SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૯ પ્રતિમાશતક, શ્લોક : ૨૪ થાય છે. આમ છતાં વિશેષ અબોધ દશામાં ભગવાનની આજ્ઞા છે કે વિહાર કરવો' એ પ્રકારના મુગ્ધકક્ષાના વિહાર આદિમાં, શુભ ભાવ વર્તતો હોય અને પ્રજ્ઞાપનીય ભૂમિકા હોય, તો તેમાં વર્તતી હિંસા નિરનુબંધ બને છે. માટે તે પ્રકારનું સંયમ પણ આઘભૂમિકામાં ઉપાદેય બને છે. ઉત્થાન : પૂર્વમાં હિંસાનું લક્ષણ પ્રમાદપ્રયુક્ત-પ્રાણવ્યપરોપણત્વરૂપ બતાવીને દ્રવ્યસ્તવમાં હિંસા નથી તેમ વસ્તુત:' થી સ્થાપન કર્યું, ત્યાં પૂર્વપક્ષી દ્વારા તે લક્ષણ માનવામાં વ્યવહારનો અપલાપ થાય છે તે બતાવીને, તેના નિરાકરણ અર્થે ગ્રંથકારશ્રી “ર્વ પતિ ..... નયજ્ઞાન' સુધીનું કથન કરે છે – ટીકા : ____ एवं सति 'सविशेषण' इत्यादिन्यायात् प्रमादाप्रमादयोरेव हिंसाऽहिंसारूपत्वे प्रमादत्वाप्रमादत्वाभ्यां एव बन्धमोक्षहेतुत्वे विशेष्यभागानुपादानं स्यादिति चेत् ? सत्यम्, प्रमादयोगात्प्राणव्यपरोपणं हिंसा, अप्रमादयोगात् प्राणाव्यपरोपणमहिंसेति लक्षणयोर्व्यवहारार्थमेवाचार्यरनशासनाद्बन्धमोक्षहेतुताया निश्चयतः प्रमादत्वाप्रमादत्वाभ्यामेव व्यवस्थिते. बाह्यहेतूत्कर्षादपि फलोत्कर्षाभिमानिना व्यवहारनयेन तु विशेष्यभागोऽप्याद्रियत इति सर्वमवदातं नयज्ञानाम् ।।२४।। ટીકાર્ય : gવં સતિ ..... સત્યમ્, આમ હોતે છતે=પ્રમાદપ્રયુક્તપ્રાણવ્યપરોપણત્વ હિંસાત્વ છે, પરંતુ માત્ર પ્રાણવ્યપરોપણવ હિંસાત્વ નથી, આમ હોતે છતે, સવિશેષણ ઈત્યાદિ વ્યાયથી પ્રમાદ અને અપ્રમાદનું જ હિંસા અને અહિંસારૂપપણું હોવાને કારણે, પ્રમાદ– અને અપ્રમાદવ દ્વારા જ બંધ અને મોક્ષનું હેતુપણું સિદ્ધ થયે છતે, વિશેષભાગનું પ્રાણવ્યપરોપણવરૂપ વિશેષ્યભાગનું, અનુપાદાન થશે. એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો તેના જવાબરૂપે ગ્રંથકાર કહે છે કે, તારી વાત સાચી છે અર્થાત્ અર્ધસ્વીકાર અર્થે “સત્ય” નો પ્રયોગ છે. વિશેષાર્થ : સવિશેષણ' ઈત્યાદિ ન્યાયથી જ્યારે વિશેષણ સહિત હિંસા, હિંસારૂપ બનતી હોય ત્યારે, કેવલ વિશેષણાંશને હિંસારૂપ કહેવાથી સંગતિ થઈ શકે છે. તેથી પ્રમાદને હિંસા અને અપ્રમાદને અહિંસા માની શકાય. માટે પ્રમાદવ અને અપ્રમાદવ બંધ અને મોક્ષનો હેતુ સિદ્ધ થઈ શકે. તેથી વિશેષ્યભાગને ગ્રહણ ન કરીએ તો પણ ચાલે, એ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. પૂર્વપક્ષીના કથનના જવાબરૂપે ગ્રંથકાર કહે છે કે, તમારી વાત સાચી છે અર્થાત્ અર્ધસ્વીકાર અર્થે ‘સત્ય' નો પ્રયોગ છે. ઉત્થાન : પૂર્વપક્ષીની વાતનો ‘સત્ય થી અર્ધસ્વીકાર છે, તે જ સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy