SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ પ્રતિમાશતક શ્લોક : ૨૪-૨૫ ટીકાર્ય : પ્રમાવિયાત્ .... નયજ્ઞાનામ્ II પ્રમાદયોગથી પ્રાણવ્યપરોપણ હિંસા અને અપ્રમાદયોગથી પ્રાણઅવ્યપરોપણ અહિંસા, એ પ્રકારના લક્ષણનું વ્યવહાર માટે જ આચાર્યો વડે અનુશાસન કરેલ હોવાથી, અને બંધ અને મોક્ષના હેતુપણાની નિશ્ચયથી પ્રમાદિત્ય અને અપ્રમાદિત્વ દ્વારા જ વ્યવસ્થિતિ =પ્રાપ્તિ, હોવાથી, બાઘહેતુના ઉત્કર્ષથી પણ ફળના ઉત્કર્ષના અભિમાની એવા વ્યવહારનય વડે વળી વિશેષ્યભાગ પણ આદર કરાય છે. જેથી કરીને નયના જાણનારાઓને સર્વ અવદાત છે. રજા વિશેષાર્થ: પ્રમાદ-અપ્રમાદને બંધ અને મોક્ષનો હેતુ સ્વીકારીએ તો પ્રાણનાશરૂપ વિશેષ્ય અંશને હિંસાના હેતુરૂપે કહેવાની જરૂરત રહેતી નથી. આમ છતાં વ્યવહાર ચલાવવા અર્થે જ વ્યવહારનયથી આચાર્યો વડે પ્રમાદયોગથી પ્રાણનાથ તે હિંસા, અને અપ્રમાદયોગથી પ્રાણઅનાશ તે અહિંસા, એવું લક્ષણ કરેલ છે. ખરેખર તો નિશ્ચયનયથી જીવના પ્રમાદ-પરિણામથી જ બંધ અને અપ્રમાદ-પરિણામથી જ નિર્જરા થાય છે, તેથી વિશેષ્ય અંશને કહેવાની જરૂરત જ નથી. તો પણ બાહ્ય હિંસા અને બાહ્ય યતનારૂપ હેતુના ઉત્કર્ષથી કર્મબંધ અને નિર્જરારૂપ ફળનો ઉત્કર્ષ થાય છે, એ પ્રકારનું વ્યવહારનયનું અભિમાન છે; તેથી જ વ્યવહારનય પ્રાણવ્યપરોપણરૂપ વિશેષ્ય અંશને સ્વીકારે છે. વાસ્તવિક રીતે બાહ્ય હેતુના ઉત્કર્ષથી ફળનો ઉત્કર્ષ થાય તેવી વ્યાપ્તિ નથી. છતાં કોઈ ઠેકાણે તેવું દર્શન થાય છે, તેથી વ્યવહારનયને તેવું અભિમાન છે. જ્યારે નિશ્ચયનય તો જીવના પ્રયત્નને આધીન જ પ્રમાદ-અપ્રમાદનો ઉત્કર્ષ છે તેમ કહે છે, અને તે પ્રમાદ-અપ્રમાદના ઉત્કર્ષથી જ બંધ અને નિર્જરારૂપ ફળનો ઉત્કર્ષ થાય છે, તેમ માને છે, એ પ્રકારે નયના જાણકારો સારી રીતે સમજી શકે છે. ૨૪ll અવતારણિકા - अनुपदेश्यत्वादननुमोद्यत्वं द्रव्यस्तवस्येत्यत्राह - અવતરણિયાર્થ: અનુપદેશ્યપણું હોવાથી દ્રવ્યસ્તવનું અનુમોદ્યપણું છે, એ પ્રકારના કથનમાં કહે છે – વિશેષાર્થ: પૂર્વપક્ષી લુપાકનું એ કહેવું છે કે, સાધુને દ્રવ્યસ્તવનું અનુપદેશ્યપણું છે, તેથી જ તેનું અનનુમોઘપણું છે; અને અનનુમોદ્ય હોવાને કારણે દ્રવ્યસ્તવ હિંસાસ્વરૂપ છે, માટે જ તે ધર્મરૂપ નથી. એ પ્રકારના આશયવાળા પૂર્વપક્ષીના કથનમાં ગ્રંથકાર કહે છે -
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy