________________
પ્રતિમાશતક | શ્લોક : ૧
તેજનો=ભગવાનમાં રહેલ પ્રતાપનો, સ્થાપનામાં ઉપચાર કરીને આ વ્યાખ્યાન કરવું. આ વિશેષણથી મૂર્તિનો અપલાપ કરનારાઓ ભગવાનના પ્રતાપરૂપી અગ્નિ વડે કરીને ઉપહત થશે= હણાશે=નાશ પામશે, એ વ્યક્ત થાય છે.
૬
વિશેષાર્થ :
જેમ રાજાનો પ્રતાપ કોશ અને દંડથી પેદા થયેલા તેજસ્વરૂપ છે, આથી જ જે રાજાનો કોશ ભરપૂર હોય અને નાની પણ ભૂલની આકરી સજા જે રાજાના રાજ્યમાં થતી હોય, તે રાજાનો પ્રતાપ ઘણો હોય છે. તેથી જ તેવા રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કોઈ કરતું નથી. તેમ ભગવાનનો ગુણસંપત્તિરૂપ કોશ ભરપૂર છે અને ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરનારને સખ્ત સજા મળે છે, તેથી ભગવાન પ્રતાપના ભવનરૂપ છે. અને તેથી સ્થાપ્ય એવા ભગવાનનો જે પ્રતાપ છે, તેનો સ્થાપનામાં ઉપચાર કરીને મૂર્તિને પ્રતાપનું ઘર કહેલ છે. તેથી જેઓ મૂર્તિનો અપલાપ કરનારા છે, તેઓ ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરનારા હોવાથી ભગવાનના પ્રતાપરૂપી અગ્નિ વડે ઉપહત થાય છે=ભગવાનની આજ્ઞાના ઉલ્લંઘનને કા૨ણે સંસારમાં મહાન અનર્થોને પ્રાપ્ત કરે છે, એ અર્થ ‘પ્રતાપમવનમ્’ વિશેષણથી બતાવેલ છે. ટીકાર્ય :
પુનઃ ઝીવૃશી ? (૩) માનેિત્રામૃતમ્.....પરમાનન્દ્રનનના— | વળી જિનેશ્વરની પ્રતિમા કેવી છે ? (તો કહે છે -) ભવ્યજીવોના=આસન્નસિદ્ધિક જીવોના, નેત્રનું=નયનનું, અમૃત=પીયૂષ છે. કેમ કે સકલ નેત્રરોગોનું અપનયન=દૂર, કરનાર છે=આત્માના વીતરાગભાવને જોવાને અનુકૂળ સમ્યગ્દર્શનરૂપ અંતરંગ નેત્ર છે, તેના સકલ રોગોને દૂર કરનાર જિનપ્રતિમા છે. (તેથી જ ભવ્યજીવોને વીતરાગતાનો સમ્યગ્ સૂક્ષ્મ બોધ ભગવદ્ભૂર્તિના અવલંબનથી થાય છે.)
વળી તે પ્રતિમા ભવ્યજીવોને નેત્રનું અમૃત કેમ છે ? તે બતાવતાં બીજો હેતુ કહે છે
-
પરમાનંદને પેદા કરનાર હોવાથી ભવ્યજીવોને અમૃત સમાન છે. (જેમ અમૃતનું પાન પરમાનંદને પેદા કરે છે, તેમ ભગવાનની પ્રતિમા જીવોને વીતરાગતાની ઉપસ્થિતિ કરવામાં અત્યંત આલંબનભૂત હોવાથી પરમાનંદને પેદા કરનાર છે, તેથી અમૃત તુલ્ય છે.)
ટીકાર્થ ઃ
તેન.....વેમિવ્યયતે । આ વિશેષણ દ્વારા ‘ભગવાનનાં દર્શનથી જેઓના નયનોમાં આનંદ થતો નથી, તે અભવ્ય કે દૂરભવ્ય છે' એ પ્રમાણે અભિવ્યક્ત થાય છે.
વિશેષાર્થ :
અહીં દુર્વ્યવ્ય શબ્દથી ચરમાવર્તની બહારના જ માત્ર દુર્વ્યવ્ય ગ્રહણ કરવાના નથી, કેમ કે, ચરમાવવર્તી પણ અન્યદર્શનસંસ્થિત હોય ત્યારે ભગવાનની મૂર્તિને જોઇને તેમને આનંદ થતો નથી.