________________
પ્રતિમાશતક શ્લોક : ૧ જેમ કે પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજને ધર્મપ્રાપ્તિ પૂર્વે ભગવાનની મૂર્તિ જોઈને આનંદ ન થયેલ, પરંતુ વિપરીત ભાવ થયેલ. અહીં દુર્ભવ્ય શબ્દથી એ કહેવું છે કે, જેમ ચરમાવર્તની બહારના જીવોને વીતરાગ પ્રત્યે તાત્ત્વિક બહુમાન થતું નથી, તેમ અત્યારે પણ જેઓને વીતરાગ પ્રત્યે બહુમાન થતું નથી, તેઓ ભગવાનની પ્રતિમાના ભાવને ઝીલવા માટે અયોગ્ય છે. ટીકાર્ય :
પુનઃ વહીશ' (૪) પ્રમાøતા સિદ્ધાન્તાનમજ્ઞ ત્તિ . વળી તે મૂર્તિ કેવી છે ? (તો કહે છે ) સિદ્ધાંતના ઉપનિષહ્માં-રહસ્યમાં, ચતુર વડે પ્રીતિથી=સ્વરસથી, પ્રતિમા પ્રમાણીભૂત કરાઈ છે, પરંતુ બલાભિયોગાદિથી નહિ. અને પ્રતિમાના આ વિશેષણથી “સિદ્ધાંતનો અભ્યપગમ અને પ્રતિમાના પ્રામાણ્યનો અભ્યપગમ એ બેનું તાત્તરીયકપણું હોવાને કારણે અવિનાભાવિપણું હોવાને કારણે, સ્વરસથી પ્રતિમાપ્રામાણ્યતો સ્વીકાર કરનાર જશિષ્ટ છે અન્ય નહિ' એ પ્રકારે આવેદિત થાય છે=જણાય છે, અને તેનો=પ્રતિમા–પ્રામાણ્યનો, સ્વીકાર નહિ કરનાર સિદ્ધાંતથી અનભિજ્ઞ છે=સિદ્ધાંતને જાણનાર નથી, એ પ્રકારે (આદિત) થાય છે=જણાય છે. વિશેષાર્થ -
જે સિદ્ધાંતના પ્રામાણ્યને સ્વીકારતો હોય તેણે પ્રતિમાના પ્રામાણ્યને સ્વીકારવું જ પડે તેવી વ્યાપ્તિ પ્રાપ્ત થાય છે. કેમ કે, જેઓ સિદ્ધાંતના ઉપનિષના વિચારમાં ચતુર છે, તેઓએ પ્રતિમા પ્રમાણરૂપે સ્વીકારી છે; અને શિષ્ટ તે છે કે જે સિદ્ધાંતને પ્રમાણરૂપે માનતો હોય. તેથી સ્વરસથી પ્રતિમાના પ્રામાણ્યને ન સ્વીકારનાર શિષ્ટ બની શકે નહિ, કેમ કે સિદ્ધાંતના સ્વીકારની સાથે પ્રતિમાના પ્રામાણ્યનો સ્વીકાર અવિનાભાવી છે. ટીકાર્ય :પુનઃ શીશી? (૧) ર્તિમતી........
નાસ્થતિ સૂધ્યતે | ભગવાનની પ્રતિમા પ્રતિક્ષણ પ્રવર્ધમાન કાંતિવાળી છે અથવા તો સર્વિહિત પ્રાતિહાર્યવાળી છે. આ વિશેષણ દ્વારા ભગવાનની મૂર્તિના આરાધકોને જ બુદ્ધિની સ્કૂર્તિ થાય છે અન્યને નહિ, એ સૂચિત થાય છે. વિશેષાર્થ :
જે વીતરાગના સ્વરૂપને શાસ્ત્રના આધારે અનેક દૃષ્ટિકોણથી જોવાની પ્રજ્ઞાવાળો છે તેને ભગવાનની મૂર્તિને જોતાંની સાથે જ બુદ્ધિમાં અનેક ભાવોની ફુરણાઓ થાય છે. તેથી જ ભગવાનની મૂર્તિ તેને પ્રતિક્ષણ પ્રવર્ધમાન કાંતિવાળી દેખાય છે. યદ્યપિ મૂર્તિ એ પુદ્ગલના આકારવિશેષરૂપ છે, અને તેના આકારમાં કોઈ પરાવૃત્તિ થતી નથી કે જેથી તેની કાંતિ પ્રતિક્ષણ પ્રવર્ધમાન બને; પરંતુ જેની બુદ્ધિમાં વીતરાગતાનો સૂક્ષ્મ બોધ છે, તે વીતરાગમુદ્રાની ઘાતક એવી મૂર્તિને જ્યારે જુએ છે, ત્યારે તેની બુદ્ધિમાં અનેક પ્રકારે વીતરાગતાનું સ્કુરણ થાય છે, અને તે જ પ્રતિક્ષણ પ્રવર્ધમાન કાંતિના દર્શનરૂપ મૂર્તિની K-૪