________________
પ્રતિમા શતક| શ્લોક : ૨
૧૫
નામાદિમાં યત્ન થાય છે, અને તેમ ક૨વાથી પોતાના અનુભવથી એ પ્રકારનું ધ્યાન ઉપનિબદ્ધ થાય છે= ધ્યાન પ્રગટ થાય છે, જેથી પોતાના અનુભવથી જ તે વ્યક્તિ જોઈ શકે છે કે, હું નામાદિ ત્રણમાં યત્ન કરું છું ત્યારે, મારા હૈયામાં ભાવઅરિહંતની અભેદબુદ્ધિ ઉત્પન્ન થાય છે, તેથી મારું ચિત્ત પવિત્ર બને છે.
૦ ટીકામાં ‘સ્વાનુમાવાત્'નો અર્થ કર્યો કે ‘સ્વાતિમત્રામાખ્યાત્' ત્યાં કેવલજ્ઞાનના કારણભૂત પ્રાતિભજ્ઞાન ગ્રહણ કરવાનું નથી, કેમ કે, તે પ્રાતિભજ્ઞાન તો શ્રેણિકાળવર્તી હોય છે. પરંતુ સ્વાનુભવજ્ઞાન એ પ્રાતિભજ્ઞાનરૂપ છે એ અર્થને બતાવવા ‘સ્વાનુમાવત્’નો અર્થ ‘સ્વાતિમપ્રામાખ્યાત્' કરેલ છે.
આશય એ છે કે જીવની મતિની જે પ્રતિભા તે પ્રાતિભજ્ઞાન છે, અને તે યથાર્થજ્ઞાન હોવાને કારણે પ્રમાણરૂપ છે અને તે અનુભવસ્વરૂપ છે, અર્થાત્ જે સાધક વારંવાર નામાદિત્રયના નિક્ષેપ માટે યત્ન કરતો હોય, અને તેના અવલંબનથી ચિત્તમાં ભાવઅરિહંતના નિક્ષેપ માટે યત્ન કરતો હોય, ત્યારે ભાવઅરિહંતની સાથે અભેદબુદ્ધિવાળું ચિત્ત બને છે=ચિત્તમાં નિક્ષિપ્યમાણ એવા ભાવઅરિહંતની સાથે નિક્ષિપ્યમાણ એવા નામાદિનું અભેદરૂપે સંવેદન થાય છે, અને તે સંવેદન અંતરંગ દૃઢ યત્નરૂપ ધ્યાનને કારણે થાય છે, અને તે અનુભવ જ પ્રાતિભપ્રમાણરૂપ છે.
દીકાર્થ ઃ
તેન.....આવેવિતમ્ । તેનાથી=વારંવાર શાસ્ત્રથી મનન કરવું અને સ્વાનુભવથી ધ્યાન ઉપનિબદ્ધ કરવું તેનાથી, તત્ત્વની પ્રતિપત્તિના ઉપાયનું સામગ્મ આવેદિત થાય છે=જણાય છે.
વિશેષાર્થ :
જીવને, મોક્ષને અનુકૂળ એવા ઉત્તમ ભાવરૂપ એવા તત્ત્વની પ્રાપ્તિના ઉપાયભૂત આગમ અને અનુભવ એ સમગ્ર અંગસ્વરૂપ એ પ્રમાણે જણાય છે. પરંતુ જે ફક્ત આગમ દ્વારા જ તેને જાણે છે, પરંતુ સ્વાનુભવ સાથે તે પ્રકારે જોડવા પ્રયત્ન કરતો નથી, તેને તત્ત્વની પ્રાપ્તિ થતી નથી; અને આગમનિરપેક્ષ સ્વમતિ પ્રમાણે તત્ત્વની પ્રાપ્તિમાં યત્ન કરે છે, તેને પણ તત્ત્વની પ્રાપ્તિ થતી નથી. પરંતુ તત્ત્વપ્રાપ્તિનો ઉપાય ઉભયસ્વરૂપ છે, એ પ્રમાણે જણાય છે.
ટીકાર્થ ઃ
તવાહ..... ...āરિમદ્રસૂરિ – અને તે યોગાચાર્ય પાતંજલઋષિના વચનનો અનુવાદ કરનાર પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજ કહે છે
આપમેન...... કૃતિ । આગમ દ્વારા, અનુમાન દ્વારા અને ધ્યાનાભ્યાસના રસ વડે ત્રણ પ્રકારે પ્રજ્ઞાને વિસ્તારતો=પ્રજ્ઞાને પ્રવર્તાવતો, ઉત્તમ તત્ત્વને પામે છે.
વિશેષાર્થ ઃ
યદ્યપિ પૂર્વમાં શાસ્ત્ર અને સ્વાનુભવ એ બે જ ગ્રહણ કરેલ, તેથી આગમ અને ધ્યાન એ બેની