________________
૩૧૮
પ્રતિમાશતક/ શ્લોકઃ ૨૪ વિશેષાર્થ:
પૂર્વપક્ષીનો કહેવાનો આશય એ છે કે દ્રવ્યસ્તવની સાથે અવિનાભાવી હિંસા નથી, પરંતુ દ્રવ્યસ્તવ જ પોતે હિંસારૂપ છે. કેમ કે પરપ્રાણના અપહારને અનુકૂળ વ્યાપાર હિંસા પદાર્થ છે, અને દ્રવ્યસ્તવ પોતે હિંસાને અનુકૂળ વ્યાપારરૂપ જ છે. તેની સામે ગ્રંથકાર કહે છે કે, પરપ્રાણઅપહારને અનુકૂળ વ્યાપારરૂપ હોવાથી દ્રવ્યસ્તવ હિંસારૂપ સિદ્ધ થાય, તો પણ તે સ્વરૂપહિંસારૂપ છે, તેથી જ દ્રવ્યસ્તવમાં રહેલું દ્રવ્યસ્તવત્વ એ હિંસાત્વરૂપ નથી; કેમ કે જ્યાં હિંસાને અનુકૂળ ક્લિષ્ટ ભાવ વર્તતો હોય ત્યાં પરપ્રાણના અપહારને અનુકૂળ વ્યાપારમાં હિંસાત્વ છે, પરંતુ જેમ સુવૈદ્ય ચિકિત્સા કરતો હોય અને કોઈના પ્રાણનો નાશ થાય, ત્યાં પરપ્રાણના અપહારનો વ્યાપાર હોવા છતાં તે સ્વરૂપથી થયેલી હિંસામાં હિંસાત્વ નથી; તેમ દ્રવ્યસ્તવમાં પણ રહેલું જે દ્રવ્યસ્તત્વ છે તે હિંસાત્વરૂપ નથી, પરંતુ ભાવસ્તવના કારણત્વરૂપ છે, અથવા ભગવાનની ભક્તિને અનુકૂળ ક્રિયાત્વરૂપ છે, જેથી કરીને કોઈ ક્ષતિ નથી. ઉત્થાન :
‘યં ભાવ .... ન ક્ષત્તિઃ' સુધીના કથનને દઢ કરતાં ‘વસ્તુતઃ' થી કહે છે – ટીકાર્ય :
વસ્તુત: ~ ન કોષઃ વાસ્તવિક રીતે વિહારાદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે પ્રમાદપ્રયુક્ત પ્રાણવ્યપરોપણત્વ=પ્રમાદપ્રયુક્ત પ્રાણનો નાશ, એ જ હિંસાત્વ છે એમ કહેવું જોઈએ, અને તે પ્રકૃતમાં દ્રવ્યસ્તવમાં, નથી; એથી કરીને કોઈ દોષ નથી. વિશેષાર્થ :
જો હિંસાનું લક્ષણ “પ્રાવ્યપરોપર્વ હિંસાત્વ' એટલું કરીએ તો, અપ્રમત્ત સાધુઓથી પણ હિંસાનો સંભવ હોવાને કારણે અહિંસા મહાવ્રત તેઓમાં સંભવી શકે નહિ; અને અપ્રમત્ત સાધુને પરિપૂર્ણ અહિંસક કહ્યા છે, તેથી હિંસાનું લક્ષણ પ્રમાહિકયુમાવ્યપરોપળવં હિંસાત્વે કરવું પડે. અને તે કરવાથી વાસ્તવિક રીતે વિહારાદિમાં હિંસાના લક્ષણની અતિવ્યાપ્તિનું વારણ થઈ શકે છે. કેમ કે ગમનાદિમાં વાઉકાયની વિરાધના થાય છે, આમ છતાં ત્યાં પ્રમાદ નથી, પરંતુ ભગવાનની આજ્ઞાને અનુકૂળ પ્રવૃત્તિ છે; અને આવું હિંસાનું લક્ષણ હોવાથી, દ્રવ્યસ્તવમાં હિંસાનું લક્ષણ જતું નથી, માટે દ્રવ્યસ્તવ હિંસારૂપ નથી.
અહીં વિશેષ એ છે કે જે સાધુઓ ભગવાનની આજ્ઞા મુજબ વિહાર કરતા નથી, ત્યાં હિંસાનું લક્ષણ સંગત થાય છે; તો પણ જેઓ ક્ષેત્રનો પ્રતિબંધ ટાળવા અર્થે ભગવાને નવકલ્પી વિહાર કહ્યો છે તે રીતે, ભગવદ્રવચનના પર્યાલોચનપૂર્વક, અને ક્ષેત્ર પ્રત્યેનો અપ્રતિબંધભાવ ઉલ્લસિત થાય એ રીતે અંતરંગ યત્નપૂર્વક, અને ગમનકાળમાં કોઈ જીવના પ્રાણનો નાશ ન થાય એ રીતે સમિતિમાં સમ્યગુ યત્નપૂર્વક વિહાર કરે છે, ત્યાં હિંસાત્વ નથી; અને એ રીતે જેઓ વિહાર કરતા નથી ત્યાં પ્રમાદપ્રયુક્ત-પ્રાણવ્યપરોપણસ્વરૂપ હિંસાત્વ પ્રાપ્ત