાઠમાં અનુમાન શબ્દથી જુદો કરેલ છે. તેથી જે વ્યક્તિ પ્રથમ આગમ દ્વારા પદાર્થનો નિર્ણય કરે, પછી તેને યુક્તિદ્વારા યોજે અને તે જ પ્રમાણે અંતરંગ યત્ન કરે ત્યારે ધ્યાનનો અભ્યાસ થાય. અને તે પ્રકારે પ્રયત્ન કરવાથી વીતરાગતાને અનુકૂળ એવા ઉત્તમ તત્ત્વને પ્રાપ્ત કરે છે. ટીકા : तेन भावनिक्षेपाध्यात्मोपनायकत्वेन नामादिनिक्षेपत्रयस्य, अर्हत्प्रतिमा स्थापनानिक्षेपस्वरूपत्वेनाऽनादृतवतां भावभावनिक्षेपं, पुरस्कुर्वतां-वाङ्मात्रेण प्रमाणयतां, दर्पणे निजमुखालोकार्थिनामन्धानामिव का मतिः? न काचिदित्यर्थः । निक्षेपत्रयाऽनादरे भावोल्लासस्यैव कर्तुमशवयत्वात् । ટીકાર્ય : તેન માવનિક્ષેપ...વર્તુનરાવજત્વાન્ ! તે કારણથી પૂર્વમાં કહ્યું કે વિક્ષિપ્યમાણ એવા નામાદિત્રય લિક્ષિણમાણ એવા ભાવઅરિહંતની સાથે અભેદબુદ્ધિનું કારણ છે તે કારણથી, નામાદિ નિક્ષેપત્રયનું ભાવનિક્ષેપરૂપ અધ્યાત્મનું ઉપનાયકપણું હોવાથી, દર્પણમાં પોતાનું મુખ જોવાતા અર્થી એવા આંધળાઓની જેમ, સ્થાપનાવિક્ષેપસ્વરૂપે અરિહંતની પ્રતિમાને અનાદર કરનારાઓની અને ભાવનિક્ષેપાને આગળ કરનારાઓની પ્રમાણ માનનારાઓની, કઈ મતિ છે ? અર્થાત્ કોઈ મતિ નથી. કેમ કે નિક્ષેપત્રયના અનાદરમાં ભાવોલ્લાસનું જ કરવા માટે અશક્યપણું છે. વિશેષાર્થ : અરિહંતની પ્રતિમા સ્થાપના નિક્ષેપે હોવાને કારણે અરિહંતની પ્રતિમાઓનો અનાદર કરનાર એવો લુપાક, વાણીમાત્રથી ભાવનિપાને પ્રમાણ કરે છે, તેની મતિ દર્પણમાં પોતાના મુખને જોવાના અર્થી એવા આંધળાઓના જેવી અવિચારક છે. કેમ કે નામાદિનિક્ષેપત્રયનું ભાવનિક્ષેપારૂપ અધ્યાત્મની પ્રાપ્તિનું કારણ પણું છે. તેથી નિક્ષેપત્રયનો અનાદર કરવામાં આવે તો ભાવોલ્લાસ જ કરવો અશક્ય છે. તેથી આંધળાઓ પોતાના મુખને જોવા માટે દર્પણમાં યત્ન કરે છે તે તેમનો વિપર્યા છેઃચક્ષુ વગર જેમ આંધળો દર્પણમાં મુખ જોઈ શકે નહિ, તેમ આત્મા પણ નામાદિત્રય નિક્ષેપના અવલંબન વગર ભાવોલ્લાસ જ કરી શકે નહિ. તેથી દર્પણસ્થાનીય એવા ભાવોલ્લાસમાં ચક્ષસ્થાનીય નામાદિત્રયના અવલંબનથી જ યત્ન થઈ શકે. માટે નામાદિત્રયથી નિરપેક્ષ રીતે ભાવમાં યત્ન થવો અસંભવિત છે. . યદ્યપિ કોઈ જીવને ક્યારેક નામ કે સ્થાપનાના અવલંબન વગર પણ સારા ભાવો થતા હોય છે એવું સ્થૂલ દૃષ્ટિથી દેખાય, પરંતુ પરમાત્માના કોઇપણ ગુણને જોવા માટે જે શબ્દનું અવલંબન લેવામાં
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy